પ્રધાનમંત્રી થેરેસા મેના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ 2018ના રોજ યુકેનાસત્તાવાર મહેમાન તરીકે મુલાકાત લીધી. બંને દેશના વડાઓએ વ્યાપક સ્તરીય અને રચનાત્મક ચર્ચા વિચારણા હાથ ધરી અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર અમારી વ્યુહાત્મક ભાગીદારી અને વધી રહેલીએકરૂપતાના મહત્વને દર્શાવ્યું. પ્રધાનમંત્રી મોદી અગામી 19-20 એપ્રિલ 2018ના રોજ લંડનમાં યોજાનારી કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટની બેઠકમાં પણ ભાગ લેશે.
વિશ્વની સૌથી જૂની અને વિશાળ લોકશાહી ધરાવતા દેશો તરીકે ભારત અને યુકેની સ્વાભાવિક મહત્વાકાંક્ષા સહભાગી મુલ્યો, સમાન કાયદાઓ અને સંસ્થાઓના આધાર પર આપણી વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવાની છે. આપણે રાષ્ટ્રમંડળના પ્રતિબદ્ધ સભ્યો છીએ. આપણે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કે, જે એકપક્ષી પ્રક્રિયાઓનો સખત વિરોધ કરે છે અને જે બળ અને જબરદસ્તીપૂર્વક તે વ્યવસ્થાણે હાની પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તેમના પ્રત્યે આપણે સહભાગી વૈશ્વિક પહોંચ અને પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ. આપણે આપણા રાષ્ટ્રો વચ્ચે અસંખ્ય અંગત અને વ્યવસાયિક જોડાણો ધરાવતો જીવંત સેતુ ધરાવીએ છીએ.
યુકે અને ભારત સહભાગી અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે એકબીજા તેમજ અન્ય રાષ્ટ્રમંડળ સભ્ય રાષ્ટ્રો, રાષ્ટ્રમંડળ સચિવ અને અન્ય ભાગીદાર સંસ્થાનો સાથે મળીને નજીકથી કામ કરશે. આપણે રાષ્ટ્રમંડળનું નવસર્જન કરવા કટિબદ્ધ છીએ અને ખાસ કરીને નાના અને સંવેદનશીલ રાષ્ટ્રો અને આપણા યુવાનો કે, જે રાષ્ટ્રમંડળની કુલ જનસંખ્યાનો 60%ભાગ આવરી લે છે તેમના પ્રત્યે આના મહત્વને અંકિત કરવા માટે પણ આપણે પ્રતિબદ્ધ છીએ. કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટીંગ એ આ પ્રકારના પડકારોને પહોંચી વળવા માટે એક મહત્વની તક છે કારણ કે આપણે સાથે મળીને શિખર સંમેલનના અધિકૃત વિષય“સમાન ભવિષ્ય તરફ” હેઠળ એકત્રિત થયા છીએ. ખાસ કરીને યુકે અને ભારત નીચેના પગલાઓ લઈને તમામ રાષ્ટ્રમંડળના નાગરિકો માટે વધુ સંતુલિત, સમૃદ્ધ, સુરક્ષિત અમે ન્યાયપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે સંકલ્પો લેશે.
રાષ્ટ્રમંડળ અને વિશ્વ પર્યાવરણ દિવસ 2018ના યજમાન તરીકેની ભારતની ભૂમિકાના માધ્યમથી પ્લાસ્ટિક પ્રદુષણનો નિકાલ લાવવા માટે સહયોગાત્મક વૈશ્વિક કાર્યોને પ્રોત્સાહન આપવું.
રાષ્ટ્રમંડળના સભ્ય રાષ્ટ્રોને સાયબર સુરક્ષા ક્ષમતા વધારવા માટે વ્યાવહારિક મદદ પૂરી પાડવી.
