Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ગુજરાતમાં જામનગરની મુલાકાત

પ્રધાનમંત્રીની ગુજરાતમાં જામનગરની મુલાકાત

પ્રધાનમંત્રીની ગુજરાતમાં જામનગરની મુલાકાત

પ્રધાનમંત્રીની ગુજરાતમાં જામનગરની મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં જામનગરમાં બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. તેમણે 750 પથારી ધરાવતી નવી એનેક્સી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને સૌની યોજના હેઠળ વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જામનગરમાં અન્ય વિકાસલક્ષી યોજનાઓનો પણ શુભારંભ કર્યો હતો, જેમાં આજી-3 થી ખિજડિયા સુધીની 51 કિલોમીટરની લંબાઈ ધરાવતી પાઇપલાઇન પણ સામેલ છે.

અહીં જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ છેલ્લાં એકથી બે દાયકામાં પાણીની તાણની સમસ્યાનું સમાધાન કરવા માટે ગુજરાત સરકારની આકરી મહેનત વિશે વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ગુજરાતને “ટેંકર રાજ”માંથી મુક્ત કરાવવાના તેમનાં દ્રઢ નિર્ધાર વિશે પણ વાત કરી હતી તેમજ સરદાર સરોવર ડેમે કેવી રીતે ગુજરાતનાં લોકોને રાહત આપી છે એ જણાવ્યું હતું. તેમણ નાગરિકોને પાણીનાં એક-એક ટીપાનો સમજદારીથી ઉપયોગ કરવા અપીલ કરી હતી, જેથી હાલની તેમજ ભવિષ્યની પેઢીને લાભ થાય.

ગુજરાતમાં આરોગ્ય સેવામાં થયેલી ક્રાંતિની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં નિર્માણ પામેલી હોસ્પિટલોથી ગરીબોને ઘણો લાભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકારે શરૂ કરી છે, જેનો આશય ગરીબો માટે વાજબી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશ સામે રહેલાં પડકારોનો સામનો કરવા માટે ટૂંકા ગાળાનાં નબળાં પગલાં લેવાને બદલે માળખાકીય અને લાંબા ગાળાનાં પગલાં લેવા જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકારે પ્રસ્તુત કરેલી લાંબા ગાળાની વિઝનરી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પીએમ-કિસાન ખેડૂતોનાં કલ્યાણ માટેની લાંબા ગાળાની અને વ્યાપક યોજના છે.

કેન્દ્ર સરકારનાં એમએસએમઇને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ધિરાણની સરળ ઉપલબ્ધતા અને લોકોને અનુકૂળ જીએસટીથી યુવાનોને મોટો લાભ થશે, સરકારની આવી પહેલોથી વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં સુધારો સુનિશ્ચિત થયો છે.

સશસ્ત્ર દળોનાં પ્રયાસોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂરાઓ દેશને આપણાં સૈનિકો પર ગર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદની સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની જરૂર છે.

J.Khunt/RP