Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની વ્લાદિવોસ્તોકની મુલાકાત દરમિયાન ભારત-રશિયાનું સંયુક્ત નિવેદન


વિશ્વાસ અને ભાગીદારી દ્વારા સાથસહકારની નવી ઊંચાઈઓ સર કરવી”

  1. રશિયા સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 4-5, 2019ના રોજ રશિય સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી. વ્લાદિવોસ્તોકમાં 20મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજવામાં આવ્યું હતું. 5માં પૂર્વીય આર્થિક મંચમાં મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય મહેમાન તરીકે પણ ભાગ લીધો હતો.
  2. 20મા વાર્ષિક શિખર સંમેલનના સમારોહમાં, બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના પ્રગતિશીલ વિકાસની નોંધ લીધી હતી. આ સંબંધો અજોડ, વિશ્વાસપાત્ર અને સ્વાભાવિક રીતે પરસ્પર ફાયદાકારક છે, જેમાં સહકારના તમામ સંભવિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તે સમાન સાંસ્કૃતિક મૂલ્યો, સમયાનુસાર અજમાવેલ મિત્રતા, પરસ્પર સમજ, વિશ્વાસ, સામાન્ય હિતો અને વિકાસ અને આર્થિક પ્રગતિના મૂળભૂત મુદ્દાઓના અભિગમની નિકટતા પર આધારિત છે.વિવિધ આંતરરાષ્ટ્રીય મંચોના સભ્યો સહિતની રાષ્ટ્રોના નેતાઓની નિયમિત મુલાકોતો અને તમામ સ્તરે દ્વિપક્ષીય સંબંધોનો વધતો વેગ એ આ ભાગીદારીનો આબેહૂબ પુરાવો છે.
  3. ભારત-રશિયાના સંબંધો સમકાલીન વિશ્વની અશાંતિપૂર્ણ વાસ્તવિકતાઓનો સફળતાપૂર્વક સામનો કરી ચૂક્યા છે. તેઓ ક્યારેય પણ બહારના પ્રભાવ માટે સંવેદનશીલ રહ્યા નથી અને રહેશે પણ નહીં.બંને દેશો માટેભારત-રશિયા સંબંધોના ધ્યેયનો સંપૂર્ણ વિકાસ એ જવિદેશ નીતિની પ્રાધાન્યતા છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીની પ્રભાવશાળી સંભાવનાને સંપૂર્ણ રૂપે અન્વેષણ કરવું, તેના વિશેષ અને વિશેષાધિકૃત સ્વભાવનું નિદર્શન કરવા તમામ શક્ય રીતે સુવિધા આપવા નેતાઓ સહમત થયાહતા,જે એક જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સ્થિરતાના આધાર તરીકે ઉભરી આવી છે.
  4. બંને પક્ષોએ તેમની સંસદસભ્યો વચ્ચેના સઘન સહકારને આવકાર્યો હતો અને તેમના દ્વિપક્ષીય સંબંધોના મૂલ્યવાન ઘટક તરીકે આંતર-સંસદીય વાતચીતના મહત્વની નોંધ લીધી હતી.તેઓએ ડિસેમ્બર 2018માં ડુમા રાજ્યના અધ્યક્ષની ભારતની મુલાકાત અંગે પ્રકાશ પાડ્યો હતો અને વર્ષ 2019 માં લોકસભા અધ્યક્ષની રશિયાની મુલાકાતની આશા વ્યક્ત કરી છે.
  5. બંને પક્ષો ભારત-રશિયા સંબંધોની શ્રેણીને વધુ વિસ્તૃત કરવાના પાયા તરીકે મજબૂત, બહુપક્ષીય વેપાર અને આર્થિક સહકારને પ્રાધાન્ય આપે છે.
  6. નેતાઓએ વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકાર પરના ભારત-રશિયા આંતર-સરકારી સમિતિના કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી જે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારના પ્રગતિશીલ વિકાસને સુનિશ્ચિત કરે છે.
  7. પક્ષોએ વેપાર ટર્નઓવરની પારસ્પારિક સ્થિર વૃદ્ધિ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો.તેઓ 2025 સુધીમાં તેને 30 અબજ ડોલરમાં લાવવા, ભારત અને રશિયાના પ્રભાવશાળી સંસાધન અને માનવ સંસાધનોની સંભાવનાને વધુ સક્રિય રીતે જોડાવવા,ઔદ્યોગિક સહકાર વધારવા,નવી તકનીકી અને રોકાણ ભાગીદારીનું નિર્માણ કરવા,ખાસ કરીને અદ્યતન હાઇટેક ક્ષેત્રોમાં અને નવી તકો અને સહકારના સ્વરૂપો શોધવા સંમત થયા હતા.
  8. બંને પક્ષોએ “મેક ઇન ઇન્ડિયા” કાર્યક્રમમાં રશિયા સાથે વ્યવસાયી ભાગીદારી અને રશિયામાં રોકાણનીપરિયોજનાઓમાં ભારતીય કંપનીઓની ભાગીદારી વધારવામાં રસ દાખવ્યોહતો.આ સંદર્ભમાં, તેઓ રોકાણ-પ્રોત્સાહન અને પરસ્પર સુરક્ષા પરના ભારત-રશિયા આંતર સરકારી કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારીઓ ઝડપી કરવા સંમત થયા હતા.
  9. રક્ષણાત્મક પગલાં,સીમા શુલ્ક અને વહીવટી અવરોધ સહિત પારસ્પરિક વેપારમાં અવરોધો દૂર કરવા માટે સંયુક્ત કાર્યને વધુસઘન બનાવવા,દ્વિપક્ષીય સંવાદ દ્વારા પ્રતિબંધિત પગલા ઘટાડવા પર વધુ વિચારણા કરવાબંને પક્ષો સંમત થયા હતા. યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) અને પ્રજાસત્તાક ભારત વચ્ચે સૂચિત વેપાર સમજૂતીદ્વારા તેને સરળ બનાવવામાં આવશે.
  10. માલ અને સેવાઓમાંવેપારનામાળખામાં સુધારો કરવા, ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓ માટેનું વાતાવરણતૈયાર કરવા અને રોકાણસંબંધિત આયાત અને નિકાસ પ્રક્રિયાઓમાં સુમેળ સાધવા અને સુધારવા, તકનીકી, સ્વચ્છતા અને ફાયટોસેનેટરી આવશ્યકતાઓને સુવ્યવસ્થિત અને માપદંડો સ્થાપવાબંને પક્ષો સંમત થયા હતા.
