1. કતરના અમીર માનનીય શેખ તમીમ બિન હમદ અલ થાનીના નિમંત્રણ પર ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતરની 4-5 જૂન, 2016 સુધી બે દિવસીય યાત્રા કરી.
2. માનનીય અમીરે 5 જૂને અમીરી દીવાનમાં પ્રધાનમંત્રીની આગેવાની કરી. બંને નેતાઓએ દ્વીપક્ષિય, ક્ષેત્રીય અને સમાન હિતના બહુપક્ષીય મુદ્દા પર વિચાર – વિમર્શ કર્યા. બંને નેતાઓની વાતચીત સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઇ.
3. પ્રધાનમંત્રી મોદીએ પોતાની યાત્રા દરમિયાન માનનીય શેખ અબ્દુલ્લા બિન નાસીર બિન ખલીફા અલ – થાની, પ્રધાનમંત્રી તથા કતર રાજ્યના આંતરિક સુરક્ષા મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.
4. સત્તાવાર બેઠકો દરમિયાન બંને પક્ષોએ ભારત તથા કતર વચ્ચે ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા અને જણાવ્યું હતું કે બંને દેશોની જનતા વચ્ચે પારસ્પરિક લાભકારી તથા પારંપરિક ઘનિષ્ઠ સંબંધ અનેક પેઢીઓથી છે તથા આ સંબંધ સમયની કસોટી પર ખરા ઉતર્યા છે.
5. બંને પક્ષોના નેતાઓએ નિયમિત ઉચ્ચ સ્તરીય યાત્રાઓથી બનેલા વર્તમાન દ્વીપક્ષીય સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ પ્રધાનમંત્રી મોદીની કતર યાત્રા દરમિયાન થયેલા જુદા જુદા કરાર / સહેમતિનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષોએ સ્વીકાર કર્યું કે આ કરાર તથા પહેલા થયેલા કરારથી ભારત તથા કતર વચ્ચે સહયોગના મૂળને વધુ મજબૂત બનાવશે.
6. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ઉર્જા, રક્ષા તથા માનવ શક્તિના ક્ષેત્રમાં દ્વીપક્ષીય સંસ્થાગત વ્યવસ્થાઓના કામકાજની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ આ વાત પર જોર આપ્યું હતું કે ક્ષેત્રવાર સંયુક્ત કાર્યસમૂહોએ નિયમિત બેઠક કરવી જોઇએ જેથી બંને દેશોની વચ્ચે આગામી સમયમાં સંબંધ વધારે મજબૂત બને. બંને પક્ષોએ તમામ દ્વીપક્ષિય વિષયોની સમીક્ષા કરવાની સાથે સાથે પારસ્પરિક હિતના ક્ષેત્રીય તથા વૈશ્વિક વિષયોની સમીક્ષા માટે અંતર મંત્રાલય ઉચ્ચ સ્તરીય સંયુક્ત સમિતિ બનાવવા પર સહેમતિ વ્યક્ત કરી હતી.
7. વર્તમાન સદભાવને સ્વીકારતા બંને નેતાઓએ પારસ્પરિક હિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધને વધુ વ્યાપક તથા ઉંડા બનાવવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય રાજકિય આદાન – પ્રદાન, રક્ષા તથા સુરક્ષા સહયોગ, વેપાર તથા આર્થિક સંબંધો તથા જનતા વચ્ચે સંપર્કો વધારવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ ક્ષેત્ર તથા વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખતા 21મી શતાબ્દી માટે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી કાયમ કરવા પર જોર આપ્યું છે.
8. બંને નેતાઓએ નવેમ્બર 2008માં થયેલા રક્ષા સહયોગ કરારમાં દ્વીપક્ષિય રક્ષા સહયોગને મજબૂત બનાવવાની રુપરેખાને સ્વીકારતા સંયુક્ત અભ્યાસ તથા નેવી, વાયુસેના તથા થલસેનાના પ્રશિક્ષણમાં વૃદ્ધિ સહિત સંબંધોને નવી શક્તિ પ્રદાન કરવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. કતરે ભારતમાં રક્ષા ઉપકરણોના સંયુક્ત ઉત્પાદન માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગતના અવસરોમાં રસ દાખવ્યો હતો.
