Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે હેકેથોનમાં સહભાગી થયેલા દેશભરની વિવિધ સંસ્થાઓનાં વિદ્યાર્થીનાં કેટલાક જૂથો સાથે વાતચીત કરી હતી. એમાં કૃષિ, અર્થશાત્ર, કુપોષણ અને શિક્ષણ જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ હતી.

તેમણે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનને રાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા ઓપન ઇન્નોવેશન મોડલ તરીકે વર્ણવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દેશ નવાચારનાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ દેશ છે.

RP