  11. રાષ્ટ્રીય કરન્સીમાં ચૂકવણીની પરસ્પર સમજૂતીનેપ્રોત્સાહન આપવાનું કાર્ય ચાલુ રાખવામાં આવશે.
  12. દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રશિયન નિકાસ કેન્દ્ર સાથે સંયુક્ત રૂપે ભારતમાં રશિયન વેપાર મિશનના મંચ પર મુંબઇમાં પ્રસ્થાપિત રશિયન નિકાસ સપોર્ટ ગ્રુપના કાર્યાલયનું સ્વાગત થયું.બંનેપક્ષોએ રશિયા પ્લસ ડેસ્ક ઑફ ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલ ભારતમાં રશિયન રોકાણોની સતત સુવિધા પ્રદાન કરવાની પણ નોંધ લીધી હતી.
  13. બંને પક્ષોએ વેપાર,આર્થિક અને રોકાણ સહયોગ વધારવા માટે આ વર્ષે તે બાજુએ થયેલા સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ અને ભારત-રશિયા વ્યાપાર સંવાદના યોગદાનની નોંધ લીધી.
  14. બંને નેતાઓએ નવી દિલ્હીમાં 10 જુલાઈ, 2019 ના રોજ ભારત-રશિયા વ્યૂહાત્મક આર્થિક સંવાદની બીજી આવૃત્તિ યોજવાનું સ્વાગત કર્યું હતું. વ્યૂહાત્મક આર્થિક સંવાદ એ એક આશાસ્પદ પદ્ધતિ તરીકે ઉભરી આવ્યો છે, જેનો હેતુ આપણા બંને દેશો વચ્ચે માળખાગત અને સતત વાતચીત દ્વારા મુખ્ય ક્ષેત્રોમાં સુસંગત અને પરસ્પર લાભદાયી આર્થિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. દ્વિપક્ષીયઆર્થિક-વેપાર અને રોકાણ સહકારને આગળ વધારવા માટે એક વ્યાપક પગલાંની વ્યૂહરચનાસંવાદ કાર્યના આધારે 2018-2019માં વિકસિત કરવામાં આવી છે અને અપનાવવામાં આવી છે.
  15. નેતાઓએ રશિયાના સુદૂર પૂર્વીયવિકાસના ક્ષેત્રમાં નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના સહકારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.ઘણા ભારતીય કંપનીઓ સુદૂર પૂર્વીયવિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપાયેલી છે, જેમ કે ડાયમંડ કટીંગના ક્ષેત્રમાં વ્લાદિવોસ્તકમાં મેસર્સ કેજીકે અને કમચટકામાં ક્રુટોગોરોવોમાં કોલસા ખાણમાં મેસર્સ ટાટા પાવર. રશિયન પક્ષે સુદૂર પૂર્વીય ક્ષેત્રમાં અને સાઇબિરીયામાં તેની આર્થિક અને રોકાણોની હાજરીને વિસ્તૃત કરવા માટે ભારતીય પક્ષના ઉદ્દેશને આવકાર્યો હતો.
  16. ભારત રશિયાના સુદૂર પૂર્વ ક્ષેત્ર સાથે સહયોગ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રથમ પગલા તરીકે, પહેલીવાર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની આગેવાની હેઠળના ભારતીય રાજ્યોના ચાર મુખ્યમંત્રીઓના પ્રતિનિધિ મંડળે લક્ષ્યાંકિત ક્ષેત્રોમાં વધુ દ્વિપક્ષીય જોડણના માર્ગોની શોધખોળ માટે 12થી13 ઓગસ્ટ, 2019ના રોજ વ્લાદિવોસ્તકની મુલાકાત લીધી હતી. બંને પક્ષો ભારતથી સુદૂર પૂર્વ રશિયા સુધી કુશળ માનવબળની કામચલાઉ નિયુક્તિ પર સહયોગની અપેક્ષા પણ કરે છે.
  17. ભારત આર્કટિકમાં રશિયા સાથે સહયોગ કરવા માટે આશાન્વિત છે. ભારત આર્કટિક ક્ષેત્રના વિકાસના હિતસંબંધ સાથે અનુસરી રહ્યું છે અને આર્કટિક કાઉન્સિલમાં પણ મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
  18. રશિયા તેની તરફે,ભારતમાં મોટા માળખાકીય અને અન્ય પરિયોજનાઓમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી હતી. બંને પક્ષોએ તાજેતરમાં મુંબઇમાં ફાર ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને નિકાસ એજન્સીના કાર્યાલય શરુ કરવાના પગલાને આવકાર્યું છે અનેરશિયાના સુદૂર પૂર્વના સંદર્ભમાં દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોના વિકાસમાં તેના યોગદાનની આશા વ્યક્ત કરી હતી.
  19. ઊર્જા ઉદ્યોગ પરંપરાગત રીતે બંને દેશો વચ્ચેના સંપર્કનું મુખ્ય ક્ષેત્ર રહ્યું છે – આ તે ક્ષેત્ર છે જ્યાં ભારતીય અને રશિયન અર્થશાસ્ત્ર એક બીજાને લાભકારક રીતે પૂરક બનાવે છે. ભારત અને રશિયા વચ્ચે સિવિલ પરમાણુ સહયોગ વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ ભાગ છે.બંને પક્ષોએ કુદનકુલમ ખાતેના 6 પરમાણુ ઊર્જા પ્લાન્ટોમાંથી બાકીના ચારના નિર્માણમાં મેળવેલી પ્રગતિની નોંધ લીધી. બંને પક્ષો બીજી બાજુએ ચર્ચામાં જોડાયા હતા અને રશિયન ડિઝાઇનના વીવીઆર 1200 અને સાધાસામગ્રી અને ઇંધણના સંયુક્ત ઉત્પાદન પર તકનીકી ચર્ચા ચાલુ રાખવાની બાબતનું સ્વાગત કર્યું હતું.
  20. પક્ષોએ બાંગ્લાદેશમાં રૂપપુર એનપીપીના નિર્માણમાં સફળ સહયોગ અંગે પ્રકાશ પાડ્યો હતો અને ત્રીજા દેશોમાં સમાન સહયોગ વધારવાની તૈયારી દર્શાવી હતી.