રાષ્ટ્રમંડળનાં સભ્ય રાષ્ટ્રોને તકનીકિ સહાય પૂરી પાડીને અને રાષ્ટ્રમંડળના નાના રાષ્ટ્રોની કચેરીઓને વધુ સહાય આપીને તેમને વિશ્વવ્યાપારસંગઠન (ડબ્લ્યુટીઓ) વેચાણસુવિધા કરારનો અમલ કરવા માટે મદદ પૂરી પાડવી.
ટેકનોલોજી ભાગીદારી
યુકે-ઇન્ડિયાની તકનીકિ ભાગીદારી એ આપણા સંયુક્ત દ્રષ્ટિકોણમાં અને આપણી સમૃદ્ધિમાં આજે અને આવનારી પેઢી માટે પણ કેન્દ્ર સ્થાને છે. આપણા રાષ્ટ્રો તકનીકિ ક્રાંતિમાં સૌથી આગળના મોરચા પર છે. આપણે જ્ઞાન વહેંચીશું, સંશોધન પર સહયોગ સાધીશું, નવી શોધખોળ કરીશું અને આપણા બંને વિશ્વ કક્ષાના નવીનીકરણ કેન્દ્રો વચ્ચે ભાગીદારીની સ્થાપના કરીશું. આપણે ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીની તકોનું નિર્માણ કરવા માટે, ઉત્પાદકતામાં વૃદ્ધિ લાવવા માટે, વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે તેમજ સમાન પડકારોને પહોંચી વળવા માટે આપણી પૂરકતકનીકિશક્તિને સ્થાપિત કરીશું.
આપણા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા, આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (એઆઈ), ડિજિટલ અર્થતંત્ર, સ્વાસ્થ્યતકનીક, સાયબર સુરક્ષાનાં મહત્વને સમજીને અને સ્વચ્છ વિકાસ, સ્માર્ટ શહેરીકરણ અને ભવિષ્યના પરિવહનને પ્રોત્સાહન આપીને તેમજ સાથે-સાથે આપણા યુવાનોનાં ભવિષ્યના કૌશલ્યો અને ક્ષમતાઓનો વિકાસ કરી બંને પક્ષો ભવિષ્યમાં વિકસી રહેલી ટેકનોલોજી પરના તેમના સહયોગને વિસ્તૃત બનાવશે.
વિકસી રહેલી આપણી દ્વિપક્ષીય ભાગીદારીના ભાગરૂપે ભારત સરકાર ભારતમાં એક યુકે-ઇન્ડિયા ટેક હબનું નિર્માણ કરવા માટેની પહેલનું સ્વાગત કરે છે. આ ટેક હબ હાઈ ટેક કંપનીઓને એકસાથે એકત્રિત કરશે અને રોકાણ તથા નિકાસની તકોનું નિર્માણ કરશે તેમજ ભારતના મહત્વાકાંક્ષી જીલ્લાઓ કાર્યક્રમ અંતર્ગત ભવિષ્યના પરિવહન, અગ્રિમઉત્પાદન અને આરોગ્ય સેવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહીતની સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજી અને અગ્રિમનીતિ સહયોગ માટે એક નવું મંચ પૂરું પાડશે. આપણે સંયુક્ત નવીનીકરણ તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે યુકે પ્રાદેશિક અને ભારતીય રાજ્ય સ્તરીય ટેક ક્લસ્ટરની એક નવી ભાગીદારી શ્રેણીઓનું નિર્માણ કરીશું. બંને સરકારની સહાયથી અમે એક ભારત યુકે ટેક સીઈઓ ગઠબંધનની પણ જાહેરાત કરી છે, ઉદ્યોગો આધારિત એપ્રેન્ટીસશીપ યોજનાઓ સહીત કૌશલ્યો અને નવી ટેકનોલોજી પર આધારિત એક ટેક યુકે/નાસકોમ એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં છે અને ભારતમાં ફિનટેક તથા બહોળી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક નવા યુકે ફિનટેક રોકેટશીપ પુરસ્કારોનો પણ પ્રારંભ કર્યો છે.
