Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌની યોજના હેઠળ આજી ડેમ ભરવાનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૌની યોજના અંતર્ગત રાજકોટ નજીક આજી ડેમને છલોછલ ભરવાનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, એક સમયે ગુજરાત પાણીની તીવ્ર તંગીનો સામનો કરતું હતું અને આ દિવસોથી અત્યાર સુધી આપણે બહુ લાંબી મજલ કાપી છે.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં બે દાયકામાં ગુજરાતના વિકાસની સફરમાં કેટલાંક હકારાત્મક ફેરફારો થયાં છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જેટલાં વધુ લોકોને પાણી સુલભ થશે, તેટલાં જ પ્રગતિનાં દ્વાર વધારે ખુલશે. તેમણે કહ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા શક્ય તેટલી વહેલી તકે પાણી આપવાની છે. તેમણે જણાવ્યું હતું કે, આપણી જવાબદારી પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની અને તેનું સંરક્ષણ કરવાની પણ છે.

તેમણે જળ સંરક્ષણનાં ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે અપીલ કરી હતી.

J.Khunt