1. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણથી પેરિસમાં તા. 22 અને 23 ઓગસ્ટ, 2019ના દ્વિપક્ષીય શિખર પરિષદમાં ભાગ લેવાનાં હેતુથી અને G7ની ફ્રેન્ચ પ્રેસિડેન્સીના નેજા હેઠળ બિઅરિટ્સ ખાતે તા. 25 અને 26 ઓગસ્ટના રોજ G7 શિખર પરિષદમાં સામેલ થવાના ઉદ્દેશથી ફ્રાન્સની અધિકૃત મુલાકાત લીધી હતી.
2. ભારત અને ફ્રાન્સ 1998માં વ્યુહાત્મક ભાગીદાર બન્યા હતા અને આ પરંપરાગત સંબંધો લાંબા ગાળાના વિશ્વાસપાત્ર, સમાન વિચારસરણી ધરાવતા અને સર્વગ્રાહી બની રહ્યા હતા. ભારત અને ફ્રાન્સના સંબંધો વ્યુહાત્મક ભાગીદારો વચ્ચે પરસ્પરના વિશ્વાસથી જોડાયેલા છે અને બંને દેશો હંમેશાં એક બીજાની પડખે ઉભા રહ્યા છે. આ સંબંધો માળખાગત ભાગીદારીમાં પરિણમ્યા છે અને દ્વિપક્ષીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે વિકસતા રહ્યા છે. ભારત અને ફ્રાન્સે સહયોગનાં નવાં ક્ષેત્રો ખુલ્લાં મુકીને આ ભાગીદારીના સંબંધોને એક નવી મહેચ્છાનુ સ્વરૂપ આપવા નિર્ણય કર્યો છે.
3. બંને પક્ષોએ એ બાબતની નોંધ લીધી છે કે બે વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારમાં અને આર્થિક સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ રહી છે. તેમણે એ બાબતે પુનરોચ્ચાર કર્યો છે કે ઇન્ડિયા-ફ્રાન્સ એડમિનિસ્ટ્રેટીવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (AETC) દ્વિપક્ષીય વ્યાપાર અને મૂડીરોકાણોને પ્રોત્સાહન માટે યોગ્ય માળખુ પૂરૂ પાડે છે અને સાથે-સાથે બજાર હાંસલ કરવાના મુદ્દામાં ઝડપ લાવી આર્થિક નિયોજકો (operator) માટે લાભદાયી બની રહે છે. આ સંબંધમાં એવો નિર્ણય લેવાયો છે કે વધારાના માર્ગો તથા વ્યવસ્થા બાબતે ફ્રાન્સ અને ભારતની કંપનીઓને સ્પર્શતા મુદ્દાઓને ફરીથી સંયુક્તપણે મજબૂતી બક્ષવી. બંને દેશના આગેવાનો એ બાબતે સંમત થયા છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને નાણાંકિય બાબતોમાં ઉચ્ચસ્તરીય સંવાદને શક્ય તેટલા વહેલાં ફરીથી સક્રિય સ્વરૂપ આપવુ.
4. માર્ચ, 2018માં રાષ્ટ્રપતિ મેક્રોનની ભારતની મુલાકાત વખતે વ્યક્ત કરાયેલા સંયુક્ત વિઝન અનુસાર ફ્રાન્સ અને ભારત અવકાશ સંશોધન ક્ષેત્રની કામગીરી ગાઢ બનાવવા માગે છે, કે જેથી બંને દેશો સાથે મળીને પડકારોનો સામનો કરી શકે. વિવિધ ગ્રહોનુ સંશોધન હોય કે સમાનવ અવકાશ યાત્રા હોય ફ્રાન્સ અને ભારત, અવકાશયાત્રીઓને તબીબી ક્ષેત્રે સહયોગ આપનાર કર્મચારીઓને તાલિમ આપવાની બાબતને આવકારે છે. આ તાલિમ ભારત અન ફ્રાન્સમાં આપવામાં આવશે અને તે ભારતની વર્ષ 2022માં યોજાનારી સમાનવ અવકાશયાત્રાનો હિસ્સો બની રહેશે. બંને નેતાઓએ સંયુકત દરિયાઈ જાણકારીના મિશનના અમલીકરણ માટેના કરાર પર કરાયેલા હસ્તાક્ષરને આવકાર્યા છે. તેમણે સ્પેસ કલાયમેટ ઓબઝર્વેટરીની પણ પ્રશંસા કરી છે, તેનાથી તૃષ્ણા સંયુક્ત મિશન ઉપરાંત ઓશનેટ-3માં આર્ગોસની ગોઠવણ તથા જલવાયુ પરિવર્તન સામે લડત આપવામાં ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સહયોગ વધશે.
