Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતની લૂક ઇસ્ટ પોલિસી અને પડોશી પ્રથમની નીતિઓમાં ભાગીદાર તરીકે મ્યાન્મારની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. આ માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની મ્યાન્માર મારફતે દક્ષિણ પૂર્વ એશિયાનાં દેશો સાથેનું જોડાણ કટિબદ્ધતા જળવાઈ રહેશે, જેમાં માર્ગ, બંદર અને અન્ય માળખાગત સુવિધાઓનું નિર્માણ સામેલ છે. ભારત મ્યાન્મારની પોલીસ, મિલિટરી અને સરકારી અધિકારીઓ માટે ક્ષમતા વધારવા માટે સાથસહકાર આપવા માટેની દ્રઢતા પણ જાળવી રાખશે. બંને નેતાઓ સંમત થયા હતાં કે, બંને દેશોનાં નાગરિકો વચ્ચે જોડાણથી ભાગીદારીનાં આધારમાં વધારો થશે એટલે બંને દેશો વચ્ચે હવાઈ જોડાણની સુવિધામાં વધારાને તેઓ આવકારે છે અને મ્યાન્મારમાં ભારતનાં વ્યાવસાયિકોનો રસ વધી રહ્યો છે, જેમાં ભારત સરકારની યાંગોનમાં નવેમ્બર, 2019નાં અંતે સીએલએમવી દેશો (કમ્બોડિયા, લાઓસ, મ્યાન્માર અને વિયેતનામ) માટે એક બિઝનેસ કાર્યક્રમનું આયોજન સામેલ છે.

સ્ટેટ કાઉન્સેલરે એમની સરકારની ભારત સાથેની ભાગીદારી સાથે સંબંધિત મહત્વને પ્રતિપાદિત કર્યું હતું તેમજ લોકશાહીનો વ્યાપ વધારવા અને મ્યાન્મારમાં વિકાસની પ્રક્રિયામાં ભાગીદારીને વધારે ગાઢ બનાવવા માટે ભારતનાં સાતત્યપૂર્ણ અને સતત સાથ-સહકારની પ્રશંસા કરી હતી.

બંને નેતાઓ સંમત થયા હતાં કે, સ્થિર અને શાંતિપૂર્ણ સરહદ અમારી ભાગીદારીને સતત વધારવા માટે મહત્વપૂર્ણ પરિબળ હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક મ્યાન્મારનાં સાથસહકાર સાથે સંલગ્ન ભારત સાથે સંબંધનાં મૂલ્ય પર ભાર મૂક્યો હતો, જેથી સુનિશ્ચિત થાય કે ભારત-મ્યાન્માર સરહદ પર ઘૂસણખોર જૂથોને સક્રિય થવાની તક ન મળે.

250 પ્રીફેબ્રિકેટેડ મકાનોનું નિર્માણ કરવાનો પ્રથમ ભારતીય પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને આ મકાનો જુલાઈમાં મ્યાન્મારની સરકારને સુપરત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રખાઇનમાં સ્થિતિનાં સંબંધમાં પ્રધાનમંત્રીએ આ રાજ્યમાં વધારે સામાજિક-આર્થિક પ્રોજેક્ટ્સો હાથ ધરવાની ભારતની તૈયારી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાંથી રખાઇન પ્રાંતમાં પોતાનાં ઘરોમાં લોકોનું ઝડપથી, સલામતી સાથે અને સતત સ્થળાંતર આ વિસ્તારનાં, વિસ્થાપિત લોકોનાં અને ત્રણ પડોશી દેશો ભારત, બાંગ્લાદેશ અને મ્યાન્મારનાં હિતમાં છે.

બંને નેતાઓ આવનારા વર્ષોમાં ઉચ્ચ સ્તરીય વાર્તાલાપનાં ઉત્સાહને જાળવી રાખવા માટે સંમત થયા હતાં, જેમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો કે, બંને દેશોનાં મૂળભૂત હિતોમાં તમામ ક્ષેત્રોમાં સાથસહકાર અને મજબૂત સંબંધો પાયારૂપ છે.

RP