Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ CISF કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​CISFના તમામ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે CISF દળ તેની વ્યાવસાયિકતા, સમર્પણ અને હિંમત માટે પ્રશંસનીય છે. “તેઓ આવશ્યક માળખાગત સુવિધાઓનું રક્ષણ કરીને અને દરરોજ અસંખ્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરીને આપણી સુરક્ષા વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફરજ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે”, પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“CISFના તમામ કર્મચારીઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ! આ દળ તેની વ્યાવસાયિકતા, સમર્પણ અને હિંમત માટે પ્રશંસનીય છે. તેઓ આવશ્યક માળખાગત સુવિધાઓનું રક્ષણ કરીને અને દરરોજ અસંખ્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરીને આપણી સુરક્ષા વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફરજ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.”

@CISFHQrs

AP/IJ/GP/JD