  21. નેતાઓ બિન-પરમાણુ ઇંધણ અને ઊર્જાના ક્ષેત્રમાં સહકારની અપાર સંભવિતતાની નોંધ લે છે. ભારત અને રશિયાએ જેએસસી રોઝનેફ્ટ ઓઇલ કંપની અને વેનકોર્ફ્ટ અને TaasYuryakhNeftegazodobychaપ્રોજેક્ટ્સના અમલીકરણમાં તેલ અને ગેસ જાહેર ક્ષેત્રની ઉપક્રમોના કન્સોર્ટિયમ વચ્ચેની વાતચીતને અને છેલ્લા બે દાયકાથી હાઇડ્રોકાર્બન સંસાધનોને કાઢવામાં સહયોગ તેમજ ગેઝપ્રોમ અને ગેઇલ ઇન્ડિયા વચ્ચેના કરાર હેઠળ લિક્વિફાઇડ નેચરલ ગેસના સમયસર વિતરણ માટે નાયારા એનર્જી લિમિટેડ ઓઇલ રિફાઇનરીના કાર્યને આવકારી છે. બંને પક્ષો રશિયાના સુદૂર પૂર્વથી ભારતમાં રાંધવા માટેના કોલસાની સપ્લાયમાં સહકાર આપવા સંમત થયા હતા.
  22. નેતાઓ ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન અને દરિયામાં કાંઠાથી દૂરના ક્ષેત્રો સહિત રશિયા અને ભારતના તેલ અને ગેસ ક્ષેત્રોના સંયુક્ત વિકાસમાં સહકાર મેળવવા કટિબદ્ધ છે.તેઓ રશિયાથી ભારતમાં રશિયન ક્રૂડ તેલના સોર્સિંગ, ઉત્તરી સમુદ્ર માર્ગના સંભવિત ઉપયોગ અને પાઇપલાઇન સિસ્ટમ માટે લાંબા ગાળાના કરારો સહિત ઊર્જા સંસાધનો પહોંચાડવાની રીતો વિકસાવવા માટે તેમનું કાર્ય ચાલુ રાખશે.તેઓએ વાડિનર ઓઇલ રિફાઇનરીમાં ક્ષમતા વધારતી નયારા એનર્જી લિમિટેડની સંભાવનાની નોંધ લીધી હતી. ભારત અને રશિયા હાઇડ્રો અને થર્મલ પાવર, ઊર્જા કાર્યક્ષમતામાં તેમજ બિન-પરંપરાગત સંસાધનોમાંથીઊર્જા ઉત્પન્ન કરે તેવી સુવિધાઓના ડિઝાઇન અને નિર્માણ માટે સહકાર વધારવા માટેની સંભાવનાઓ પર વિચારણા કરવા સંમત થયા હતા.
  23. 2019થી 24 માટેના શિખર સંમેલન દરમિયાન હાઈડ્રોકાર્બન્સમાં સાથસહકાર બદલ રોડ નકશાઓ પરના હસ્તાક્ષર સાથે, બંને પક્ષો આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર આગામી પાંચ વર્ષમાં નવી ઊંચાઇ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે.
  24.  ભારત અને રશિયા વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોના વધુ વિકાસને પ્રોત્સાહન આપવા, બંને પક્ષો પરિવહનની માળખાગત સુવિધામાં સુધારા પર કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) ના વિકાસને ખૂબ મહત્વ આપે છે.INSTC માં ભાડાના પ્રમાણને સુરક્ષિત કરવા, પ્રદાન કરવામાં આવતી પરિવહન અને સંચાલન સેવાઓને અદ્યતન બનાવવી અને સુધારણા કરવી, વર્કફ્લોદસ્તાવેજને સરળ બનાવવા અને ઇલેક્ટ્રોનિક વર્કફ્લો દસ્તાવેજ તરફ જવું, પરિવહનની પ્રક્રિયામાં ડિજિટલ તકનીકો અને સેટેલાઇટ નેવીગેશનને પ્રસ્તુત કરવા પર મુખ્ય ભાર આપવામાં આવેલ છે.
  25. બંને પક્ષોએ રેલ્વેના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવામાં સારી સંભાવનાની અપેક્ષા રાખે છે. તેઓએ નાગપુર-સિકંદરાબાદ વિભાગની ગતિ વધારવા માટે સંભવિતપણના અભ્યાસની પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને તે વિકાસ પ્રોજેક્ટના અમલીકરણમાં ભાગ લેવા માટે રશિયન સરકારની અભિરુચિની નોંધ લીધી હતી. બંને પક્ષો આ સંદર્ભમાં સક્રિયપણે ભાગ લેવાનું ચાલુ રાખશે.
  26. પક્ષોએ દેશોના વિવિધ પ્રદેશો વચ્ચેની ફ્લાઇટ્સ સહિત સીધી પેસેન્જર અને કાર્ગો ફ્લાઇટ્સના વધારાની સંભાવનાની સમીક્ષા માટે બંને પક્ષોએ સહમતી દાખવી હતી.
  27. તેઓ માળખાગત પરિવહન પ્રોજેક્ટ્સ માટે પરિવહન શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને વૈજ્ઞાનિક સહાયતામાં વધુ સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
  28. પક્ષોએ વિજ્ઞાન અને તકનીકીમાં સંયુક્ત સંશોધનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓ ટેલિકમ્યુનિકેશન્સ, રોબોટિક્સ, કૃત્રિમ બુદ્ધિ, નેનો ટેકનોલોજીઓ, ફાર્મસી અને અન્ય આવા ક્ષેત્રોમાંઉચ્ચ તકનીકી ઉત્પાદનોના વિકાસને વધુ સઘન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે, નેતાઓએ નવીનીકરણના ક્ષેત્રમાં સહયોગ માટે પ્રજાસત્તાક ભારતના વિજ્ઞાન અને તકનીકી વિભાગ અને રશિયન સંઘના આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચેના એમઓયુ પરના હસ્તાક્ષરની પ્રશંસા કરી હતી.
  29. રશિયા તરફથી ઓલઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન2018 ના પરિણામોને બિરદાવ્યુ હતું, જેનાથીસાબિત કરે છે કે 2967 વાઘ સાથે ભારત વૈશ્વિક 75% વાઘોની આબાદીનુંરહેઠાણ છે. 2022 માં બીજી આંતરરાષ્ટ્રીય ટાઇગર કન્સર્વેઝન ફોરમ યોજવાની રશિયન બાજુની પહેલને ભારતીય પક્ષે આવકાર્યો હતી (સેન્ટ-પીટર્સબર્ગમાં 2010 માં સેંટ-પીટર્સબર્ગમાં પહેલી સમિટ યોજાઈ હતી, જેને બીજી ટાઇગર સમિટ પણ કહેવામાં આવે છે). વાઘ સંરક્ષણના પ્રયત્નોમાં તેમની નેતૃત્વની ભૂમિકાને સ્વીકારીને, બંને પક્ષોએ ભારતમાં 2020માં વાઘ શ્રેણી દેશો, સંરક્ષણ ભાગીદારો અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ કરતી ઉચ્ચ સ્તરીય ટાઇગર ફોરમ યોજવા સહમતિ દાખવી હતી.
