Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણના મુખ્ય અંશો

પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણના મુખ્ય અંશો

પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણના મુખ્ય અંશો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 70મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે :

1. આઝાદીના આ પાવન પર્વ પર 125 કરોડ દેશવાસીઓને, વિશ્વમાં ફેલાયેલા તમામ ભારતીયોને લાલ કિલ્લા પરથી હું આઝાદીની શુભેચ્છા પાઠવું છું. આઝાદીનું આ પર્વ એક નવો સંકલ્પ, નવો ઉત્સાહ, નવી ઊર્જા રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ કરવાનું પર્વ છે.

2. આજે આપણે જે આઝાદીમાં જીવી રહ્યાં છીએ, તેની પાછળ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરુ જેવા અનેક મહાપુરુષોનું બલિદાન, ત્યાગ અને તપસ્યા રહેલી છે.

3. ચોક્કસ, અત્યારે ભારત અનેક સમસ્યાઓનો સામનો કરે છે, પણ આપણી પાસે આ સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા છે.

4. અત્યારે કાર્યને બદલે હું સરકારની કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરવા ઇચ્છું છું.

5. એક સમયે સરકાર શંકાઓથી ઘેરાયેલી હતી. હવે લોકોને સરકાર પાસે અપેક્ષા છે, લોકો આકાંક્ષા રાખે છે.

6. સ્વરાજને સુરાજમાં પરિવર્તિત કરવાની આપણી જવાબદારી છે, જે ત્યાગ, શિસ્ત અને મક્કમ મનોબળ વિના હાંસલ ન થઈ શકે.

7. આજે હું ફક્ત પોલિસી વિશે જ વાત નહીં કરું, પણ વિઝન જણાવીશ. આજે હું કામની ઝડપની સાથે પ્રગતિનો અનુભવ તમારી સાથે વહેંચીશ.

8. સુરાજ એટલે સામાન્ય મનુષ્યની પ્રગતિ. સરકાર સામાન્ય નાગરિકની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ છે. આ પ્રકારના સુરાજના મૂળમાં જવાબદારી અને સંવેદનશીલતા આવશ્યક છે.

9. અમે સ્થિતિ બદલવા ઇચ્છીએ છીએ, જેમાં લોકો આવકવેરા અધિકારીઓથી ભયભીત છે, ખાસ કરીને મધ્યમ વર્ગના કુટુંબો.

10. દેશમાં બે કરોડ લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી છે. ગરીબ માણસને પણ એકથી બે અઠવાડિયામાં પાસપોર્ટ મળી જાય છે.

11. અગાઉ કોઈ પણ બિઝનેસમેનને દેશમાં રોકાણ કરવા તેના બિઝનેસને રજિસ્ટર કરાવવામાં જ છ મહિના લાગી જતા હતા. જોકે આ સરકારે બિઝનેસ કરવાની પ્રક્રિયા એટલી સરળ કરી દીધી છે કે ગયા જુલાઈમાં જ આ પ્રકારના 900 રજિસ્ટ્રેશન થયા છે.

12. ગ્રૂપ સી અને ડીની નોકરીઓમાં 9,000થી વધારે પદ માટે ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યાં છે.

13. છેલ્લાં 70 વર્ષમાં લોકોની અપેક્ષાઓ બદલાઈ છે. નીતિઓની જાહેરાતો અને બજેટથી તેમને સંતોષ મળતો નથી. આપણે વાસ્તવિક કામગીરી દેખાડવી પડશે.

14. અગાઉ દરરોજ 55થી 77 કિલોમીટર ગ્રામીણ માર્ગો બનતા હતા. અત્યારે દરરોજ 100 કિમી ગ્રામીણ માર્ગો બને છે.

15. અમે એક દેશ, એક ગ્રિડ અને એક કિંમત પર કામ કરીએ છીએ.

16. અમારા માટે નવીનીકરણ ઊર્જા મુખ્ય કાર્યક્ષેત્રોમાં સામેલ છે.

17. સૌર ઊર્જાના ક્ષેત્રમાં અમે 116 ટકાના દરે વૃદ્ધિ કરી છે. આ અભૂતપૂર્વ છે.

18. અગાઉ 30,000થી 35,000 કિમીની ટ્રાન્સમિશન લાઇન પાથરવામાં આવી હતી. અત્યારે દરરોજ 50,000 કિમી લાઇન ઊભી કરવામાં આવે છે.

19. છેલ્લાં 60 વર્ષમાં 14 કરોડ લોકોને રાંધણ ગેસ ઉપલબ્ધ થયો હતો. છેલ્લાં સાત મહિનામાં જ અમે ચાર લોકોને આ કનેક્શન આપ્યું છે.