5. ડિજિટલ ક્ષેત્રે બંને દેશો જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા અમલમાં હોય તેવી ખુલ્લી સલામત અને શાંતિપૂર્વકની સાયબર સ્પેસ માટે ઇચ્છા ધરાવે છે. આ ધ્યેય હાંસલ કરવા માટે બંને દેશોએ સાયબર સિક્યોરીટી અને ડિજિટલ ટેકનોલોજીનો રોડમેપ નક્કી કર્યો છ, જેનો ઉદ્દેશ ભારત અને ફ્રાન્સ વચ્ચે ખાસ કરીને હાઈ પરફોર્મન્સ કોમ્પયુટીંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે તથા સુપર કોકમ્પયુટીંગ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વિસ્તારવાનો છે. બંને દેશોએ વધુમાં સહયોગ વિસ્તારવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવન્સ્ડ કોમ્પયુટીંગ અને એટોસ માટેના સહયોગને આવકાર્યો છે.
6. બંને દેશોએ ઈન્ડસ્ટ્રીયલ વે ફોરવર્ડ એગ્રીમેન્ટ પછી બંને પક્ષો વચ્ચે 2018માં મહારાષ્ટ્રમાં જૈતાપુર ખાતે 6 ન્યુક્લિયર પવર રિએક્ટર્સ સ્થાપવા માટે યોજાયેલી NPCIL અને EDF વચ્ચેની વાટાઘાટોને આવકારી છે. તેમણે નોંધ લીધી છે કે ટેકનો-ઈકોનોમિક ઑફર અને પ્રૉજેકટના ફાયનાન્સિંગ અંગે તથા CLIND ACT અંગે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ઝડપી ઉકેલ માટે સક્રિયપણે ચર્ચા આગળ ધપાવવાનો બંને પક્ષોએ પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશોએ અણુ ઉર્જા વિભાગ (DAE) અને ફ્રેન્ચ ઓલ્ટરનટીવ એનર્જી એન્ડ એટમિક એનર્જી કમિશન (CEA) વચ્ચે સહયોગ અંગે જાન્યુઆરી 2019માં ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી કો-ઓપરેશન (GCNEP) સાથે સમજૂતીનો કરાર વધુ પાંચ વર્ષ લંબાવવાની બાબતને આવકારી છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) અને CEA વચ્ચે સેફટી લાઈટ વૉટર રિએકટર્સ (LWR) અંગે અમલીકરણનો કરાર થયો છે. બંનેએ ઈન્ટરનેશનલ થર્મો ન્યુક્લિયર એક્સપેરીમેન્ટલ રિએકટર્સ (ITER) અને યુરોપિયન કાઉન્સિલ ફોર ન્યક્લિયર રિસર્ચ વચ્ચે સંયુક્ત ભાગીદારીની પણ પ્રશંસા કરી છે.
7. સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગથી મહત્વાકાંક્ષી ભાગીદારીમાં નોધપાત્ર પ્રમાણમાં આગળ વધી શકાયુ છે. વરૂણની નૌસેના ક્ષેત્રે તથા ગરૂડને હવાઈ ક્ષેત્રે 2019ના સંસ્કરણોની મળેલી સફળતાની પ્રશંસા કરતાં તેમણે આગામી શરદ ઋતુમાં હાથ ધરાનાર શક્તિ કાર્યવાહિ અંગે ભારત અને ફ્રાન્સે સંયુક્ત દળોને સહયોગ માટે આગળ ધપાવવા માટે દ્રઢતા વ્યક્ત કરી છે અને આ સંબંધમાં ઈન્ટરઓપરેબિલિટી બાબતે તેમજ સંયુક્ત દળોના સહયોગ અંગે ચર્ચા યોજાશે. પરસ્પરિક લોજીસ્ટીકલ સહયોગ પૂરો પાડવા અંગેની જોગવાઈ આ પ્રયાસની મુખ્ય બાબત બની રહેશે.