  30. સહકારના આશાસ્પદ ક્ષેત્રોમાં ઉડ્ડયન અને અંતરિક્ષનો સમાવેશ થાય છે. બંને પક્ષો સિવિલ એરક્રાફ્ટના વિકાસ અને ઉત્પાદન માટે ભારતમાં સંયુક્ત સાહસ સ્થાપવાની સંભાવનાઓ શોધવા સંમત થયા હતા.
  31. પક્ષોએ માનવ સ્પેસફલાઇટ પ્રોગ્રામ્સ અને સેટેલાઇટ નેવિગેશન સહિતસ્ટેટ સ્પેશ કોર્પોરેશન”Roscosmos”અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાવચ્ચેના વધતા સહકારને આવકાર્યા હતા. બંને પક્ષો સંમત થયા કે જુદાજુદા ઉપયોગ માટે પ્રક્ષેપણ વાહનોના વિકાસ, નિર્માણ અને અવકાશયાનના ઉપયોગમાં, તેમજ ગ્રહ સંશોધન સહિત શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગમાં ભારત અને રશિયાએ મોટાપાયે સંભવિત રીતેલાભ ઉઠાવવો જરૂરી હતો.
  32. પક્ષોએ ભારતના પ્રથમ માનવ સંચાલિત મિશન “ગગનયાન” માટે રશિયન પક્ષના સમર્થન પર હસ્તાક્ષર કરેલ સમજૂતી કરારના માળખાની અંદર હાથ ધરવામાં આવેલ સક્રિય કામગીરીને આવકારી હતી.
  33. બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓની લાંબા ગાળાના ટકાઉપણાની બાંયધરી અને “સ્પેસ 2030” એજન્ડા અને અમલીકરણ યોજના વિકસાવવા સહિતબંને પક્ષો બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગોને યુએન કમિટી (યુ.એન.કોપસ)માં સહયોગ મજબૂત કરવાનો ઇરાદો વ્યક્ત કરે છે.
  34. તેઓ હીરા ઉદ્યોગમાં સહયોગને ઉચ્ચ મહત્વ આપે છે. પક્ષો દ્વારા ભારતમાંPJSC ALROSAકાર્યાલયની સફળ પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હતી. તેઓએ કાચા હીરાની વેપાર પ્રણાલીમાં વધારો કરવા અને કુદરતી હીરાની સમાનતાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી આ ક્ષેત્રમાં નિયમનકારી વાતાવરણને વધુ સુધારવાના માર્ગોની શોધમાં તેમની અભિરુચિ જાહેર કરી હતી.
  35. પક્ષોએ કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર વધારવાની તકો સ્વીકારી હતી. તેઓએ આ ક્ષેત્રમાં કાયદાકીય માળખું વિસ્તૃત કરવા અને ફાયટોઝનેટરી ધોરણોને સુસંગત બનાવવા, સંચાલન સહાય વિકસાવવા, આપણા દેશોના બજારોમાં કૃષિ ચીજવસ્તુઓને પ્રોત્સાહિત કરવા માટેના નવા રસ્તાઓ શોધવા અને એકબીજાની ક્ષમતા અને જરૂરિયાતોનો વધુ કાળજીપૂર્વક અભ્યાસ કરવા માટેના વિશિષ્ટ પગલા ભરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. ગ્રીન કોરિડોર મિકેનિઝમ બે કસ્ટમ્સ વહીવટીતંત્ર વચ્ચે માહિતીના પૂર્વ-આગમન વિનિમયને ધ્યાને લેછે. આ વિસ્તૃત જોખમ સંચાલનની પ્રણાલીમાલને ઝડપી નિકાલ કરવામાં મદદ કરશે. આ રીતે વેપાર સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.
  36. લશ્કરી અને સૈન્ય-તકનીકી ક્ષેત્રોમાં ભારત-રશિયાના નિકટના સહયોગ તેમની દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનો આધાર છે. પક્ષોએ બંને દેશોના સશસ્ત્ર સૈન્યના નિયમિત લશ્કરી સંપર્કો અને સંયુક્ત કવાયતથી પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ લશ્કરી અને તકનીકી સહકાર માટેના વર્ષ 2010થી2020ના લાંબા ગાળાના કાર્યક્રમના સફળ અમલીકરણને આવકાર્યું હતું. તેઓ આ ક્ષેત્રમાં ક્રિયાપ્રતિક્રિયાની નવી લાંબા ગાળાની યોજનાના વિસ્તારને ઝડપી બનાવવા માટે સંમત થયા હતા.
  37. પક્ષોએ સંયુક્ત વિકાસ અને લશ્કરી ઉપકરણો, ઘટકો અને સ્પેરપાર્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, વેચાણ પછીની સેવા પ્રણાલીમાં સુધારો કરવા અને બંને દેશોની સશસ્ત્ર સૈન્યની નિયમિત સંયુક્ત કવાયતો રાખવા સહિત તેમના સંરક્ષણ સહયોગને વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
  38. બંને પક્ષો, ટેકનોલોજીના સ્થાનાંતરણ અને સંયુક્ત સાહસોની સ્થાપના દ્વારા મેક-ઇન-ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ રશિયન મૂળના શસ્ત્ર અને સંરક્ષણ ઉપકરણોના જાળવણી માટેના સ્પેરપાર્ટ્સ, ઘટકો, એકંદર અને અન્ય ઉત્પાદનોના ભારતમાં સંયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ જોડાણ આગળ વધારવા માટે સંમત થયા હતા.
  39. પક્ષોએ તેમના સશસ્ત્ર દળો વચ્ચે દ્વિપક્ષીય સહકારના વધુ વિકાસ માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને સશસ્ત્ર દળો માટે લશ્કરી સંચાલનસપોર્ટ અને સેવાઓની પરસ્પરની જોગવાઈ માટે સંસ્થાકીય ગોઠવણીની આવશ્યકતાને માન્યતા આપી હતી. પારસ્પરિક માટે લશ્કરી સંચાલનપહયોગ પર સહકાર માટે એક માળખું તૈયાર કરવા માટે સંમત થયા હતા.
  40. બંને પક્ષોએ લશ્કરી રાજકીય સંવાદો, સંયુક્ત લશ્કરી કવાયતો, સ્ટાફ-વાટાઘાટો, એકબીજાની સૈન્ય સંસ્થાઓમાં તાલીમ દ્વારા અને અન્ય પરસ્પર સહમત સહકારના ક્ષેત્ર દ્વારા લશ્કરી સહયોગથી લશ્કરી સહકારમાં વધારો કરવાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી.પક્ષોએ નોંધ્યું હતું કે આ વર્ષે ભારતમાં બીજી સંયુક્ત ત્રિ-સેવા કવાયતો INDRA-2019 હાથ ધરવામાં આવશે.
