Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય સમુદાયનાં કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ ભાગ લેવાની વાતને આવકાર આપ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બરનાં રોજ ટેક્સાસનાં હ્યુસ્ટનમાં આયોજિત વિશેષ સામુદાયિક કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ સામેલ થવાનાં સમાચાર પર પ્રસન્નતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિનું જોડાવું ભારત અને અમેરિકા વચ્ચેની વિશેષ મિત્રતાનું પ્રતીક છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ કાર્યક્રમમાં સામેલ થવાનો ખાસ સંકેત આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભારત-અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને ઉજાગર કરે છે અને અમેરિકન સમાજ તથા અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનાં યોગદાનને સન્માન આપે છે.

આ અગાઉ સવારે વ્હાઇટ હાઉસે એક અખબારી નિવેદન જાહેર કરીને ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. આ કાર્યક્રમને મહત્ત્વપૂર્ણ ગણાવીને અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, “આ અમેરિકા અને ભારતનાં લોકો વચ્ચે મજબૂત સંબંધો પર ભાર મૂકવા, દુનિયાનાં સૌથી જૂનાં અને સૌથી મોટા લોકતંત્ર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની ફરીથી પુષ્ટિ કરવા તથા ઊર્જા અને વેપારનાં સંબંધોને વધારે ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરવાનો મોટો પ્રસંગ હશે.”

‘હાઉડી મોદી – સંયુક્ત સ્વપ્નો, ઉજ્જવળ ભવિષ્ય’ એક સામુદાયિક કાર્યક્રમ છે, તેનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા 22 સપ્ટેમ્બર, રવિવારે અમેરિકામાં ટેક્સાસનાં હ્યુસ્ટન સ્થિત એનઆઈજી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં 50,000થી વધારે લોકો સામેલ થશે એવી આશા છે.

DK/J. Khunt/RP