બંને પક્ષો પ્રાથમિકતા ધરાવતા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે વિજ્ઞાન, સંશોધન અને પ્રોદ્યોગિકીનાં ક્ષેત્રોમાં ભારત અને યુકેની સૌથી શ્રેષ્ઠ પ્રતિભાઓનો ઉપયોગ કરી રહ્યા છે. યુકે એ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંશોધન અને નવીનીકરણ ભાગીદાર રાષ્ટ્ર છે. યુકે-ઇન્ડિયા ન્યુટન ભાભા કાર્યક્રમ અંતર્ગત2021 સુધીમાં સંયુક્ત સંશોધન અને નવીનીકરણ માટે400 મિલિયન પાઉન્ડનાંપુરસ્કારો આપવામાં આવશે. અમે યુકે અને ભારતને વધુ સુરક્ષિત અને રાખાવા માટે, તંદુરસ્ત સ્થાન બનાવવા માટે આરોગ્ય પરના અમારા સંબંધને પણ વધુ ઊંડા બનાવીશું જેમાં એઆઈ અને ડિજિટલ સ્વાસ્થ્યપ્રોદ્યોગિકીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
વેપાર, રોકાણ અને નાણા
નવી વેપારી વ્યવસ્થાઓ વિકસિત કરવા માટે બંને નેતાઓ એક બહુઆયામીનવીભારત-યુકે વેપાર ભાગીદારીનું નિર્માણ કરવા અંગે સહમત થયા કારણ કે યુકે તેની સ્વતંત્ર વેપારી નીતિઓની જવાબદારી સ્વીકારે છે, બંને દિશાઓમાં રોકાણને અનુકુળ બનાવે છે તેમજ સહભાગી અથવા પુરક શક્તિઓ માટે સહયોગને વધુ મજબુત બનાવે છે. તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલી યુકે ભારત સંયુક્ત વેપાર સમીક્ષાના સૂચનોને ધ્યાનમાં રાખીને અમેક્ષેત્ર આધારિત રોડમેપ પર સાથે મળીને કામ કરીશું, વેપાર માટેના અંતરાલોને હળવા બનાવીશું, બંને દેશોમાં વેપાર કરવાની સરળતા ઉભી કરીશું અને યુકે યુરોપીય સંઘમાંથી અલગ થયા પછી એક મજબુત દ્વિપક્ષીય વેપારી સંબંધનું નિર્માણ કરીશું. યુરોપીય સંઘમાંથી યુકેના અલગ થયા પછીનાં સમયગાળા દરમિયાન યુકે- ભારત સંધીને યથાવત રાખવાની પણ ખાતરી આપીએ છીએ અને આ સમયગાળા પછી સુસંગત યુરોપીય સંઘ-ભારત સંધીનું સ્થાનાંતર કરવાની જરૂરી વ્યવસ્થાઓ પણ કરીશું.
નેતાઓએ સંતુલિત વૃદ્ધિ અને વિકાસ પ્રાપ્ત કરવા માટે નિયમો આધારિત બહુઆયામી વેપારી વ્યવસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ મુક્ત, ન્યાયી અને ખુલ્લા વેપારી વાતાવરણમાં વધારો કરવાની જરૂરિયાત ઉપર પુનઃ ભાર મુક્યો. તેમણે વિશ્વ વેપારી સંગઠનના તમામ સભ્ય રાષ્ટ્રો સાથે મળીને કામ કરવાની અને સંયુક્તકાર્યસમૂહ અંતર્ગત ચર્ચા હાથ ધરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કે જે વૈશ્વિક નિયમ આધારિત વ્યવસ્થાતંત્રને અને તેને ટાંકવામાં ડબ્લ્યુટીઓની ભૂમિકાની સહભાગી પ્રતિબદ્ધતાને ટેકો આપશે.