8. સંરક્ષણ ક્ષેત્રે ઔદ્યોગિક સહયોગ એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીની મુખ્ય બાબત છે. ભારતના પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કરારના અમલીકરણમાં સધાયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પ્રથમ રાફેલની ડિલીવરી આ વર્ષે થઈ જશે. તેમણે સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે આ સહયોગને વધુ મજબૂત બનાવવાની કટીબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને બંને દેશોની સંરક્ષણ કંપનીઓ વચ્ચે હાલની તથા હવે પછીની ભાગીદારીને બંને દેશોના લાભમાં મેક ઈન ઇન્ડિયાની જેમ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. બંને દેશોએ આ વલણને આગળ પણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે.
9. ફ્રાન્સ અને ભારતે લોકોથી લોકો વચ્ચે સંપર્કો અને સાસંકૃતિક વિનિમયને નોંધપાત્ર રીતે વધારવા માટે સંમતિ વ્યક્ત કરી છે. રાજદ્વારી બાબતો અંગે નિયમિત સંવાદ યોજવા માટે સંમતિ સધાઈ છે. તેનાથી વિનિમય અને આવાગમન વધશે પરસ્પર પ્રવાસીઓને આવકારવાની બાબતને અગ્રતા આપવામાં આવશે. વર્ષ 2018માં 7,00,000 ભારતીય પ્રવાસીઓએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. એટલે કે 2017ની તુલનામાં 17 ટકાથી વધુ વધારો નોંધાયો છે, જ્યારે 2,50,000થી વધુ ફ્રેન્ચ પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી.
10. શિક્ષણ પણ સહયોગનું એક મહત્વનુ ક્ષેત્ર છે. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓના આવાગમન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ભારતમાં ફ્રેન્ચ ભાષાના શિક્ષણને કારણે તથા ફ્રેન્ચમાં સ્કૂલ ફોર એક્સેલન્સની રચનાને કારણે એમાં વધારો થયો છે. વર્ષ 2018માં 10,000 વિદ્યાર્થીઓના વિનિમયનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે સાકાર થશે. આ લક્ષ્યાંક વર્ષ 2025માં વધારીને 20,000નો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
11. તેમણે ઓકટોબર 2019માં ફ્રાન્સના લિયોન ખાતે યાજાનાર બીજી નોલોજ સમિટને આવકારી છે. આ સમિટ શિક્ષણ ક્ષેત્રે તથા વૈજ્ઞાનિક ભાગીદારીમાં યોજવામાં અને ખાસ કરીને એરોસ્પેસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, સ્માર્ટ સિટી, સમુદ્રી વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં ક્ષેત્રોમાં કૉર્પોરેટ સંસ્થાઓ વચ્ચે ભાગીદારી માટે ખૂબ જ મહત્વની પૂરવાર થશે. કૌશલ્ય વિકાસમાં સહયોગ માટે પ્રાન્સ અને ભારતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
12. બંને નેતાઓએ સાંસ્કૃતિક ક્ષેત્રે ભારત-ફ્રાન્સ સહયોગની સજબૂત ક્ષમતાની કદર કરી છે, જે એક બીજાના દેશમાં મહત્વના સાંસ્કૃતિક સમારંભોમાં સામેલ થઈને સાકાર કરી શકાશે. એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે પેરિસમાં યોજાનાર પેરિસ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ‘લીવરે પેરિસ’ના 2020ના સંસ્કરણમાં ભારત ‘કન્ટ્રી ઓફ ઓનર’ બનશે તથા જાન્યુઆરી 2020માં ફ્રેન્ચ કલાકાર ગેરાર્ડ ગારૂઉત્સેની મોડર્ન આર્ટનુ પ્રથમ પ્રદર્શન દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ ખાતે યોજાશે. નેશનલ ડી આર્ટ મોડર્ને (સેન્ટર જ્યોર્જીસ પોમ્પેડુ) ભારતીય કલાકાર સૈયદ હૈદર રઝાને સમર્પિત પ્રદર્શનનુ વર્ષ 2021માં આયોજન કરશે. ભારત વર્ષ, 2021- 2022માં નમસ્તે ફ્રાન્સનુ આયોજન કરશે. વર્ષ 2019ના અંત સુધીમાં બંને દેશો સિનેમા, વીડિયો ગેમ્સ અને વર્ચ્યુઅલ રિયાલીટી ક્ષેત્રે સહિયારા ઉત્પાદનના પ્રોજેકટસ, વિતરણ, અને તાલિમમાં વૃદ્ધિ કરવાની યોજના ઘડી કાઢવાનું ધ્યેય ધરાવે છે. ફ્રાન્સ અને ભારત બંને દેશોમમાં ફિલ્મ શુટીંગમાં સહયોગ આપવા સંમત થયા છે.