  41. પક્ષોએ દ્વિપક્ષીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમના અમલીકરણની પ્રશંસા કરી હતી, જે બંને દેશોના લોકોને એકસાથે લાવવામાં મદદ કરે છે. તેઓ રશિયામાં ભારતના ફિલ્મ ઉત્સવો અને ભારતમાં રશિયન ફિલ્મ ઉત્સવોની સાથોસાથ ભારતમાં રશિયન સંસ્કૃતિ અને રશિયામાં ભારતીય સંસ્કૃતિના પારસ્પરિક તહેવારો યોજવાની સફળ પ્રથાને ચાલુ રાખવા માટે સંમત થયા હતા. રશિયાના 20-28 નવેમ્બર, 2019 ના રોજ ગોવામાં યોજાનારા 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગીદાર દેશ બનવા પર બંને પક્ષોએ તેનું સ્વાગત કર્યું હતું. તે અંગે સહમતી થઈ હતી કે સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંપર્કો વિકસાવવા સહિત, સાંસ્કૃતિક વિનિમયના ભૌગોલિક વિસ્તરણ અને યુવાનો અને લોક કલા જૂથોની વધુ ભાગીદારી અને ભારતમાં રશિયન ભાષાને અને રશિયામાં હિન્દીને વ્યાપકપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે.
  42. બંનેપક્ષો શિક્ષણના ક્ષેત્રમાં સહકારની ઘનિષ્ઠતાનું સ્વાગત કરે છે. તેઓ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સીધા સંપર્કોની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. શૈક્ષણિક ઓળખપત્રોની પરસ્પર માન્યતા અંગે દ્વિપક્ષીય આંતર સરકારી કરાર આ પ્રવૃત્તિઓને ગતિ આપશે. તેઓ કરારોની તૈયારીને વેગ આપવા પણ સંમત થયા હતા.
  43. બંને પક્ષોએ પ્રજાસત્તાકભારતના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રશિયન સંઘના એકમો વચ્ચેના સહકારને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમના સંબંધિત મંત્રાલયો દ્વારા સંકલન કરીને તેમની વચ્ચે એક મંચ ગોઠવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.પક્ષોએ ભારતના રાજ્યો અને રશિયાના પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને વ્યવસાયિક મિશન આદાન-પ્રદાન સ્થાપિત કરવા સંમત થય હતા. હાલના સંબંધોને નવી પ્રેરણા આપવા અને નવિનતમ બનાવવા માટે તેઓ પ્રતિરૂપ શહેરોના નિર્માણમાં વધુ વિકાસ માટે સંમત થયા હતા.
  44. ભારત-રશિયા ભાગીદારીના સંબંધો પ્રબળતાથી વિકસ્યા છે અને વિશેષ તથા વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર સમજણના સંબંધોને વધુ મજબુત બનાવવા સહાયક છે.બંને પક્ષોએ આ ક્ષેત્રમાં ગહન સહકાર ચાલુ રાખવાની સંમતિ આપી હતી.
  45. રશિયન નાગરિકો અને ભારતીય નાગરિકો માટે કાલિનિનગ્રાડ ક્ષેત્ર અને વ્લાદિવોસ્તોકની મુલાકાત લેવા માટે મફત ઇલેક્ટ્રોનિક વિઝા રજૂ કરવા સહિત ખાસ કરીને, વ્યવસાય અને પર્યટન હેતુ માટે ઇ-વિઝા સુવિધાના સમયગાળાને એક વર્ષ સુધી વધારવામાં બંને પક્ષોએ વિઝાની એોપચારિકતાઓના પ્રગતિશીલ સરલીકરણનું સ્વાગત કર્યું હતું. તેઓ ભવિષ્યમાં વિઝા પદ્ધતિને સરળ બનાવવાના કામને ચાલુ રાખવા સંમત થયા હતા.
  46. બંને પક્ષોએ યુએન સહિતના આપણા દેશો વચ્ચેના ઉચ્ચ સ્તરના રાજકીય સંવાદ અને સહકારની નોંધ લીધી અને તેને વધુ ગાઢ કરવા સંમત થયા હતા.
  47. વિશ્વિક બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય સંકલનની ભૂમિકા સહિત બંને પક્ષોએ બહુપક્ષીયતાને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. સભ્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાની અયોગ્યતા સહિત બંન્ને પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રાધાન્યતાને ધ્યાને લીધી અને યુએન ચાર્ટરમાં જણાવેલ હેતુઓ અને સિદ્ધાંતો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
  48. બંને પક્ષકારોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય કાયદાના વાસ્તવિક વૈશ્વિક માન્યતાવાળા સિદ્ધાંતો અને નિયમોનું સદ્ભાવનાથી અમલીકરણ, બીજા રાજ્યો પર બેવડા ધોરણો અથવા તેમની ઇચ્છાના કેટલાક રાજ્યો પર લાદવાની પ્રથાને બાકાત રાખે છે અને ધ્યાને લે છે કે આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત એકપક્ષીય દબાણયુક્ત પગલાં લાદવા એ આ પ્રકારની પ્રથાનું ઉદાહરણ છે.
  49. બંને પક્ષોએ યુએનએસસીમાં સુધારાની હાકલ કરી હતી કે તે સમયની વૈશ્વિક વાસ્તવિકતાઓનેપ્રગટ કરે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના મુદ્દાઓ સાથે વ્યવહાર કરવામાં અસરકારક અને કાર્યક્ષમ બને.
  50. રશિયા રિફૉર્મ યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદ માટે ભારતની ઉમેદવારીને ટેકો આપવાનું ચાલુ રાખશે.
  51. બંને પક્ષોએ બ્રિક્સની અંતર્ગત મલ્ટી સેક્ટોરલ ભાગીદારીને મજબૂત બનાવવા તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી અને નવેમ્બર 2019 માં બ્રાઝિલમાં યોજાનારી 11 મી બ્રિક્સ સમિટની સફળતા માટે સંપૂર્ણ સમર્થન આપવાની સંમતિ આપી હતી.
  52. ભારત અને રશિયાએ એકમત થઈને શાંઘાઈ સહકાર સંસ્થાની અસરકારકતા અને વિસ્તીર્ણ સંભાવનાને માન્યતા આપી છે. 2019થી2020માં રશિયાના SCO રાષ્ટ્રપતિના માળખા સહિતસમાન અને અખંડ સુરક્ષા પર આધારિત ઉભરતા બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે સંગઠનને વધુ મજબૂત બનાવવા ભારત અને રશિયા તેમના સંપર્કમાંવધારો કરશે.
