Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 2023 વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં 11 મેડલ જીતવા બદલ ભારતના જુનિયર અને કેડેટ તીરંદાજોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023ની વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં 11 મેડલ જીતવા બદલ ભારતના જુનિયર અને કેડેટ તીરંદાજોને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“2023 વર્લ્ડ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અમારા તીરંદાજો પર ગર્વ છે. તેમની સિદ્ધિઓ ભારતમાં તીરંદાજીના ભાવિ માટે સારી નિશાની છે અને આવનારા ઘણા તીરંદાજોને પ્રોત્સાહિત કરશે.”

YP/GP/JD