9. ભારતીય પક્ષે અનુક્રમે : ફેબ્રુઆરી અને માર્ચ 2016માં ભારતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બેડા સમીક્ષા તથા ડિફેક્સોમાં કતરની ભાગીદારીની પ્રશંસા કરી હતી. ભારત કતરની ભાગીદારી અને ભારતની નેવી અને તટરક્ષક પ્રતિષ્ઠાનોમાં કતરના શિષ્ટમંડળની યાત્રાઓની પ્રશંસા કરી હતી. કતરે માર્ચ, 2016માં ડિમડેક્સ દરમિયાન સ્વદેશમાં ડિઝાઇન તથા નિર્મિત ભારતીય નેવીના નિર્દેશિત મિસાઇલ જંગી પોત પ્રદર્શનની સાથે ઉચ્ચસ્તરીય ભાગીદારી માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કતરે ભારતીય સેના તથા તટરક્ષકના જહાજોની સદભાવના યાત્રાની પ્રશંસા કરી હતી. કતરે ભારત તથા કતરના સશક્ત બળો તથા તટરક્ષક કર્મીઓના વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવવાના ભારતના પ્રસ્તાવની પ્રશંસા કરી હતી.
10. બંને પક્ષોએ ખાડી તથા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા મજબૂત કરવા માટે સહયોગ વધારવા અંગે સહેમતિ વ્યક્ત કરી હતી . આ બંને દેશોની સુરક્ષા તથા સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.
11. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદની ભારે શબ્દોમાં નિંદા કરી તથા તમામ દેશો અને સમાજો માટે ખતરો બનેલા આતંકવાદને મૂળમાંથી ઉખેડી નાંખવા માટે એકબીજાનો સહયોગ કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર આતંકવાદી સંગઠનોના ફેલાવાથી અને આતંકવાદી કાર્યોમાં વૃદ્ધિથી આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાના માહૌલને ખતરો પેદા થયો છે અને તેનાથી સતત વિકાસ સુનિશ્ચિત કરવાના પ્રયાસને ધક્કો લાગ્યો છે.
12. બંને નેતાઓએ તમામ પ્રકારની હિંસા, આંતકવાદ તથા ચરમપંથની નિંદા કરી તથા જણાવ્યું હતું કે એને કોઇ પણ પરિસ્થિતિમાં યોગ્ય ન કરી શકાય. બંને નેતાઓએ જણાવ્યું હતું કે આંતકવાદને કોઇ ધર્મ, સભ્યતા તથા વંશીય સમૂહ સાથે જોડવો ન જોઇએ.
13. બંને નેતાઓએ આંતકવાદના પ્રાયોજકો તથા સમર્થકોને અલગ થલગ કરવાની જરૂરિયાત પર જોર આપ્યું હતું. આ વાત પર સહેમત થયેલા આતંકવાદને સમર્થન આપનારા તથા તેની નિતિના રૂપમાં ઉપયોગ કરનારા તમામ સંગઠનોની સામે જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
14. બંને પક્ષોએ જણાવ્યું હતું કે વૈશ્વિક આંતકવાદ સાથે લડવામાં વ્યાપક દ્રષ્ટિકોણને આધાર બનાવવો જોઇએ. તેમાં હિંસક ચરમપંથનો મુકાબલો કરવો, અતિવાદ સામે લડવું અને ભરતીની સામે અભિયાન શરૂ કરવું સામેલ છે. તેના વ્યાપક દ્રષ્ટિકોણ અંતર્ગત આંતકવાદી ગતિવિધિઓને બાધા પહોંચાડવી, આંતકવાદના ધનપોષણના તમામ સ્ત્રોતને રોકવા, વિદેશી આંતકવાદીઓના પ્રવાહને રોકવો, આતંકવાદીઓના માળખાને ધ્વંસ્ત કરવો અને ઇન્ટરનેટ દ્વારા આંતકના કુપ્રચારનો મુકાબલો કરવું સામેલ છે.