યુકે એ ભારતમાં છેલ્લા દસ વર્ષોમાં સૌથી મોટું જી20 રોકાણકાર રહ્યું છે અને યુકેમાં ભારતના ચોથા નંબરના સૌથી વિશાળ રોકાણ પ્રકલ્પો આવેલા છે. આપણે આપણી પ્રાથમિકતાઓની પારસ્પરિક સમજણને વધુ સરળ બનાવવા માટે અને સહયોગ માટેની ભવિષ્યની તકોની સમીક્ષા કરવા માટે એક નવી ચર્ચા-વિચારણાનો પ્રારંભ કરીશું.
ભારતે યુકે દ્વારા યુકેમાં ભારતીય રોકાણકારો માટે એક પારસ્પરિક ઝડપી કાર્ય પ્રણાલી ઉભી કરીને ભારતીય ઉદ્યોગોને વધારાનો ટેકો પૂરો પાડવાના નિર્ણયને આવકાર્યો. નિયામક વાતાવરણને સુધારવામાં ટેકનીકલ સહયોગને લગતો કાર્યક્રમ મદદ કરશે. બંને પક્ષો વેપારીઓ દ્વારા લેવામાં આવેલ પહેલોને સહાય કરશે જેમાં યુકે-ભારત સીઈઓ મંચ કે જે ભારત અને યુકે માટે સંયુક્ત સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આજે મળી હતી તેના દ્વારા પ્રસ્તાવિત પહેલોનો પણ સમાવેશ થાય છે.
વૈશ્વિક નાણાતંત્ર અને રોકાણમાં લંડન શહેર દ્વારા ભજવવામાં આવેલ મહત્વની ભૂમિકાની પણ સરાહના કરી. લંડન સ્ટોક એક્સચેન્જમાં જાહેર કરવામાં આવેલ રૂપિયાના મૂલ્યવાળા “મસાલા બોન્ડ્સ”માં વૈશ્વિક મુલ્યનો આશરે 75% ભાગ ગ્રીન બોન્ડનો આ પ્રકારનો ત્રીજો ભાગ છે.
ભારતના ફ્લેગશીપ કાર્યક્રમ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત ભારત સરકાર અને યુકેના સંયુક્ત પહેલ ધ ગ્રીન ગ્રોથ ઈક્વીટી ફંડ (જીજીઈએફ) એ ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રને નાણાકીય મદદ પૂરી પાડશે. બંને પક્ષે120મિલિયન પાઉન્ડની પ્રતિબદ્ધતા સાથે જીજીઈએફ એ સંસ્થાગત રોકાણકારો પાસેથી 500મિલિયન પાઉન્ડ સુધી વધવાની સંભાવના છે. જીજીઈએફ એ ભારતના વર્ષ 2020 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા 175 ગીગાવોટ સુધી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને સાથે જ સ્વચ્છ વાહનવ્યવહાર, જળ અને કચરા વ્યવસ્થાપન જેવા અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં પણ રોકાણ કરશે. અમે ઊર્જા અને માળખાગત બાંધકામ નીતિ જેવા ભવિષ્યના સહયોગમાં પણ આગળ વિચારણા હાથ ધરી રહ્યા છીએ તેમજ સ્માર્ટ શહેરીકરણ પર સાથે મળીને કામ કરવા અંગે પણ સહમત થયા છીએ.
અમે આપણા બંને દેશો વચ્ચે ફિનટેકસંવાદની શરૂઆતને પણ આવકારી છે જેમાં પ્રસ્તાવિત નવા નિયામક સહયોગ સંધીનો પણ સમાવેશ થાય છે. અમારી નાણાકીય સેવાઓમાં સહયોગ એ નાદારી, પેન્શન અને વીમામાં બજારને વિકસિત કરવામાં મદદ કરવા માટે એક તકનીકિ સહયોગના કાર્યક્રમ વડે વૃદ્ધિ પામશે. વધુમાં, આ ક્ષેત્રોમાં સહયોગ એ નાણા મંત્રીઓ જયારે આ વર્ષ પછી આર્થિક અને નાણાકીય સંવાદના દસમાં રાઉન્ડ વખતે મળશે ત્યારે તેમના દ્વારા શરૂ થશે.