13. પૃથ્વી અંગે સહયોગના માળખા હેઠળ ફ્રાન્સ અને ભારતે અસરકારક રીતે જલવાયુ પરિવર્તન અને જૈવ વિવિધતાના થઈ રહેલા વિનાશ અંગે પોતાની સહિયારી પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કર્યો છે.
14. સ્થાનિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક સહિત વિવિધ સ્તરે કાર્યવાહી હાથ ધરવાની જરૂરિયાતને પારખીને ફ્રાન્સ અને ભારત તા. 23 સપ્ટેમ્બર 2019ના રોજ યોજાનારા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા યોજાવા જઇ રહેલી ‘કલાઈમેટ એકશન સમિટ’ને સફળ બનાવવા તમામ સહયોગીઓને અનુરોધ કરે છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલા સહયોગને હાલની તુલનામાં વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવાનો ધ્યેય નક્કી કરવાની મહેચ્છા વ્યક્ત કરી છે.
15. ભારત અને ફ્રાન્સે UNFCC અને પેરિસ કરાર હેઠળની નિષ્ઠા દાખવવાનો પુનરોચ્ચાર વ્યક્ત કર્યો છે અને વિકસિત દેશોને અનુરોધ કર્યો છે કે પોતાના યોગદાન વડે પ્રથમ સાયકલ પૂરી કરવા માટે ગ્રીન કલાયમેટ ફંડ માટેના તેમના યોગદાનમાં વધારો કરે. પેરિસ કરારના લક્ષ્યની સાથે સાથે આઈસીસીસીનો ક્લાયમેન્ટ ચેન્જ અંગેના ગ્લોબલ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મીંગમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારાની અસર થશે. સમાનતા તેમજ સામાન્ય ઉપરાંત ભિન્ન પ્રકારની જવાબદારીઓ અને તે મુજબની ક્ષમતા (CBDR-RC) અંગે અલગ-અલગ રાષ્ટ્રીય સંજોગોમાં સમાનતા તેમજ સામાન્ય ઉપરાંત ભિન્ન પ્રકારની જવાબદારીઓ અને તે મુજબની ક્ષમતા (CBDR-RC) અંગેના પેરિસ કરાર અંગે શક્ય તેટલી વધુ રાષ્ટ્રીય મહેચ્છા આવશ્યક બની રહે છે.
16. બિઅરિટ્સમાં યોજાનાર G7 સમિટ અને યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલની તા. 23 સપ્ટેમ્બર, 2019ના રોજ યોજાનારી ક્લાયમેટ એક્શન સમિટ અંતર્ગત ફ્રાન્સ અને ભારત એ નવી પહેલોને સહયોગ આપશે જેનું લક્ષ્ય ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરવાનું છે. આ રીતે બંને દેશો સાથે મળી કામ કરીને મોન્ટ્રીયલ પ્રોટોકોલના કીગાલી સુધારાના અમલ અને રેટીફીકેશનમાં સહયોગ આપીને હાઈડ્રોફ્લુરો કાર્બન (HFCs) ના ઘટાડા અને રેફ્રીજેશન સેક્ટરમાં ઊર્જા કાર્યક્ષમ ધોરણો સુધારવા સહયોગ આપી “કાર્યક્ષમ કુલીંગના બીઆરીટ્ઝ વચન”ને અપનાવશે. ભારત અને ફ્રાન્સે જી20 સમિટમાં તેમણે જમીનમાંથી નિકળતા બળતણને સબસીડીઓ આપવાની બિનકાર્યક્ષમ પદ્ધતિનું તાર્કિકીકરણ કરીને તેન ક્રમશઃ દૂર કરશે તથા આ કારણે ઉભી થતી અત્યંત દયનિય સ્થિતિ અંગે પોતાના સાથીદારો સાથે સમીક્ષા કરવા માટે ભાગ લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
