Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૈન્ય દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૈન્ય દિવસ પર શુભેચ્છા પાઠવી છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સૈન્ય દિવસ પર હું સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમનાં પરિવારજનોને શુભેચ્છા પાઠવું છું. ભારતનાં દરેક નાગરિકો આપણી સેનામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેમને સેના પર ગર્વ છે. સૈનિકો આપણાં દેશનું રક્ષણ કરે છે તથા કુદરતી આપત્તિઓ અને અન્ય અકસ્માતો દરમિયાન માનવતાસભર પ્રયાસોમાં મોખરે પણ રહે છે. 

આપણું સૈન્ય હંમેશા દેશને સર્વોપરી ગણે છે. હું દેશની સેવા માટે પોતાનાં પ્રાણોનું બલિદાન કરનાર તમામ મહાન વિભૂતિઓને નમન કરૂ છું. ભારત આપણાં સાહસિક અને બહાદુર નાયકોને ક્યારેય ભૂલશે નહીં.”

 

 

NP/RP