Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ TZMO ઇન્ડિયાના MD સુશ્રી એલિના પોસ્લુઝની સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ TZMO ઇન્ડિયાના MD સુશ્રી એલિના પોસ્લુઝની સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈવિધ્યસભર સ્વચ્છતા ઉત્પાદનોના અગ્રણી પોલિશ ઉત્પાદક TZMO ઈન્ડિયાના એમડી સુશ્રી એલિના પોસ્લુઝની સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ ભારતમાં લેવામાં આવી રહેલી ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ અને તાજેતરના વિદેશી સીધા રોકાણ (FDI) નીતિઓમાં ઉદારીકરણ જેવી વિવિધ નીતિઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારતમાં સમૃદ્ધ બજાર અને રોકાણની તકોને ધ્યાનમાં રાખીને TZMO ની વિસ્તરણ યોજનાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું.

શ્રીમતી પોસ્લુઝનીએ ભારતમાં ઓફર કરેલા સમર્થન અને તકો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.

AP/GP/JD