17. બંને દેશોએ વિકાસ અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા પોતાની સંયુક્ત કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશોએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દ્વારા સભ્યો દેશોમાં ક્ષમતા નિર્માણને સંતોષજનક બતાવી છે. બંને દેશોએ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) એ અમલી બનાવેલા પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ (PSM)ના અમલીકરણની પ્રશંસા કરી છે અને વિશ્વ બેંક તથા ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સીએ સોલાર રિસ્ક નિવારણના પ્રયાસો (SRMI)માં હાંસલ કરેલી પ્રગતિને આવકારી છે. NISE અને CEA વચ્ચે હાઈડ્રોજન એનર્જીના ક્ષેત્રે થયેલા હસ્તાક્ષરને આવકારતાં તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પોતાના તકનિકી સહયોગને વધુ ગાઢ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત અને ફ્રાન્સ આફ્રિકાના પર્યાવરણલક્ષી વિકાસ માટે યોગદાન આપશે અને સંયુક્ત યોજનાઓ અમલી બનાવવામાં ઈચ્છીત સહયોગ આપશે. ત્રિપક્ષીય પ્રોજેક્ટસ હાથ ધરવા માટે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં સૌર સિંચાઈ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે તથા વ્યવસાયલક્ષી તાલિમ વડે ચાર્ડમાં સોલાર ફોટોવોલ્ટિક ક્ષેત્ર વિકસાવવા માટે તાલિમ આપવામાં આવશે.
18. જૈવ વિવિધતાના થઈ રહેલા ધોવાણ બાબતે જૈવ વિવિધતાના ચાર્ટરને બીઆરીટ્ઝ G7 સમિટમાં ભારત અને ફ્રાન્સ સક્રિયપણે સંમતિ આપશે અને નવા આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્થાનિક કટિબદ્ધતાઓના સંદર્ભમાં વર્ષ 2020માં માર્સેલી ખાતે યોજાનાર મહત્વના આંતરરાષ્ટ્રીય સમારંભ તથા આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ તથા બાયોલોજીકલ ભિન્નતા અંગેના COP15 કન્વેન્શનને સફળ બનાવવા પ્રયાસ કરશે. ભવિષ્યની વૈશ્વિક જૈવ વિવિધતાના ભવિષ્ય માટે સફળ અમલીકરણનો અનુરોધ કરીને અમલ કરશે. આ બાબત પડકારો પ્રમાણે નાણાંકિય સ્રોતો પ્રાપ્ત થાય તેના પર આધારિત છે. આથી 2012ના હૈદરાબાદ લક્ષ મુજબ વિકસતા દેશોમાં જૈવ વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય ભંડોળનો પ્રવાહ ફાળવવાની જરૂર છે.
19. ભારત અને ફ્રાન્સ સંમત થાય છે કે જલવાયુ પરિવર્તનની અસર ખાળવામાં તથા જૈવ વિવિધતા જાળવવામાં અને તેના વિકાસમાં સમુદ્રો મહત્વની ભૂમિકા ભજવે છે. પર્યાવરણ અને સલામતિ વચ્ચેની કડી પારખીને આ બાબતો હલ કરવા માટે બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગનો વ્યાપ વધારવા માટે નિર્ણય કર્યો છે. સામુદ્રિક સ્રોતોનો પર્યાવરણલક્ષી ઉપયોગ થાય અને સામુદ્રિક બાબતોમાં સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગ વડે વ્યવસ્થા સ્થાપી શકાય તેમ છે. બ્લૂ ઈકોનોમી અને સમુદ્રોમાં જૈવ વિવિધતાની જાળવણી એ ભારત અને ફ્રાન્સ માટે સમાન અગ્રતા ધરાવે છે. આ બાબતે બંને પક્ષોએ સમુદ્ર વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે સહયોગની ક્ષમતા ચકાસીને સમુદ્રો અંગે વધુ સારી સમજણની સંભાવના પર વિચાર કરશે.