15. બંને પક્ષોએ સાઇબર સુરક્ષામાં સહયોગ વધારવાના ઉપાયોની ચર્ચા કરી હતી. આ ઉપાયોમાં આંતકવાદ માટે સાઇબર સ્પેસના ઉપયોગ તથા અતિવાદને રોકવું સામેલ છે. બંને નેતાઓએ બંને દેશોના ધાર્મિક વિદ્વાનો અને બુદ્ધિજીવીએના આદાન – પ્રદાન તથા સંવાદનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ તમામ ધર્મોમાં અંતર્નિહિત શાંતિ, સહિષ્ણુતા, સમાવેશિતા તથા કલ્યાણની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે સમ્મેલનો તથા ગોષ્ઠિયોના આયોજનોનું સ્વાગત કર્યું હતું.
16. બંને નેતાઓએ સુરક્ષા ક્ષેત્રમાં જારી દ્વિપક્ષીય સહયોગની પ્રશંસા કરતા આતંકવાદ વિરોધી કાર્યવાહીઓ, છૂપી સૂચનાઓની આપ-લે , શ્રેષ્ઠ વ્યવહારોને વિકસીત કરવાની તથા ટેક્નોલોજી, ક્ષમતા સર્જનમાં સહયોગ વધારવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ કાયદાને લાગૂ કરવા, મનીલોડ્રીંગ વિરોધી ઉપાયો, માદક પદાર્થોની ચોરી તથા અન્ય પારદેશીય અપરાધોના મામલામાં સહયોગને વધારે મજબૂત બનાવવા પર સહેમતી વ્યક્ત કરી હતી. બંને પક્ષ ધનના અવૈધ હસ્તાંતરણની વિરુદ્ધ કાર્યવાહી કરવા પર પણ સહેમત થયા છે. બંને પક્ષોએ મનીલોડ્રીંગ, તેને સંબંધિત અપરાધ તથા આતંકવાદના ધન પોષણના સંબંધમાં ગુપ્ત સૂચનાઓના આદાન – પ્રદાનમાં સહયોગ પર થયેલી સહેમતી કરાર પર કરેલા હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું.
17. બંને નેતાઓએ જણાવ્યું હતું કે આંતકવાદનો મુકાબલો કરવા માટે વૈશ્વિક સમુદાય દ્વારા મજબૂત સામૂહિક કાર્યવાહી કરવી આવશ્યક છે. બંને નેતા આંતકવાદનો મુકાબલો કરવામાં પ્રાસંગિક બહુપક્ષિય સંસ્થાનોની અંદર સહયોગ વધારવા પર સહેમતિ વ્યક્ત કરી હતી.
18. બંને પક્ષોએ દ્વીપક્ષીય વેપાર સંબંધોને બંને દેશોની વચ્ચે સ્થાયી સંપર્ક જણાવ્યો હતો. બંને દેશોએ એકબીજાને ટોચના વેપારિક ભાગીદાર સમજીને થયેલા આ સંબંધોને વધારે મજબૂત કરવા પર સહેમતિ વ્યક્ત કરી હતી, વિશેષ કરીને વેપાર બાસ્કેટને વિવિધતા પ્રદાન કરીને. બંને પક્ષોએ એકબીજાના વેપાર મેળા તથા પ્રદર્શનોમાં નિયમિત ભાગીદારી કરવા તથા વેપાર સંવર્ધન ઉપાયોને પ્રોત્સાહિત કરવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ એકબીજાના બજારમાં ભારત તથા કતરની વધતી હાજરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. વેપારથી વેપાર અને પર્યટન સંપર્કને પ્રોત્સાહન આપવા માટે બંને પક્ષ બંને દેશોના વ્યવસાયિકો તથા પર્યટકોને ઝડપથી વિઝા આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા પર સહેમતિ વ્યક્ત કરી હતી.
19. કતરે ફિફા 2022 વિશ્વ કપ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓમાં માળખાગત વિકાસ પરિયોજનાઓમાં ભારતીય કંપનીઓની ભાગીદારી તથા ‘ કતર માટે વિઝન 2030 ’ અંતર્ગત વિકાસ યોજનાઓમાં ભારતીય ભાગીદારીનું સ્વાગત કર્યું હતું.