ભારત અને યુકેએ આજના વૈશ્વિક વાતાવરણમાં જોડાણના મહત્વનો પણ સ્વીકાર કર્યો. તેમણે એ બાબત પર ભાર મુક્યો કે જોડાણની પહેલો એ મુખ્ય સિદ્ધાંતો જેવા કે સુશાસન, કાયદાના નિયમો, મુક્ત વાતાવરણ અને પારદર્શકતા વેગેરે પર આધારિત હોવી જોઈએ, તે સામાજિક અને પર્યાવરણીય માનાંકોને, નાણાકીય જવાબદારીઓના સિદ્ધાંતોને, જવાબવહ ડેબ્ટ-ફાયનાન્સ પ્રક્રિયાઓને અનુસરતી હોવી જોઈએ અને તે એ રીતે આગળ વધવી જોઈએ કે જે આંતરરાષ્ટ્રીય ઋણો, માનાંકો, શ્રેષ્ઠ પ્રક્રિયાઓને સન્માન આપે અને મૂર્ત પરિણામો પુરા પાડે.
જવાબદાર વૈશ્વિક નેતૃત્વ
નેતાઓએ જળવાયુ પરિવર્તન વિરુદ્ધના યુદ્ધમાં આગેવાની કરવા અંગેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ એ બાબત નોંધી કે જળવાયુ પરિવર્તનના મુદ્દાને સંબોધન કરીને અને ઊર્જાના સુરક્ષિત, સસ્તા અને સંતુલિત પુરવઠા એ મહત્વની સહકારી પ્રાથમિકતાઓ છે અને તેઓ ટેકનોલોજી નવીનીકરણ, જ્ઞાન વહેંચણી, ક્ષમતા નિર્માણ, વેપાર અને રોકાણ તેમજ પરિયોજનાની સ્થાપનના માધ્યમથી વિકાસનો ખર્ચો ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાના પ્રકલ્પોની સ્થાપના કરવા અંગે સંમત થયા છે.
યુકેએ ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધન (આઈએસએ)ની સ્થાપના વડે લેવાયેલ સક્રિય પગલાનું સ્વાગત કર્યું. નેતાઓએ બંને દેશની સરકારના સહયોગ વડે કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટીંગ સપ્તાહના ભાગરૂપે આઈએસએ અને લંડન સ્ટોક એક્સચેન્જ (એલએસઈ)ની સંયુક્ત બેઠક સફળતાપૂર્વક યોજાઈ ગઈ તે વાતનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં યુકે દ્વારા ગઠબંધનમાં જોડાવાની બાબતને નોંધવામાં આવી અને સૌરઅર્થતંત્ર, નવી પેઢીની સૌર ટેકનોલોજીનું નિર્માણ, અને આઈએસએના હેતુઓ પુરા પાડવામાં મદદ કરવા માટે યુકે અને આઈએસએના પ્રસ્તાવિત ગઠબંધનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નાણાકીય સંસ્થાન કે જે લક્ષ્યાંકિત આઈએસએ દેશોમાં વર્ષ 2030 સુધીમાં સૌરઊર્જામાં 1000 બિલિયન અમેરીકી ડોલરથી વધુના રોકાણની ગતિવિધિ તરફના આઈએસએના લક્ષ્યાંકને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે તેનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો.