20. જમીનમાં વધતા જતા રણને રોકવા માટે તથા જૂન 1994માં હસ્તાક્ષર થયેલા ઠરાવની 25મી વર્ષગાંઠ પ્રસંગે તા. 2-13 સપ્ટેમ્બર, 2019ના રોજ નવી દિલ્હી ખાતે સંયુક્ત રાષ્ટ્રનું 14મું સંમેલન યોજાશે. ભારત અને ફ્રાન્સ ધરતીના વધતા જતા ઉપયોગ અંગે પર્યાવરણ જાળવણી બાબતે તાકીદની જરૂરિયાત સમજે છે. આ સ્થિતિ સુધારવા માટે અને એક તરફ ગરીબી, અસમાનતા અને આહાર સુરક્ષાની સ્થિતિ સુધારવા માટે તથા બીજી તરફ જૈવ વિવિધતાની જાળવણી તથા જલવાયુ પરિવર્તન રોકવાનું મહત્વ સમજે છે. આ માટેનાં પગલાં જમીનના ધોવાણ અંગેના IPBESના ખાસ અહેવાલ તથા જમીનને પુનઃસ્થાપિત કરવા માટે જૈવ વિવિધતાની વૈશ્વિક આકારણીની સાથે-સાથે ઓગસ્ટ 2019માં જીનિવામાં સ્વિકારાયેલા જળવાયુ પરિવર્તન અને જમીન અંગેના નિર્ણયોનું પાલન થાય તેવી ઈચ્છા ધરાવે છે.
21. આ ભાવના જાળવી રાખીને ભારત અને ફ્રાન્સ મેટ્ઝ ખાતે યોજાયેલી G7 દેશોના પર્યાવરણ મંત્રીઓની બેઠકમાં રણને આગળ વધતું રોકવા માટે અને ખાસ કરીને પર્યાવરણની દૃષ્ટિએ માન્ય પ્રમાણપત્રો તથા ખેતપેદાશો પૂરી પાડવાનું નેટવર્ક વિસ્તારવાનો અનુરોધ કરે છે.
22. બંને દેશોએ સરહદપારથી થતા આતંક સહિત તમામ પ્રકારના આતંકવાદને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને ફ્રાન્સ તથા ભારતમાં આતંક સંબંધિ ઘટનાઓને પણ વખોડી કાઢી છે. બંને નેતાઓએ પુનરોચ્ચાર કર્યો છે કે કોઈપણ કારણથી થતા આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહિં. આ ઉપરાંત તેને ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા અથવા તો વંશ સાથે સાંકળી શકાય નહિં.
23. જાન્યુઆરી 2016માં બંને દેશોએ બહાર પાડેલા આતંકવાદ અંગેના સંયુક્ત નિવેદનને યાદ કરીને આ બંને નેતાઓએ જ્યાં પણ આતંકવાદ જણાય ત્યાંથી તેને નાબૂદ કરવાની દ્રઢ નિષ્ઠા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ કર્યો છે કે આતંકવાદનો સામનો કરવા માટે અને આતંકવાદીઓને પૂરા પાડવામાં આવતા ભંડોળને રોકવા અનુરોધ કર્યો છે. તેમણે યુનોના તમામ સભ્ય દેશોને ગઈ તા. 28મી માર્ચના રોજ સ્વીકારેલા આતંકવાદીઓને પૂરા પાડવામાં આવતા ભંડોળ સામે લડત આપવાના UNSCના ઠરાવ નં. 2462નો અમલ કરવા અનુરોધ કર્યો છે અને મેલબોર્નમાં ટેરર ફાયનાન્સિંગ સામે લડત આપવા માટે તા. 7-8 નવેમ્બરના રોજ યોજાનારી “નો મની ફોર ટેરર” આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને આવકાર આપ્યો છે. આ કોન્ફરન્સથી પેરિસમાં ઓપ્રિલ 2018માં ફ્રેન્ચ સરકારે યોજેલી કોનન્ફરન્સ અને પેરિસ એજન્ડાને બળ મળશે. બંને નેતાઓ દુનિયાભરમાં આતંકની ધમકીને હલ કરવા ભારત દ્વારા યોજાનાર સૂચિત ગ્લોબલ કોન્ફરન્સ વહેલી યોજવા બાબતે સંમત થયા હતા.
