Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયન અગ્રણી હસ્તીઓ સાથે મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગઅલગ બેઠકોમાં ઓસ્ટ્રેલિયાની અનેક અગ્રણી હસ્તીઓને મળ્યા હતા. વ્યક્તિઓમાં શામેલ હસ્તીઓ નીચે મુજબ છે:

  • પ્રોફેસર બ્રાયન પી. શ્મિટ, ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, કેનબેરાના વાઇસચાન્સેલર અને પ્રમુખ
  • શ્રી માર્ક બલ્લા, બિઝનેસ નિષ્ણાત અને માનવતાવાદી મુદ્દાઓ પર કુશળ જાહેર વક્તા
  • શ્રીમતી ડેનિયલ મેટ સુલિવાન, આદિવાસી કલાકાર
  • સુશ્રી સારાહ ટોડ, આંતરરાષ્ટ્રીય રસોઇયા, રેસ્ટોરેચર, ટીવી હોસ્ટ, વક્તા અને ઉદ્યોગસાહસિક
  • પ્રોફેસર ટોબી વોલ્શ, મુખ્ય વૈજ્ઞાનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, સિડની

એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બેબોન્સ, સમાજશાસ્ત્રી, સંશોધક અને લેખક

  • શ્રી ગાય થિયોડોર સેબેસ્ટિયન, અગ્રણી ઓસ્ટ્રેલિયન ગાયક

પ્રધાનમંત્રીએ તેમની સિદ્ધિઓ પર તેમને અભિનંદન આપ્યા અને ભારતઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત કરવામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com