  53. પક્ષો ખાસ કરીને SCO પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખાની કાર્યક્ષમતામાં સુધારો કરીને ખાસ કરીને આતંકવાદ, ઉગ્રવાદ, માદક દ્રવ્યોની હેર-ફેર, સીમાપારથી સુયોજીત ગુનાઓ અને માહિતી સુરક્ષા જોખમો સામે લડવાની અસરકારકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઇરાદો ધરાવે છે.
  54. પક્ષો યુરેશિયન વિસ્તારમાં વધુને વધુ, ઉચિત, ખુલ્લા અને પરસ્પર લાભદાયી સહયોગનું નિર્માણ કરવાSCOઅંતર્ગત મુખ્યત્વે પરિવહન અને લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિજ્ઞાન, તકનીકી અને નવીનીકરણમાં આર્થિક સહકારના વિસ્તરણને પ્રોત્સાહન આપશે. અમે SCO ફોર્મેટમાં સાંસ્કૃતિક અને માનવતાવાદી સંબંધોને વધુ ગહન કરવા માટે કટિબદ્ધ છીએ.
  55. પક્ષો આંતરરાષ્ટ્રીય બાબતોમાં SCO ની વધેલી ભૂમિકા, યુએન અને તેની વિશેષ એજન્સીઓ, સીએસટીઓ, સીઆઈએસ, એશિયન અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ અને સંગઠનો સાથેના સંગઠનના સંપર્કોના વિસ્તૃત વિકાસને સમર્થન આપે છે. આ સંદર્ભમાં, તેઓ SCO અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે સત્તાવાર સંબંધો સ્થાપિત કરવાને સમર્થન આપે છે.
  56. પક્ષો આરઆઈસી માળખામાં સહકારને વધુ સઘન બનાવવાનો, આંતરરાષ્ટ્રીય કાયદાને જાળવી રાખવા, સંરક્ષણવાદ અને એકપક્ષી પ્રતિબંધોના પ્રસાર સામેઅને આતંકવાદ અને અન્ય નવા જોખમો અને પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક કાર્યસૂચિ પરના મુદ્દાઓને ગંભીરતાથીધ્યાને લેવા માટે સતત સામાન્ય અભિગમોને પ્રોત્સાહન આપવાનો ઇરાદો ધરાવે છે. રાજ્ય/સરકારના વડાઓ, વિદેશ પ્રધાનો અને જો જરૂરી હોય તો, અન્ય એજન્સીઓના વડા વચ્ચે, આ ફોર્મેટ મુજબ નિયમિત મીટિંગો ચાલુ રહેશે.
  57. અમે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના તુરંત નિરાકરણને સુગમ બનાવવાના હેતુથીG20 અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સંકલન વધારવા સંમત છીએ.બંને પક્ષે G20 અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ગહન સહકારની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી.
  58. નેતાઓએ આતંકવાદને તેના તમામ સ્વરૂપો સાથે અને તેની અભિવ્યક્તિઓનીસખત નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ અનિષ્ટ સામે લડવા માટે એક સંયુક્ત મોરચો સ્થાપવા હાકલ કરીહતી.તેઓએ આતંકવાદને રોકવા અને તેનો સામનો કરવા માટેના તમામ પગલાં લેવાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી આપી હતી.તેઓએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન્સ હેડ્સઑફસ્ટેટ કાઉન્સિલ સભા બિશ્કેકનીઘોષણાનેઆવકારી હતી.તેઓએ રાજકીય લાભ માટે આતંકવાદી જૂથોના ઉપયોગની સાથોસાથ આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડવામાં બેવડા ધોરણોનીઅસ્વીકાર્યતા પર ભાર મૂક્યો હતો.આતંકવાદી હેતુઓ માટે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકોના ઉપયોગ સામેની લડતને મજબૂત બનાવવા સહિત બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સહકારના માળખામાં આપણા રાજ્યોના પ્રયત્નોમાં વિસ્તૃત સહકાર માટે હાકલ કરીહતી.તેઓ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્વરૂપોમાં આતંકવાદ વિરોધી સહકારને વધુ સઘન બનાવવા સંમત થયા હતા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની હાકલ કરી હતી.પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સંબંધિત ત્રણ સંમેલનોના આધારે વર્તમાન આંતરરાજ્ય ડ્રગ નિયંત્રણ તંત્રને મજબૂત બનાવવા માટે તેમની પરસ્પર પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી.આજે કોઈ પણ દેશ આતંકવાદના પડછાયાથી દૂર નથી.આતંકવાદ વિરોધી પ્રયાસોમાં ભારત અને રશિયાએ એક થવાની જરૂર છે.રશિયાએ વૈશ્વિક આતંકવાદ વિરોધી અધિવેશનનું આયોજન કરવાના ભારતના પ્રસ્તાવની નોંધ લીધી.
  59. પક્ષોએ મુખ્યત્વે યુનાઇટેડ નેશન્સમાં બહુપક્ષીય વિશિષ્ટ મંત્રણાનામંચ સહિતમાહિતી અને સંદેશાવ્યવહાર તકનીકીના ઉપયોગમાં સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર પર આપણા દેશો વચ્ચેના સંપર્કના સ્તરની પ્રશંસા કરી હતી.તે નોંધવામાં હતું કે યુએનજીએના 73મા સત્રના પરિણામોના આધારે, ડિસેમ્બર 2018માં, યુ.એસ. જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમો, ધોરણો અને રાજ્યોના જવાબદાર વર્તનના સિદ્ધાંતોનો સમૂહ અપનાવવામાં આવ્યો છેઅને ગુનાહિત હેતુઓ માટે આઇસીટી(માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકો)ના ઉપયોગને રોકવા સહિતમાહિતી અને સંદેશાવ્યવહાર તકનીકો પર (ICTs) સુરક્ષા પર વિસ્તૃત ચર્ચાશરૂ કરવામાં આવી છે.
  60. એસોસિએશનના સભ્યરાજ્યો વચ્ચે સંબંધિત આંતરસરકારી કરાર નિશ્ચિત કરવા સહિતતેઓએ આઈસીટીના ઉપયોગમાં સલામતીના ક્ષેત્રમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર માટે એક માળખું સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
  61. પક્ષોએ આઇસીટીના ઉપયોગમાં સલામતીની જોગવાઈના અભિગમોની સમાનતા અને આઇસીટીના ઉપયોગમાં સુરક્ષામાં સહકાર અંગેના ભારતરશિયાના આંતર સરકારી કરારની અનુભૂતિ દ્વારા દ્વિપક્ષીય આંતરએજન્સી વ્યવહારુ સહકારને મજબૂત બનાવવાની ઇચ્છાને પુષ્ટિ આપી હતી.