20. પ્રધાનમંત્રી મોદીએ કારોબારી સહજતા માટે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રમુખ પગલાની જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન નિયમોમાં સરળીકરણ, તેને તર્કસંગત બનાવવા તથા રેલ, રક્ષા તથા વિમા સહિત પ્રમુખ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમામાં રાહતનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 100 સ્માર્ટ સિટી, 50 શહેરો માટે મેટ્રો પરિયોજના, 500 શહેરો માટે આધુનિક કચરા મેનેજમેન્ટની વ્યવસ્થા, તમામની પહોંચ સુધીની સ્વાસ્થ્ય સેવા, 2019 સુધી તમામ માટે સ્વસ્છતા તથા 2022 સુધી પ્રત્યેક પરિવારને છત પ્રદાન કરવાની ભારતની યોજનાની જાણકારી આપી હતી તથા કતરને ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માટે આમંત્રણ આપ્યું હતું.
21. ભારતના વિકાસમાં વધુ તેજી લાવવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનની સરાહના કરતા માનનીય અમીરે ભારતની વિકાસ યાત્રામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસ માટે ભારતીય અર્થવ્યવસ્થા પર સાર્થક બળ પ્રદાન કરવાની પોતાની સુદ્દઢ ક્ષમતા વ્યક્ત કરતા માનનીય આમીરે ‘ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ’ , ‘ મેક ઇન ઇન્ડિયા ’, ‘ સ્માર્ટ સિટી ’ તથા ‘ ક્લિન ઇન્ડિયા ’ વગેરે સહિત પ્રધાનમંત્રી મોદીના નવા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી.
22. બંને પક્ષોએ ઉચ્ચ વૃદ્ધિ દર તથા ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન ક્ષમતા, ભારતના વિકાસમાં ભાગીદાર બનાવાના મહત્વને સ્વીકારતા તથા કતરની મહત્વપૂર્ણ ક્ષમતાને માનતા બંને ભારતમાં કતરના રોકાણની જુદી જુદી તકો પર વિચાર – વિમર્શ કર્યો હતો. વિશેષ કરીને જુદી જુદી પરસંપત્તિ વર્ગો તથા જુદા જુદા અવસંરચના ક્ષેત્રોની સાથે – સાથે ભારતીય સાર્વજનિક પ્રતિષ્ઠાનોના રોકાણ કાર્યક્રમના વિષયમાં ચર્ચા કરી હતી.
23. બંને દેશોએ આ વાત પર સહેમતિ દર્શાવી હતી કે બંને દેશોમાં માળખાગત સંરચના પરિયોજનાઓમાં ભાગીદારીના સ્તરને વધારવામાં આવે. બંને પક્ષોએ કતર રોકાણ પ્રાધિકરણ તથા ભારત સરકાર દ્વારા સ્થાપિત ભારતીય અવસંરચના તથા રોકાણના ફંડ વચ્ચે સહયોગના મહત્વો પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ રાષ્ટ્રીય અવસંરચના તથા રોકાણ ફંડમાં કતરના સંસ્થાગત રોકાણકારોની ભાગીદારી માટે રુપરેખા કરાર પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું.
24. બંને પક્ષ ઉપલબ્ધ રોકાણ અવસરો વિષે સૂચનાના નિયમિત તથા સમયનું આદાન પ્રદાન કરવા પર સહેમત થયા. બંને પક્ષોએ કતર રોકાણ પ્રાધિકરણ તથા પ્રાસંગિક ભારતીય સત્તાવાળાઓ અને સાર્વજનિક તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે નિયમિત બેઠકોના આયોજનની આવશ્યકતાનો સ્વીકાર કર્યો હતો.
25. બંને પક્ષોએ ઉર્જાક્ષેત્રમાં વધી રહેલા દ્વિપક્ષીય વેપાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કતર ભારતને એલએનજી તથા એલપીજી સપ્લાય કરનારો સૌથી મોટો દેશ છે. ભારતીય પક્ષે ભારતની ઉર્જા સુરક્ષામાં કતરના યોગદાનની પ્રશંસા કરી હતી.