24. તેમણે તમામ દેશોને આતંકવાદીઓનાં સેફ હેવનને તથા તેમનાં માળખાંને મૂળમાંથી ઉખાડી કાઢવા તથા આતંકવાદીઓનું નેટવર્ક તથા તેમની ફાયનાન્સિંગ ચેનલો તોડી પાડવા તેમજ સરહદ પાર અલ કાયદા, દએશ/ISIS, જૈશે મહંમદ, હિઝબુલ મુઝાહિદ્દીન, લશ્કરે-એ-તોયબા, તેમના સહયોગીઓ તેમજ દક્ષિણ એશિયા તથા સાહેલ વિસ્તારમાં શાંતિ અને સલામતીને જોખમરૂપ આતંકવાદી જૂથો દ્વારા સરહદ પારથી થતી પ્રવૃત્તિઓ ખોરવી નાંખવા માટે અનુરોધ કર્યો છે.
25. બંને નેતાઓએ તેમની મધ્યસ્થ એજન્સીઓ અને તપાસ એજન્સીઓ વચ્ચેના ઉત્તમ સહયોગ ઉપરાંત બે દેશો વચ્ચે સહયોગ માટે ઉદ્દામવાદી અને ખાસ કરીને ઓનલાઈન કટ્ટરતાને રોકવા માટે નવેસરથી પ્રયાસો હાથ ધરવા સંમતિ સાધી છે.
26. ગયા મે મહિનાની 15 તારીખે પેરિસમાં કરાયેલા ઠરાવ મુજબ આતંકવાદીઓ અને હિંસક આતંકવાદી ઓનલાઈન સામગ્રી નાબૂદ કરવા અંગેના ઠરાવનો પુનરોચ્ચાર કરીને UN, GCTF, FATF, G20 વગેરે મારફતે આતંકવાદ વિરોધિ પ્રયાસો સબળ બનાવવા માટે સંમતિ દાખવી છે. UNSC ઠરાવ નં. 1267નો અમલ કરવા અને આતંકવાદી સંસ્થાઓ અંગેના સંબંધિત ઠરાવોનું પાલન કરવા માટે યુનોના સભ્ય દેશોને અનુરોધ કર્યો છે. આ બંને દેશના નેતાઓ યુનોના ઈન્ટરનેશનલ આતંકવાદ અંગેના ઘનિષ્ઠ ઠરાવ (CCIT)નું સાથે મળીને પાલન કરવા માટે સંમતિ દાખવી છે.
27. બંને દેશોએ તેમની દરીયાઈ આવાગમનની સ્વતંત્રતા અને ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ઝોનમાં ફ્રાન્સ અને ભારત વચ્ચેના મેરીટાઈમ સિક્યોરિટીમાં સહયોગને આવકાર્યો છે અને માર્ચ 2018માં પ્રેસિડેન્ટ મેક્રોનની ભારતની મુલાકાત વખતે સ્વીકારવામાં આવેલ ઇન્ડિયન ઓશન રિજીયનમાં ભારત તથા ફ્રાન્સ વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક વિઝનના તારણોનો ઝડપી અમલ થાય તેને આવકાર આપ્યો છે.
28. વ્હાઈટ શીપીંગ એગ્રીમેન્ટના અમલીકરણ માટે ભારત અને ફ્રાન્સ ગુરુગ્રામ ખાતેના ઇન્ડિયન ઓશન રિજીયન (IFC-IOR) માં ફ્રેન્ચ લાયઝન ઓફિસરની નિમણુંકને આવકારે છે.