20. આપણે નિરાશાવાદી અભિગમ છોડવો જોઈએ. જો આપણે એવું કરીએ, તો અમને ઊર્જા મળશે. અમે સંસ્થાગત ધિરાણના નેટવર્કમાં 21 કરોડ લોકોને સામેલ કર્યા છે, જે અશક્ય છે. પણ અમે અશક્ય કામ કરી દેખાડ્યું છે.

21. 18,000 ગામડાઓમાંથી 10,000થી વધારે ગામડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું છે અને મારે તમને કહેવું જોઈએ કે સ્વતંત્રતા દિવસની આ ઉજવણીને તેઓ આપણી સાથે જુએ છે.

22. દિલ્હીથી 3 કિમીના જ અંતરે સ્થિત હાથરસ ગામને વીજળી મળવામાં 70 વર્ષ લાગ્યાં છે.

23. સરકારે રૂ. 50ની કિંમતે એલઇડી બલ્બ ઉપલબ્ધ કરાવ્યાં છે.

24. જ્યારે ઇરાન, અફઘાનિસ્તાન અને ભારત ચાબહાર પોર્ટ માટે એક થયા છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ અશક્ય બાબતને શક્ય થતી જોઈ શકે છે.

25. અમે મોંઘવારીને 6 ટકાની અંદર નિયંત્રણમાં રાખી છે. દેશમાં સતત બે વર્ષ દુષ્કાળ હતો. અનાજ-કઠોળના ઉત્પાદનની સ્થિતિ ચિંતાજનક હતી, તેમ છતાં અમે સ્થિતિને નિયંત્રણમાં રાખવા શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને અગાઉની સરકારની સરખામણીમાં મેં અને મારી સરકારે ગરીબ માણસની થાળીને મોંઘી થવા દીધી નથી.

26. આપણે ગુરુ ગોવિંદ સિંઘજીની 350મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે મને તેમની એક વાત આવે છેઃ “જે વ્યક્તિ બીજી વ્યક્તિની સેવા કરતી નથી, તેના હાથને પવિત્ર કેવી રીતે ગણી શકાય?” હું આપણા ખેડૂતોને આવી કામગીરી કરવા કહું છું. તેમણે એક પછી એક દુષ્કાળની નિરાશને ભૂલીને ચાલુ વર્ષે દોઢ ગણું વાવેતર કર્યું છે.

27. આપણા વિજ્ઞાનીઓએ 171 પ્રકારના ઊંચી ઊપજ આપતા વિવિધ બિયારણો બનાવ્યાં છે, જેથી આપણે મહત્તમ ઉત્પાદન મેળવી શકીએ. હું તેમને અભિનંદન આપું છું. ખાતરની ખેંચ અગાઉ દુઃસ્વપ્ન હતી. હવે આ ખેંચ ઇતિહાસની વાત છે.

28. સરકારની તિજોરી ખાલી કરી નાંખવી અગાઉની સરકારની પરંપરા છે. મેં આ પ્રકારની લાલચથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે. મારા માટે દુનિયા સરકાર વિશે શું વિચારે છે તેના કરતાં દેશની છાપ વધારે મહત્ત્વપૂર્ણ છે. પ્રતિક નહીં, કામગીરી વધારે અગત્યની છે. અધિકારો કરતાં સશક્તિકરણ વધારે મહત્ત્વપૂર્ણ છે. પક્ષ કરતાં દેશ વધારે મહત્ત્વપૂર્ણ છે.

29. લોકશાહીમાં પરંપરા સરકાર બદલાતી રહે છે અને જો અગાઉની સરકારોએ સારું કામ કર્યું હોય, તો અમે તેમને નમ્રતાપૂર્વક આગળ ધપાવીશું. મેં પ્રગતિ સિસ્ટમમાં બેઠકો કરી હતી, જેમાં અમે અગાઉની સરકારે શરૂ કરેલાં આ પ્રકારના 118 કાર્યક્રમો ચાલુ રાખ્યાં છે. રૂ. 10,000 કરોડના 270 પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયા હતા. આ એક પ્રકારનો અપરાધ છે. અમે તેને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે.

30. જ્યારે નીતિગત સ્પષ્ટતા હોય છે, ઇરાદા સાફ હોય છે ત્યારે નિર્ણયો સરળતાપૂર્વક લેવાય છે. દર વર્ષે ઉત્તરપ્રદેશની વાત આવે ત્યારે શેરડીના ખેડૂતોના એરિઅર્સની વાત સામાન્ય હોય છે. અત્યારે મારે તમને કહેવું છે કે 95 ટકા ચુકવણી થઈ ગઈ છે. ઉજ્જવલ યોજના હેઠળ અમે 50 લાખ ઘરોને ગેસનો ચુલો આપીને ધુમાડામાંથી આઝાદી અપાવી છે.