26. બંને પક્ષોએ ઉર્જામાં સહયોગ વધારવા માટે વધુ ધ્યાન આપવા પર સહેમતિ વ્યક્ત કરી હતી. તેમાં પ્રશિક્ષણ તથા માનવ સંસ્થાન વિકાસ તથા અનુસંધાન અને વિકાસમાં સહયોગ તથા પેટ્રો રસાયણ ક્ષેત્રમાં સંયુક્ત ઉદ્યમ પ્રોત્સાહન તથા ભારત અને અન્ય દેશોમાં સંયુક્ત ખોદકામમાં સહયોગ સામેલ છે.
27. ભારતીય પક્ષે કતરમાં પારસ્પરિક હિતના અવસરોને જારી રાખવામાં દેશની ઉર્જા કંપનીઓના હિતોને રાખ્યા. તેમાં સંયુક્ત રીતે નવા ક્ષેત્રો શોધવાની સાથે સાથે પહેલાથી શોધેલી તેલ તથા ગેસ પરિસંપત્તિઓમાં ભાગીદારી તથા કતરમાં વર્તમાન પ્રાકૃતિક ગેસ તથા કાચા તેલ સંસાધનના ઉપયોગના ક્ષેત્રમાં સંયુક્ત રીતે કાર્ય કરવું સામેલ છે.
28. ભારતીય પક્ષે ભારતીય શોધ તથા ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે નવા હાઇડ્રોકાર્બન શોધ તથા લાયસન્સ નીતિ તથા શોધવામાં આવેલી નાની ફિલ્ડ નિતી અંતર્ગત ભારતની તેલ શોધ બ્લોકમાં બોલી લગાવીને કતરને રોકાણ કરવા માટે આમંત્રિત કર્યું હતું.
29. ભારતે કતરને ભારતમાં બનાવવામાં આવી રહેલી સામરિક સુરક્ષિત ભંડાર સુવિધાના બીજા ચરણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
30. બંને નેતાઓએ બેન્કિંગ, વિમા તથા મૂડી બજાર સહિત નાણાકિય સેવા ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહયોગને મજબૂત બનાવવાની જરૂરિયાતો પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. બંને દેશોએ ભારતીય પ્રતિભૂતિ તથા વિનિમય બોર્ડ તથા એક બીજાના કેન્દ્રીય બેન્કો જેવા બંને દેશોની નાણાકિય સંસ્થાઓની વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લીધો હતો.
31. એ સ્વીકારતા કે ભારતની સ્પર્ધાત્મક કિંમત પર વિશ્વ સ્તરીય ચિકિત્સા સુવિધા પ્રદાન કરે છે. બંને પક્ષ સ્વાસ્થ્ય સેવા, સ્વાસ્થ્ય કર્મી આદાન – પ્રદાન, સ્વાસ્થ્ય શિક્ષા તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સહિત સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ વધારવાની દિશામાં કામ કરવા પર સહેમત થયા છે. બંને નેતાઓએ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કતર રાજ્યની સરકાર તથા ભારત ગણરાજ્યની સરકાર વચ્ચે દ્વીપક્ષિય સહયોગ પર સહેમતિ કરાર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું.
32. કતરે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન બનાવવામાં પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. બંને પક્ષોએ વિશ્વમાં નવી સૌર ટેક્નોલોજી વધારવામાં આ ગઠબંધનના મહત્વનો સ્વીકાર કર્યો હતો.
33. બંને નેતાઓએ એ વાત પર જોર આપ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને શાનદાર પ્રતિક્રિયાથી એ ઝલકી રહ્યું છે કે વિશ્વ સમુદાય સમતુલિત, સ્વાસ્થ્ય તથા વિશ્વ માટે ટકાઉ ભવિષ્ય માટે એક સાથે આવવા માગે છે. પ્રધાનમંત્રી મોદીએ 21 જૂન 2015ના રોજ આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સમર્થન આપવા માટે કતરને ધન્યવાદ આપ્યા હતા. આ અવસર પર કતર પોસ્ટ દ્વારા ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી.