  62. તેઓએ 2019-220 માટે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકીના ઉપયોગમાં સલામતી અંગે ભારત અને રશિયા વચ્ચેના સહકારના મુખ્ય દિશાઓને અમલમાં મૂકવાની યોજના અનુસાર દ્વિપક્ષીય સહકાર વધારવા જરૂરી પગલાં લેવાનો સંકલ્પ કર્યો હતો.બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણમાં સુધારો લાવવાના પ્રયત્નો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વાસના સ્તરમાં વધારો કરવા અને દરેક દરજ્જાના હિતો અને લાગણીઓનો આદર કરવાનો હોય ત્યારે બધા માટે સમાન અને અવિભાજ્ય સલામતીના સિદ્ધાંત પર સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાના આધાર તરીકે, તેના તમામ પાસાંમાં વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિરતાને મજબૂત બનાવવાના હેતુ સાથે સતત કામ કરવાની જરૂરિયાત પર સ્થાયી રહેવાની ખાતરી આપી હતી.
  63. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને રશિયન સંઘની સુરક્ષા પરિષદ દ્વારા સુરક્ષા મુદ્દાઓની સમગ્ર કાર્યક્ષેત્રમાં સઘન સંપર્કો જાળવવા સંમત થયા હતા.
  64. બંને પક્ષોએ બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધા અને બાહ્ય અવકાશ લશ્કરી મુકાબલો માટેના ક્ષેત્ર બનવાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેખાતરીપૂર્વક કહેવામાં આવ્યું હતું કે બાહ્ય અવકાશમાં (પારોસ) હથિયારોનાહોડની રોકથામથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ભારે ખતરો થશે અને તેઓ આ દિશામાં પ્રયાસો કરવાનું ચાલુ રાખવા માગે છે.આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને ટેકો, આંતરરાષ્ટ્રીય સહયોગ અને પરસ્પર સમજણને સમર્થન આપવા સહિતબાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ માટેના અસ્તિત્વમાં રહેલા આંતરરાષ્ટ્રીય કાનૂની કરારો સાથે તેઓએ ચુસ્ત અનુપાલનના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો હતો.
  65. પક્ષોએ પૃથ્વીની કક્ષામાં કોઈપણ શસ્ત્રો ન મૂકવા માટેની વિશ્વસનીય બાંયધરી સ્થાપવા માટે બહુપક્ષીયકાનૂની બંધનકર્તા માધ્યમનીમંત્રણાને સમર્થન આપ્યું હતું.તેઓએ પુષ્ટિ આપી કે નિ:શસ્ત્રીકરણ પરિષદબાહ્ય અવકાશમાં તેના તમામ પાસાંમાં શસ્ત્ર સ્પર્ધાની રોકથામ અંગે આંતરરાષ્ટ્રીય કરાર (અથવા કરારો)પર બહુપક્ષીય મંત્રણા કરવા માટેનું એકમાત્ર મંચ છે.
  66. તે અંગે સહમતિ હતી કે સાર્વત્રિક, બિનભેદભાવપૂર્ણ અને વ્યવહારિક પારદર્શિતા અને આત્મવિશ્વાસ નિર્માણનાં પગલાં, પેરોસ પરના કાનૂની બંધનકર્તા માધ્યમ તરીકે પૂરક ભૂમિકા ભજવી શકે છે.
  67. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય, ભેદભાવ વિના અને અસરકારક અનુપાલન ચકાસણી પદ્ધતિને પૂરી પાડતા સંમેલનોના પ્રોટોકોલ અપનાવવાસહિત બાયોલોજિકલ અને ટોક્સિન્સ વેપન્સ કન્વેન્શન (BTWC)ને મજબૂત બનાવવાનુંસમર્થન કર્યું હતું.તેઓએ પુષ્ટિ આપી હતી કે યુએન સિક્યુરિટી કાઉન્સિલને લગતા મુદ્દા સહિત,અન્ય માધ્યમ દ્વારા બીટીડબલ્યુસીના કાર્યોનીનકલ કરવી જોઈશે નહીં.
  68. બંને પક્ષોએ કેમિકલ વેપન્સ કન્વેશન (CWC)ની જોગવાઈઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે યોગદાન આપતા પ્રોહિબિશન ઑફકેમિકલ વેપન્સ (OPCW)માટેના ઑર્ગેનાઇઝેશનને સમર્થન આપવાની પુષ્ટિ કરી હતી.તેઓએ સીડબ્લ્યુસીની ભૂમિકાને જાળવી રાખવા અને ઓપીસીડબ્લ્યુની પ્રવૃત્તિઓના રાજકીયકરણ અટકાવવાના પ્રયત્નો અને પહેલને સમર્થન આપવાના નિર્ધારને પુષ્ટિ આપી હતી.તેઓએ સંમેલનની અખંડિતતા અને પવિત્રતાને બચાવવા માટે ઓપીસીડબ્લ્યુમાં સર્વસંમતિની ભાવનાને પુનર્સ્થાપિત કરવાના વિચાર સાથે સ્ટેટસ પાર્ટીઓને સીડબ્લ્યુસીમાં એકતાપૂર્વક ઉભા રહીને રચનાત્મક વાતચીતમાં જોડાવા હાકલ કરી છે.
