Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ તેમના ભાષણ માટે વિચારો મંગાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2017ના રોજ તેમના રાષ્ટ્રજોગ સંબોધન માટે વિચારો મંગાવ્યા છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એપ પર ખાસ બનાવવામાં આવેલ જાહેર ફોરમ પર ભાષણ માટે પોતાના વિચારો વહેંચવા લોકોને અપીલ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે હું 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરીશ, ત્યારે હું ફક્ત માધ્યમ હોઈશ. મારો અવાજ 125 કરોડ ભારતીયોનો અવાજ બની રહેશે.

15 ઓગસ્ટના રોજ ભાષણ માટે એનએમ એપ પર ખાસ બનાવવામાં આવેલ જાહેર ફોરમ પર તમારા વિચારો વહેંચો. http://nm4.in/dnldapp.”

AP/J.Khunt/TR/GP