29. ફ્રાન્સ અને ભારત ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (IORA)માં સંકલન કરીને રસ ધરાવતા રાજ્યો સાથે સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરીને ચાંચિયાગિરી સામે અને સધર્ન ઇન્ડિયન ઓશનમાં તમામ પ્રકારના મેરીટાઈમ ટ્રાફિકીંગ સામે લડત આપવા આથી ફ્રાન્સે 2020-22માં પોતે જેનું પ્રમુખ પદ સંભાળનાર છે તે ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમમાં નક્કર કામગીરી કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
30. ફ્રાન્સ અને ભારત બંને લોકશાહી સમાજ છે અને બહુવિધતા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. બંને દેશો 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે વધુ કાર્યક્ષમ આંતરરાષ્ટ્રીય પ્રણાલિમાં સુધારાને હંમેશ કરતાં વધુ સુધારાની જરૂર છે. આથી G7 સમિટમાં ફ્રાન્સે ડિજિટલ પરિવર્તન, જલવાયુ પરિવર્તન અંગેની તાકીદની પરિસ્થિતિ તથા જૈવ વિવિધતાના ધોવાણ જેવા પડકારો અંગે બહેતર પ્રતિભાવ આપવા માટે વધુ કાર્યક્ષમ અને સુધારેલી આંતરરાષ્ટ્રીય સિસ્ટમ અપનાવવા માટે હિમાયત કરી છે. ફ્રાન્સ અને ભારત યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સીલને અનુરોધ કરે છે કે ભારતને તેમાં કાયમી બેઠક ફાળવવામાં આવે. બંનેએ અન્ય દેશો સાથે મળીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના આધુનિકીકરણ માટે ઝડપી કામગીરી કરવાની નિષ્ઠા વ્યક્ત કરી છે અને આ સંદર્ભમાં જૂન 2020માં યોજાનારી 12મી મીનીસ્ટ્રીયલ કોન્ફરન્સની આગેવાની લેશે. બંને દેશો સંમત થયા છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં વિવાદ નિવારણ પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ખૂલ્લી, યોગ્ય, પારદર્શક અને બહુવિધ પ્રકારની ટ્રેડીંગ વ્યવસ્થા સ્થાપવાની જરૂર છે, જે વિકાસ અને વૃદ્ધિ માટે નોંધપાત્ર એન્જીનની ભૂમિકા બજાવી શકે. બંને દેશોએ G20ના ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ માટેના સિદ્ધાંતોના અમલીકરણને ટેકો આપ્યો છે. તેના માટે ઉચિત પારદર્શી અને નિયમ આધારિત વ્યવસ્થા હોવી જોઈએ તથા વિવાદ-સમાધાન પ્રણાલીને વધુ સારી તેમજ આધુનિક બનાવવી જોઈએ.
31. બંને દેશો જાણે છે કે યુરોપિયન સંઘ દ્વિપક્ષીય સંબંધોમાં મૂલ્યવૃદ્ધિ કરે છે. ફ્રાન્સ અને ભારતે યુરોપિયન સંઘ અને ભારત વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા તથા વ્યૂહાત્મક અને ભિન્ન પ્રકારના મુદ્દાઓ ઉપરાંત વ્યાપાર, મૂડી રોકાણ અને નવાચાર માટે કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
32. ફ્રાન્સ અને ભારત તેમના માટે જોખમી બનેલી પ્રાદેશિક કટોકટીના નિવારણ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી માટે સક્રિય બનવા અનુરોધ કરે છે. બંને દેશો અફઘાનિસ્તાનમાં સમાવેશી શાંતિ અને સમાધાનની પ્રક્રિયાને સહયોગ આપે છે અને બંધારણિય સિદ્ધિ ઉપરાંત માનવ હક્કો અને ખાસ કરીને મહિલાઓના અધિકારો અને આઝાદી અંગે છેલ્લા 18 વર્ષમાં જે કાંઈ લાભ હાંસલ થયા છે તે જાળવી રાખવા માટે રાજકિય ઉપાયો માટે અનુરોધ કરે છે. તેમણે અફઘાનિસ્તાનમાં પ્રમુખની ચૂંટણી, આતંકવાદી હિંસા રોકવાના પ્રયાસો અને આતંકવાદીઓના સેફ હેવન અને વસાહતોનો અંત લાવી લાંબા ગાળાની શાંતિ, સલામતિ અને સ્થિરતા માટે અનુરોધ કર્યો છે.
33. ફ્રાન્સ અને ભારત ભારતીય ન્યૂક્લિયર કાર્યક્રમ તથા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ નં. 2231 મુજબ સંયુક્ત વ્યાપક કાર્ય યોજના (JCPOA)નું સંપૂર્ણ પાલન કરીને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ માટે અનુરોધ કરે છે અને વર્તમાન સમસ્યાઓનો સંવાદ દ્વારા શાંતિપૂર્વક ઉકેલ આવે અને હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિ ઓછી થાય તેવા પ્રયાસો હાથ ધરવા માટે અનુરોધ કરે છે.
34. બંને પક્ષોએ વર્તમાન સંબંધોના સ્તર અંગે સંતોષ વ્યક્ત કરીને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે અભિગમોમાં એકરૂપતા દાખવીને ભાગીદારીને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે તથા વધુ મજબૂત, ઘનિષ્ટ અને પૂરક સંબંધોનો ઉદ્દેશ પાર પાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
DK/ J. Khunt/GP/RP