પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે યુએઈની સત્તાવાર મુલાકાતે અબુધાબી પહોંચ્યા હતા. એક વિશેષ અને ઉષ્માપૂર્ણ ચેષ્ટા સ્વરૂપે યુએઈના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
બંને નેતાઓએ એક પછી એક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરી અને સહકારના નવા ક્ષેત્રો પર ચર્ચા કરી. તેમણે વેપાર અને રોકાણ, ડિજિટલ માળખાગત સુવિધા, ફિનટેક, ઊર્જા, માળખાગત સુવિધા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં જોડાણ સહિત તમામ ક્ષેત્રોમાં વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાનું સ્વાગત કર્યું હતું. ચર્ચાઓમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.
બંને નેતાઓએ નીચેની બાબતોનું આદાનપ્રદાન નિહાળ્યું હતુંઃ
દ્વિપક્ષીય રોકાણ સંધિઃ આ સમજૂતી બંને દેશોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય સહાયક બની રહેશે. ભારતે યુએઈ સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ અને વિસ્તૃત આર્થિક ભાગીદારી કરાર બંને પર હસ્તાક્ષર કર્યા છે.
ઇલેક્ટ્રિકલ ઇન્ટરકનેક્શન અને ટ્રેડના ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ: આ ઊર્જા ક્ષેત્રમાં સહયોગના નવા ક્ષેત્રો ખોલે છે, જેમાં ઊર્જા સુરક્ષા અને ઊર્જા વેપારનો સમાવેશ થાય છે.
ભારત અને યુએઈ વચ્ચે ભારત–મધ્ય પૂર્વના આર્થિક કોરિડોર પર આંતરસરકારી માળખાગત સમજૂતી : આ સમજૂતી અગાઉની સમજૂતીઓ અને સહકારને આધારે તૈયાર થશે તથા પ્રાદેશિક જોડાણને વેગ આપવા માટે ભારત અને યુએઈ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપશે.
ડિજિટલ માળખાગત પ્રોજેક્ટ્સમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ): આ ડિજિટલ માળખાગત ક્ષેત્રમાં રોકાણ સહકાર સહિત વિસ્તૃત સહકાર માટે માળખું ઊભું કરશે તથા ટેકનિકલ જ્ઞાન, કૌશલ્ય અને કુશળતાની વહેંચણીમાં પણ મદદ કરશે.
બંને દેશોની નેશનલ આર્કાઈવ્ઝ વચ્ચે સહકારનો પ્રોટોકોલઃ આ પ્રોટોકોલ આ ક્ષેત્રમાં વિસ્તૃત દ્વિપક્ષીય સહકારને આકાર આપશે, જેમાં આર્કાઇવ્ડ મટિરિયલની પુનઃસ્થાપના અને જાળવણી સામેલ છે.
હેરિટેજ અને મ્યુઝિયમના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ): આ બંને દેશો વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપશે, જેનો ઉદ્દેશ ગુજરાતનાં લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને ટેકો આપવાનો છે.
તાત્કાલિક ચુકવણી પ્લેટફોર્મ – યુપીઆઈ (ભારત) અને એએએનઆઈ (યુએઈ)ને એકબીજા સાથે જોડવા પર સમજૂતી: તેનાથી બંને દેશો વચ્ચે સરહદ પારથી અવિરત વ્યવહારોની સુવિધા મળશે. માનનીય પ્રધાનમંત્રીની અબુ ધાબીની મુલાકાત દરમિયાન ગયા વર્ષે જુલાઈમાં ચુકવણી અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા અંગેના સમજૂતી કરારને પગલે આ સમજૂતી થઈ છે.
સ્થાનિક ડેબિટ/ક્રેડિટ કાર્ડને એકબીજા સાથે જોડવા પર સમજૂતી – જેએવાન (યુએઈ) સાથે રૂપે (ભારત) : નાણાકીય ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું, તેનાથી સમગ્ર યુએઈમાં રૂપેની સાર્વત્રિક સ્વીકૃતિમાં વધારો થશે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઈના સ્થાનિક કાર્ડ જયવાનના લોન્ચ પર અભિનંદન પાઠવ્યા હતા, જે ડિજિટલ રૂપે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સ્ટેક પર આધારિત છે. નેતાઓએ જેવન કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વ્યવહારના સાક્ષી બન્યા.
નેતાઓએ ઊર્જા ભાગીદારીને મજબૂત બનાવવાની પણ ચર્ચા કરી હતી. તેમણે એ વાતની પ્રશંસા કરી હતી કે, યુએઈ ક્રૂડ અને એલપીજીનાં સૌથી મોટાં સ્ત્રોતોમાં સામેલ હોવા ઉપરાંત ભારત હવે એલએનજી માટે લાંબા ગાળાનાં કોન્ટ્રાક્ટ કરી રહ્યું છે.
આ મુલાકાત પૂર્વે આરઆઇટીઇએસ લિમિટેડે અબુધાબી પોર્ટ્સ કંપની અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે અબુધાબી પોર્ટ્સ કંપની સાથે કરાર કર્યો હતો. આ બંદરની માળખાગત સુવિધા ઊભી કરવામાં અને બંને દેશો વચ્ચે જોડાણ વધારવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ અબુ ધાબીમાં બીએપીએસ મંદિરનાં નિર્માણ માટે જમીન મંજૂર કરવામાં તેમની ઉદારતા અને વ્યક્તિગત સાથસહકાર બદલ રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો આભાર માન્યો હતો. બંને પક્ષોએ નોંધ્યું હતું કે, બીએપીએસ મંદિર યુએઈ–ભારતની મૈત્રી, ઊંડાં મૂળિયાં ધરાવતાં સાંસ્કૃતિક જોડાણ તથા સંવાદિતા, સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે યુએઈની વૈશ્વિક કટિબદ્ધતાનું પ્રતીક છે.
AP/GP/JD
Upon his arrival in Abu Dhabi, PM @narendramodi was warmly received by UAE President, HH @MohamedbinZayed at the airport. pic.twitter.com/U2ONrQU4Tn
— PMO India (@PMOIndia) February 13, 2024
Had an excellent meeting with my brother HH @MohamedBinZayed. India-UAE friendship is growing stronger and stronger, greatly benefitting the people of our nations. pic.twitter.com/QTdYgrMN3o
— Narendra Modi (@narendramodi) February 13, 2024
كان لقاءً ممتازاً مع أخي صاحب السمو الشيخ @MohamedBinZayed. إن الصداقة بين الهند والإمارات العربية المتحدة تنمو بشكل أقوى وأقوى، مما يفيد شعبينا بشكل كبير. pic.twitter.com/HSZlAZRmXX
— Narendra Modi (@narendramodi) February 13, 2024