Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “Timeless Laxman” પુસ્તકનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત “ટાઇમલેસ લક્ષ્મણ” નામની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ ટાઇમલેસ સફરનો ભાગ બનીને એમને ખુશી છે. તેમણે આ રીતે ઉપલબ્ધ લક્ષ્મણનાં કાર્યનાં વિસ્તૃત ખજાનાને સચાવવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, લક્ષ્મણનું કાર્ય સમાજશાસ્ત્ર તથા દાયકાઓની સામાજિક-આર્થિક સ્થિતિને સમજવાનો વધુ સારો માર્ગ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રયાસ ફક્ત લક્ષ્મણ કે તેમની સ્મૃતિઓ જાળવવા માટે જ નથી, પણ એ કરોડો લોકો માટે છે જેમના મન-મસ્તિષ્કમાં કોઈ ન કોઈ સ્વરૂપે લક્ષ્મણ વિદ્યમાન છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, લક્ષ્મણનો કોમન મેન (સામાન્ય માણસ) શાશ્વત અને અખિલ ભારતીય નાગરિક રહ્યો છે. તમામ ભારતીયો અને તમામ પેઢીઓનાં લોકો તેમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સામાન્ય માણસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પદ્મ પુરસ્કારની પ્રક્રિયામાં કેવી રીતે પરિવર્તન કરવામાં આવ્યું છે.

***

RP