સમૃદ્ધ લોકશાહી તરીકે, અમે નજીકથી એકબીજા સાથે મળીને અને એવા તમામ લોકોની સાથે કે જેઓ સંમતિપૂર્વકના આંતરરાષ્ટ્રીય કાયદાઓ, વૈશ્વિક શાંતિ અને સંતુલીત નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય કાયદાવાળા સમાજને ટેકો આપવાના અમારા હેતુઓ સાથે સંમત થાય તે દરેકની સાથે કામ કરવાની અમે ઈચ્છા ધરાવીએ છીએ. યુકે અને ભારત એ સાથે મળીને એક અનિશ્ચિત વિશ્વમાં સારા કાર્યોને પ્રોત્સાહન આપનાર દેશો છે. અમે વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે અમારા અનુભવો અને જ્ઞાનને વહેંચીએ છીએ. ભારતનો બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) અને યુકેની કેન્સર અનુસંધાન સંસ્થાને 10મિલિયન પાઉન્ડના દ્વિપક્ષીય સંશોધન પહેલો શરૂ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે કે જે કેન્સરનીસારનાર માટે સસ્તી સારવારનું સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. યુકેની બાયોટેકનોલોજી અને બાયોલોજીકલ સાયન્સ રીસર્ચ કાઉન્સિલ તેમજ ડીબીટી સાથે મળીને સ્માર્ટ કૃષિ માટેના એક મુક્ત સંસાધન માહિતી મંચ “ખેડૂત ઝોન” પહેલનું નેતૃત્વ કરશે કે જે બાયોલોજીકલ સંશોધન અને માહિતીનો ઉપયોગ વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલા નાના અને મધ્યમ કદના ખેડૂતના જીવનસ્તરને સુધારવામાં કરશે. ડીબીટી યુકેના પ્રાકૃતિક પર્યાવરણ સંશોધન સમિતિ (એનઈઆરસી) સાથે પણ “સંતુલિત પૃથ્વી તરફ” આ પહેલ બાજુ પણ ભાગીદારી કરશે કે જે સંતુલિત અને સ્થિતિસ્થાપક માનવ વિકાસ માટે સંશોધન અને નવીનીકરણને પ્રાથમિકતા આપવા તરફ અગ્રેસર છે.
અમે વર્ષ 2030 સુધીમાં ગરીબીને નાબુદ કરવા માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમારી વૈશ્વિક વિકાસ પરની અમારી ભાગીદારીને વધુ મજબુત બનાવીશું. અમે એ બબતની પણ ખાતરી કરીશું કે વધુ સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્ય માટે વધેલા નાણાકીય વ્યવહારો, નવા બજારો, વેપાર, રોકાણ, જોડાણો અને આર્થિક સંકલનમાં શક્ય હોય તેટલા વધુમાં વધુ દેશો, અને ગરીબમાં ગરીબ તેમજ સૌથી પછાતને પણ સહભાગી બનાવી શકાય.
સંરક્ષણ અને સાયબર સુરક્ષા
વર્ષ 2015માં અમે અમારા સંબંધોમાં સુરક્ષા અને સૈન્ય સંરક્ષણને મુખ્ય આધારશીલા બનાવવા માટે એક નવી સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ભાગીદારી (ડીઆઈએસપી)ની પ્રતિજ્ઞા લીધી હતી. અમે જે પડકારોનો સતત સામનો કરી રહ્યા છીએ તેમની પ્રકૃતિ સતત બદલાતી રહી છે આથી અમારે તેમના પ્રતિકારમાં પણ નવીનિકરણ અને ચપળતા રાખવી પડશે. અમે એવી ટેકનોલોજીની રચના, નિર્માણ અને ઉત્પાદન કરીશું કે જે આ પડકારોને પહોંચી વળે અને અમારા સુરક્ષા અને લશ્કરી દળો આ ટેકનોલોજી, ક્ષમતાઓ અને સાધનો એકબીજા સાથે વહેંચશે.
