પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીના વિદાયમાન માટે રાજ્યસભામાં અન્ય સભ્યો સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે શ્રી અન્સારીનો પરિવાર 100થી વધુ વર્ષથી જાહેર જીવનમાં વિશેષ ઈતિહાસ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પ્રખર રાજદ્વારી છે. તેમણે ઘણા પ્રસંગોએ રાજકીય મુદ્દાઓ પર ઉપરાષ્ટ્રપતિપદની દીર્ધદ્રષ્ટીથી લાભ આપ્યો છે.
પ્રધાનમંત્રીએ શ્રી હમિદ અન્સારીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
AP/J.Khunt/TR/GP