31. જો આપણે વૈશ્વિક ધારાધોરણો જાળવી રાખીશું, તો વૈશ્વિક અર્થતંત્રમાં આગળ રહીશું અને પ્રસ્તુતા જાળવી શકીશું. છેલ્લાં થોડાં દિવસોમાં તમારે જોવું જોઈએ કે રેટિંગ એજન્સીઓએ કેવી રીતે વેપાર વાણિજ્ય સરળ કરવાના આપણા પગલાંઓની પ્રશંસા કરી છે.

32. રામાનુજાચાર્ય કહેતા કે આપણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામની સેવા કરવી જોઈએ. આ જ વાત ગાંધીજી અને આંબેડકરે કરી છે. જો સમાજ ભેદભાવ રાખશે તો તેના જ પગ પર કુહાડો મારશે, તેના ટુકડા થઈ જશે. જો ભેદભાવ વધે તો આપણે તેની સામે લડવું જોઈએ અને આપણી વધારે સંવેદનશીલતા દાખવવી જોઈએ. આર્થિક પ્રગતિ જ સર્વસ્વ નથી, સામાજિક સમાનતા વધારે મહત્ત્વપૂર્ણ છે. આપણે એક થઈને સામાજિક અનિષ્ટો સામે લડવું પડશે.

33. જીએસટી આપણા અર્થતંત્રને મજબૂત કરશે અને આ ખરડો પસાર કરવામાં સાથસહકાર આપનાર તમામ પક્ષોનો હું આભાર માનું છું.

34. આ સરકાર કોઈ પણ વિલંબમાં માનતી નથી, કોઈ ચીજને મોકૂફ રાખવામાં માનતી નથી. અમે વન રેન્ક વન પેન્શનનું વચન પૂર્ણ કર્યું છે. અમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે સંબંધિત તમામ ફાઇલ જાહેર કરી છે. એ અન્ય એક વચન હતું, જે અમે આપ્યું હતું.

35. વિવિધતામાં એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આપણી સાંસ્કૃતિક પરંપરા અન્યોને આદર આપવાની છે અને તેને આત્મસાત કરવાને કારણે જ આપણી સંસ્કૃતિ ટકી રહી છે.

36. આપણા દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ દેશ આતંકવાદ અને માઓવાદને નહીં ચલાવી લે.

37. જેઓ માનવીય મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે, જેમને માનવતામાં વિશ્વાસ છે, તેમને મારે જણાવવું છે કે, જ્યારે પેશાવરમાં નિર્દોષ બાળકોની હત્યા થઈ હતી, ત્યારે ભારતમાં દરેક શાળામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. દરેક બાળકની આંખો ભીની હતી, દરેક સાંસદનું હૃદય દ્રવી ગયું હતું. આ આપણા માનવીય મૂલ્યોનુ પ્રતીક છે, પણ તમે બીજી તરફ જુઓ, જ્યાં આતંકવાદીઓને હીરો બનાવવામાં આવે છે.

38. મારે આપણા પડોશીઓને કહેવું છે. ચાલો, આપણે ગરીબી સામે લડીએ. આપણે આપણા જ લોકો સામે લડીને આપણો જ નાશ કરીશું. ગરીબી સામે લડીને જ આપણે સમૃદ્ધ થઈશું.

39. છેલ્લાં થોડાં દિવસોમાં બલુચિસ્તાન, પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના ગિલ્ગિટના લોકોએ મારો આભાર માન્યો છે. આ ભારતની 1.25 અબજ લોકોનું સન્માન છે. હું બલુચિસ્તાન, ગિલ્ગિટ અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના લોકોનો આભાર માનું છું.

40. અમે સ્વતંત્રતા સેનાનીઓના પેન્શનમાં 20 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

41. જ્યારે આપણે સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરીએ, ત્યારે અન્ય કરતાં કેટલાંક લોકોનો ઉલ્લેખ વધારે કરીએ છીએ. આપણા આદિવાસી ભાઈઓના સંઘર્ષને યાદ કરવામાં આવતો નહોતો. તમારામાંથી ઘણાએ બિરસા મુંડાનું નામ સાંભળ્યું છે. આગામી દિવસોમાં અમે આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના સંગ્રહાલય આદિવાસી વિસ્તારોમાં, તેમના મૂળ સ્થાનમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે ઇતિહાસને જાળવવા માંગીએ છીએ.

42. એક સમાજ, એક મિશન, એક લક્ષ્યાંક

43. ‘ભારત માતા કી જય’, ‘વંદેમાતરમ’, ‘જય હિંદ’.

J.Khunt/TR