Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાત

પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાત

પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાત

પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાત

પ્રધાનમંત્રીની વારાણસી મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત દરમિયાન અસ્સી ઘાટ ખાતે પર્યાવરણ મિત્ર – ઈન્વાયર્મનેન્ટ ફ્રેન્ડ્લી ઈ-બોટ્સનો આરંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ અસ્સી ઘાટ ખાતે સમારોહને સંબોધન કરવા મંચ પર જતા અગાઉ હોડીવાળા સાથે વાતચીત કરી હતી અને ગંગા નદીમાં ઈ-બોટ દ્વારા ટૂંકી સહેલ લીધી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઈ-બોટ્સને કારણે પ્રદૂષણ ઘટશે, સહેલાણીઓને વધુ સારો અનુભવ થશે અને બળતણનો ખર્ચ ઓછો થવાને પગલે લાભાર્થીઓ નોંધપાત્ર રકમની બચત કરી શકશે. તેમણે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો કે આ બચતનો ઉપયોગ તેઓ તેમની યુવા પેઢીના લાભ માટે કરે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એમની સરકારે લોકોને વધુ મજબૂત બનાવે તેમજ ગરીબોને સશક્ત બનાવે તેવી યોજનાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેથી તેઓ ગરીબી સામે લડી શકે. પ્રધાનમંત્રીએ હોડી દ્વારા ગુજરાન ચલાવનારા લાખો લોકોના સન્માનમાં ભારતના સ્વદેશી નેવિગેશન સેટેલાઈટનું કેવી રીતે નાવિક તરીકે નામકરણ કરાયું, એ યાદ કરાવ્યું હતું.

અગાઉ, પ્રધાનમંત્રીએ વારાણસીમાં ડીએલડબલ્યુ ગ્રાઉન્ડ્સ ખાતે લાભાર્થીઓને ઈ-રિક્શાનું વિતરણ કર્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ જ્ઞાન પ્રવાહ – સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની મુલાકાત લીધી હતી અને ભારતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

વારાણસી ખાતે અગ્રણી નાગરિકો સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ તેમને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ વારાણસીને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન અપાવવા માટે કાર્યરત બનવા જણાવ્યું હતું.

AP/J.Khunt