એક સુરક્ષિત, મુક્ત, ખુલ્લું, વ્યાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક એ ભારત, યુકે અને તમામ આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં છે. યુકે અને ભારત ચાંચિયાગીરી જેવા પડકારોને પહોંચી વળવા, વહાણવટાની સ્વતંત્રતા અને મુક્ત પહોંચની સુરક્ષા કરવા તેમજ પ્રદેશમાં દરિયાઈ વિસ્તારની જાગૃતિ વધારવા માટે પણ સાથે મળીને કામ કરશે.
અમે સાયબરસ્પેસમાં સુરક્ષા સાથે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું અમલીકરણ કરી શકાય તેવા માળખા દ્વારા સાયબર આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સંતુલનને પ્રોત્સાહન આપવા માટે અમારા સહયોગને વધુ આગળ વધારવા અંગે પણ સહમત થયા છીએ.
આતંકવાદનો પ્રતિકાર
બંને દેશના નેતાઓએ ભારત અને યુકેમાં આતંકવાદ અને આતંકવાદની તમામ ગતિવિધિઓને નેસ્તનાબૂદ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ એ બાબતની પણ ખાતરી આપી કે ત્રાસવાદને કોઈપણ રીતે ન્યાયપૂર્ણ ન કહી શકાય પછી તે કોઈપણ પૃષ્ઠભૂમિ ઉપર જ કેમ ના હોય અને તેને કોઈપણ ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા કે વંશવાદ સાથે પણ જોડવો ન જોઈએ.
બંને નેતાઓ એ બાબતે સંમત થયા કે આતંકવાદી અને ઉગ્રવાદી સંસ્થાઓને નિર્દોષ લોકો પર અત્યાચાર કરવા, તેમની ભરતી કરવા અને તેમના પર હુમલા કરવા માટે પોતાના દેશની ધરતીનો ક્યારેય ઉપયોગ ન કરવા દેવો અને તે માટે તમામ દેશોએ આતંકવાદી જોડાણો તોડી પાડવા માટે, તેમના મળી રહેલી નાણાકીય મદદ રોકવા માટે સાથે મળીને કામ કરવું.
બંને નેતાઓ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીન, હક્કાની નેટવર્ક, અલકાયદા, આઈએસઆઈએસ અને સંલગ્ન સંસ્થાઓ જેવા વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલ કુખ્યાત આતંકવાદી અને આતંકવાદી સંગઠનો સામે પોતાના દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે નિર્ણયાત્મક અને મજબુત પગલાઓ ભરવા માટે પોતાના સહયોગને વધુ મજબુત બનાવવા અંગે અને સાથે-સાથે આ બધી બાબતોમાં મહત્વનો ફાળો આપનારા ઓનલાઈન કટ્ટરવાદ અને હિંસક ઉગ્રવાદ સામે લડવા અંગે પણ સહમત થયા.
સેલ્સબરીમાં થયેલા આઘાતજનક સ્નાયુ ગેસ હુમલાના પગલે યુકે અને ભારતે કેમિકલ શસ્ત્રોના ઉપયોગ અને પ્રસારણના વિરુદ્ધમાં નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રસારણપ્રથાઓને વધુ મજબુત બનાવવા અંગે પોતાના સહભાગી હિતનું પુનઃઉચ્ચારણ કર્યું હતું. તેમણે સીરીયન અરબ રિપબ્લિકમાં કેમિકલ શસ્ત્રોના ઉપયોગ અંગેના સતત આવી રહેલા અહેવાલો અંગે પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી. તેમણે કોઈપણ પરિસ્થિતી હેઠળ, કોઈપણ વ્યક્તિ દ્વારા, કોઈપણ સમયે, કોઈપણ સ્થળે કેમિકલ શસ્ત્રોનાં ઉપયોગનો સખત વિરોધ કર્યો અને રસાયણિકહથિયાર નિષેધસંધીનાં અસરકારક અમલીકરણને વધુ મજબુત બનાવવા અંગે પોતાની કટિબદ્ધતા દર્શાવી. તેમણેતાત્કાલિક તપાસની જરૂરિયાત પર ભાર મુક્યો અને ખાસ એ બાબત નોંધી કે રસાયણિક શસ્ત્રોના કોઈપણ પ્રકારના ઉપયોગ અંગેની તપાસ ચુસ્તપણે સંધીની જોગવાઈઓને અનુરૂપ થાય.
