Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 42મા પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ 42મા પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રગતિની 42મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળતા સક્રિય શાસન અને સમય-બાઉન્ડ અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

આ બેઠકમાં બાર મોટા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ બાર પ્રોજેક્ટ્સમાંથી, સાત પ્રોજેક્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હતા, બે પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના અને એક પ્રોજેક્ટ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય, સ્ટીલ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હતા. આ પ્રોજેક્ટ્સની સંચિત કિંમત 1,21,300 કરોડથી વધુ છે અને તે 10 રાજ્યોમાં ફેલાયેલી છે, જેમ કે છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા અને હરિયાણા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે જમ્મુ અને કાશ્મીર અને દાદરા અને નગર હવેલીના છે.

પ્રધાનમંત્રીએ રાજકોટ, જમ્મુ, અવંતીપોરા, બીબીનગર, મદુરાઈ, રેવાડી અને દરભંગા ખાતે AIIMSના નિર્માણ સંબંધિત પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોને બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને જાહેર જનતા માટે આ પ્રોજેક્ટ્સના મહત્વને ધ્યાનમાં રાખીને તેમની પૂર્ણતા માટે નિયત સમયમર્યાદાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની પણ સમીક્ષા કરી. તેમણે મુખ્ય સચિવોને શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને ટાયર II અને ટાયર III શહેરોમાં તમામ પાત્ર સ્ટ્રીટ વેન્ડર્સને ઓળખવા અને સામેલ કરવા વિનંતી કરી. તેમણે મિશન મોડમાં શેરી વિક્રેતાઓ દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા અને સ્વનિધિ સે સમૃદ્ધિ અભિયાનદ્વારા સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિવારના સભ્યોને તમામ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે એક ઝુંબેશ ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ G-20 બેઠકોના સફળ સંચાલન માટે તમામ મુખ્ય સચિવોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમના રાજ્યો, ખાસ કરીને પ્રવાસન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે આ બેઠકોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી.

પ્રગતિ બેઠકો દરમિયાન, અત્યાર સુધીમાં કુલ રૂ. 17.05 લાખ કરોડના ખર્ચ સાથેના 340 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે.

PM India

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com