  69. રાસાયણિક અને જૈવિક આતંકવાદના જોખમને દૂર કરવા માટે, બંને પક્ષોએ નિ:શસ્ત્રીકરણ પરની પરિષદમાં રાસાયણિક અને જૈવિક આતંકવાદના કૃત્યોના દમન માટે આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બહુપક્ષીય વાટાઘાટો શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
  70. બંને પક્ષોએ વૈશ્વિક અણુ અપ્રસારને વધુ મજબુત બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાને દ્રઢ કરી હતી. રશિયાએ પરમાણુ સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સભ્યપદ માટે ભારપૂર્વકપોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
  71. ભારત અને રશિયા અફઘાનિસ્તાનમાં વ્યાપક શાંતિ અને અફઘાનિસ્તાનની આગેવાનીવાળી અને અફઘાનમાલિકીની સમજૂતિ માટેના તમામ પ્રયત્નોને સમર્થન આપે છે.પક્ષોએ અફઘાનિસ્તાનમાં પ્રારંભિક શાંતિપૂર્ણ સમાધાન, એસસીઓઅફઘાનિસ્તાન સંપર્ક જૂથ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બંધારણોમાં સતત સહકાર ચાલુ રાખીને આ લક્ષ્ય હાંસલ કરવાના તેમના નિર્ધાર અને ફેબ્રુઆરી 2019માં મોસ્કોમાં શરૂ થયેલા આંતરઅફઘાન સંવાદ માટેના તેમના સમર્થન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.તેઓએ અફઘાનિસ્તાનમાં તમામ રસ ધરાવતા રાજ્યોને વૈવિધ્યપૂર્ણ શાંતિ પ્રક્રિયા બનાવવાના, બંધારણીય હુકમની જાળવણી કરવા, લાંબાગાળાની શાંતિ લાવવા અને અફઘાનિસ્તાનને શાંતિપૂર્ણ, સુરક્ષિત, સ્થિર અને સ્વતંત્ર રાજ્યમાં ફેરવવા માટે પ્રયત્નોમાં પ્રોત્સાહિત કર્યા હતા.તેઓએ હિંસાને તાત્કાલિક બંધ કરવાની હાકલ કરી હતી.
  72. પક્ષોએ સીરિયામાં પરિસ્થિતિના સ્થાયીકરણનું સ્વાગત કર્યુંહતું.તેઓએ સીરિયાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને આદર આપવાની જરૂરિયાતપર ભાર મૂક્યો હતો અને સીરિયન સંકટનો રાજકીય અને રાજદ્વારી માધ્યમથી સમાધાન લાવવા હાકલ કરી હતી.
  73. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નિર્દિષ્ટ કર્યા મુજબ સીરિયામાં આતંકવાદી સંગઠનો સામે લડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.શરણાર્થીઓ અને અસ્થાયીરૂપે વિસ્થાપિત વ્યક્તિઓના પરત ફરવાની શરતો તૈયાર કરવા સહિતતેઓ પુનર્નિર્માણના દૃષ્ટિકોણથી સીરિયાની સહાયતા વધારવાનું ચાલુ રાખવા માટે સંમત થયા હતા. પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ/46/182માં આપેલા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાયતાના સિદ્ધાંતોનું કડક પાલન કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો,જે અસરગ્રસ્ત દેશની રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો આદર કરવા,અસરગ્રસ્ત દેશની સરકારને માનવતાવાદી સહાયતાના પરિમાણોને નિર્ધારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા આપે છે.
  74. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સુરક્ષિત કરવાના સંદર્ભમાં ઇરાની પરમાણુ કાર્યક્રમ (JCPOA) પર સંયુક્ત વ્યાપક યોજનાની ક્રિયાના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણના મહત્વને માન્યતા આપી હતી અને અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઠરાવ 2231 માટે તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપી હતી.તેની આસપાસના પ્રશ્નોનું સમાધાન શાંતિપૂર્ણ અને સંવાદ દ્વારા થવું જોઈએ.બંને પક્ષોએ ઇરાન સાથે પરસ્પર લાભકારી અને કાયદેસર આર્થિક અને વ્યાપારી સહયોગ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
  75. બંને પક્ષોએ પરમાણુ નિ:શસ્ત્રીકરણ તરફ વળેલ કોરિયન દ્વીપકલ્પમાં કાયમી શાંતિ અને સ્થિરતાની અનુભૂતિ માટે સંબંધિત તમામ પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સંવાદ ચાલુ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.આ સંદર્ભે,તેઓએ આ લક્ષ્ય તરફ સંબંધિત તમામ પક્ષોને સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી.
  76. ખાસ કરીને મધ્ય એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના ત્રીજા દેશોમાં પરસ્પર સ્વીકાર્ય અને સહકારના ક્ષેત્રોના અન્વેષણ માટે સંમત થયા હતા.
  77. પક્ષોએ પારદર્શક,બિનભેદભાવવાળી બહુપક્ષીય વેપાર પ્રણાલીનું સમર્થન કરવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકાને જાળવી રાખવા અને તેને મજબૂત કરવાની જરૂરિયાત પર સહમત થઈ હતી.નિષ્પક્ષ અને ખુલ્લી વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપવા માટે પક્ષો સાથે મળીને કામ કરવાનો ઇરાદો ધરાવે છે.
  78. પરિવહન, ઊર્જા અને વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગના માળખામાં સહકારના વિસ્તરણ સહિતલાંબા ગાળાના સામાજિકઆર્થિક વિકાસ અને 2030 એજન્ડાના અમલીકરણની ખાતરી કરવા માટે બંને પક્ષોએ પ્રાદેશિક આર્થિક સહકારના ઉંડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
  79. પક્ષોએ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં સમાન અને અખંડ સુરક્ષા સ્થાપત્ય બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી.તેઓ પૂર્વ એશિયા સમિટ અને અન્ય પ્રાદેશિક મંચના માળખામાં આ મુદ્દા પર બહુપક્ષીય સંવાદના વિકાસને સમર્થન આપે છે.તેઓ સંમત થયા કે પ્રાદેશિક વ્યવસ્થાને મજબુત બનાવવાના લક્ષ્યો બહુપક્ષીયતા, નિખાલસતા, સમાવિષ્ટતા અને પરસ્પર આદરના સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ અને કોઈ પણ દેશની વિરુદ્ધ નિર્દેશિત હોવું જોઈએ નહિ.ભારત અને રશિયાએ આ સામાન્ય વિસ્તારમાં હિસ્સેદારો તરીકે વિસ્તૃત યુરેશિયન ક્ષેત્રમાં અને ભારતીય અને પ્રશાંત મહાસાગરોના પ્રદેશોમાં એકીકરણ અને વિકાસ પહેલ વચ્ચેના પૂરકતા અંગેના પરામર્શને વધુ સઘન બનાવવા સંમત થયા હતા.
  80. પક્ષો તેમની વિદેશ નીતિની પ્રાથમિકતાઓના અભિગમોમાં નોંધપાત્ર સમાનતાની નોંધ લેવા માટે સંતુષ્ટ હતા અને હાલના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને સંબોધવામાં ભારતરશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનાવધુ વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.તેઓએ ભારત અને રશિયાના લોકોના હિત માટે તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત અને વિસ્તૃત કરવાના પરસ્પર ઇરાદા વ્યક્ત કર્યા હતા.
  81. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વ્લાદિવોસ્તોકમાં તેમના અને તેમના પ્રતિનિધિ મંડળના ઉમદા અતિથિસત્કાર બદલ આભાર માન્યો હતો. તેમણે આવતા વર્ષે 21માભારતરશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

 

 

RP