34. બંને નેતાઓએ ભારત તથા કતરની જનતાને એક સાથે લાવવામાં સાંસ્કૃતિક આદાન – પ્રદાનની ભૂમિકા પર ચર્ચા કરી હતી. બંને દેશ સાંસ્કૃતિક સમૂહો તથા રમતની ટીમોના આદાન પ્રદાન સહિત તથા સિનેમાના ક્ષેત્રમાં સહયોગના માધ્યમથી દ્વીપક્ષિય સાંસ્કૃતિક સમૂહો તથા રમતનો સહયોગ વધારવા પર સહેમત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ 2019માં કતર ભારત સાંસ્કૃતિક વર્ષ આયોજિત કરવાના નિર્ણય માટે કતરના સંગ્રહાલયોની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ કસ્ટમ મામલામાં સહયોગ તથા પરસ્પર સહાયતા માટે કરાર પર હસ્તાક્ષર, પર્યટન સહયોગ પર સહેમતિ કરાર તથા કતર રાજ્યની સરકાર તથા ભારત ગણરાજ્યની સરકારની વચ્ચે યુવા તથા રમતના ક્ષેત્રમાં સહેમતિ કરાર માટે પહેલા કાર્યકારી કાર્યક્રમનું સ્વાગત કર્યું હતું.
35. બંને નેતાઓએ માન્યું હતું કે ભારત કતર સંબંધોમાં હૃદયમાં જન – જનનો સંપર્ક છે તથા બંને પક્ષ આ સંબંધોને આગળ વધારવાનું ચાલું જ રાખશે. માનનીય અમીરે કતર રાજ્યના વિકાસ તથા પ્રગતિમાં ભારતીય સમુદાયની ભૂમિકા તથા યોગદાનની પ્રશંસા કરી હતી. કતરે કતરમાં કુશળ અને અકુશળ શ્રમિકના હિતોની રક્ષા કરનારા શ્રમિક કાયદામાં સુધારા અંગે ભારતીય પક્ષને જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયની યજમાની કરવા તથા તેમના કલ્યાણ અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કતરના નેતૃત્વને ધન્યવાદ આપ્યા હતા. બંને નેતાઓએ કૌશલ્ય વિકાસ તથા યોગ્યતા માન્યતામાં સહયોગ માટે સહેમતિ કરારનું સ્વાગત કર્યું હતું.
36. બંને નેતાઓએ પારસ્પરિક હિતના ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમાં પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ તથા દક્ષિણ એશિયાની સુરક્ષા સ્થિતિ સામેલ છે. બંને નેતાઓએ સીરિયા, ઇરાક, લિબિયા, તથા યમનની સુરક્ષા સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી તથા સંવાદ અને રાજકિય વાતચીતના માધ્યમથી સમસ્યાના શાંતિપૂર્ણ સમાધાનના મહત્વને યાદ કર્યું હતું.
37. સંયુક્ત રાષ્ટ્ર સુધારાના સંદર્ભમાં એક કારગર બહુપક્ષીય પ્રણાલીના મહત્વ પર જોર આપ્યું હતું જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સમકાલિન વાસ્તવિક્તાઓને દેખાડતી હોય. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુધારાઓની જરૂરિયાતો પર જોર આપ્યું હતું. આ સુધારાઓમાં સુરક્ષા પરિષદમાં બંને શ્રેણીઓની સભ્યતામાં વિસ્તાર તથા પરિષદને વધુ પ્રતિનિધિમૂળક, વિશ્વસનીય તથા કારગર બનાવવાનું સામેલ છે.
38. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સ્વાગત તથા આતિથ્ય માટે માનનીય અમીર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પારસ્પરિક સુવિધાજનક સમય પર ભારતની સરકારી યાત્રા કરવા માટે માનનીય અમીરને આમંત્રણ પાઠવ્યું હતું. માનનીય અમીરે તેને સહર્ષ સ્વીકાર્યું હતું.
J.Khunt