શિક્ષણ અને લોકોવચ્ચે સંપર્ક
અમે શ્રેષ્ઠ અને સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ અને કામ કરવા માટે આવકારીએ છીએ ખાસ કરીને એવા વિષયો અને ક્ષેત્રોમાં કે જે એવા કૌશલ્ય એ ક્ષમતાઓનો વિકાસ કરે જેથી આપણા બંને દેશોની સમૃદ્ધિમાં વધારો થાય.
બંને નેતાઓએ 2017માં ભારત-યુકે સંસ્કૃતિ વર્ષની સફળતાપૂર્વકની પુર્ણાહુતીની પ્રશંસા કરી. સમગ્ર વર્ષ દરમિયાનના કાર્યક્રમમાં અભૂતપૂર્વ સાંસ્કૃતિક આદાન-પ્રદાન જોવા મળ્યું જેમાં બંને દેશોના કલાત્મક, સંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરાઓનો સમાવેશ થાય છે અને તે ઊંડા સાંસ્કૃતિક સંબંધોની એક મજબુત રીતે ગઠિત ઉજવણી હતી કે જે ભારત અને યુકેને બાંધી રાખે છે.
બંને નેતાઓએ ભારતમાં બ્રિટીશ કાઉન્સિલની 70મી જયંતીને અને શિક્ષકોને તાલીમ આપવાના, યુવાનો માટે કૌશલ્ય કાર્યક્રમોને રજુ કરવાના તેમજ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ટેકો આપવાના તેના કાર્યને આવકાર આપ્યો.
બંને દેશના નેતાઓ એ બાબત પર સંમત થયા કે એ બંને દેશના લોકો વચ્ચેનો જીવંત સેતુ જ છે કે જે સૌથી મોટો આશાવાદ જન્માવે છે, ભારત અને યુકેની આગામી પેઢી વચ્ચે વધુ સશક્ત અને મજબુત સંકલન તેમજ આદાન-પ્રદાન રહેશે. નેતાઓ આ જીવંત સેતુને સહાય કરવા અને તેને પ્રોત્સાહન આપવા અંગે પણ સહમત થયા.
ઉપસંહાર
અમે અમારા ખાસ સંબંધોને આગામી વર્ષોમાં ઉભરતા અને સુધરતા જોઈને તેને વ્યુહાત્મક ભાગીદારી બનાવવા અંગે પ્રતિબદ્ધ છીએ કે જે સમગ્ર વિશ્વ અને સદીમાં ફેલાયેલા છે. અમે અમારા વ્યાપાર, સાંસ્કૃતિક અને બુદ્ધિજીવી નેતાઓને પ્રોત્સાહન આપીએ છીએ કે તેઓ અસંખ્ય ચર્ચા-વિચારણાઓ હાથ ધરે કે જે અગાઉથી જ ભારત અને યુકેને જોડતી કડીઓ છે જેમાં કુટુંબથી લઈને નાણાકીય બાબતો, વેપારથી લઈને બોલીવુડ, ખેલકૂદથી લઈને વિજ્ઞાન સુધીનો સમાવેશ થાય છે જેથી કરીને કરોડો વધુ બ્રિટીશરો અને ભારતીયો આદાન-પ્રદાન કરે અને શીખે, પ્રવાસ કરે, વેપાર કરે અને એકસાથે મળીને રહે.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી થેરેસા મેનો તેમજ યુકેની સરકારનો તેમની અને તેમના પ્રતિનિધિ મંડળની હૂંફાળી મહેમાનગતિ કરવા બદલ આભાર માન્યો અને તેમને આગામી સમયમાં ભારત આવવા માટે આમંત્રણ પાઠવ્યું.