Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: @iiscbangalore ખાતે સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. આનંદ વધારે છે કારણ કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું સન્માન પણ મને મળ્યું છે. મગજ સંબંધિત વિકૃતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેના સંશોધનમાં આ કેન્દ્ર મોખરે રહેશે.

એવા સમયે જ્યારે દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએ, ત્યારે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ જેવા પ્રયત્નો ખૂબ મહત્વ ધરાવે છે. આવનારા સમયમાં, તે હેલ્થકેર ક્ષમતાઓને મજબૂત કરશે અને આ ક્ષેત્રમાં અગ્રણી સંશોધનને પ્રોત્સાહિત કરશે.”

 

સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ તેની એક પ્રકારની સંશોધન સુવિધા તરીકે વિકસાવવામાં આવ્યું છે અને વય-સંબંધિત મગજની વિકૃતિઓનું સંચાલન કરવા માટે પુરાવા આધારિત જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 832 પથારીવાળી બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ IISc બેંગલુરુના કેમ્પસમાં વિકસાવવામાં આવશે અને પ્રતિષ્ઠિત સંસ્થામાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને દવાને એકીકૃત કરવામાં મદદ કરશે. તે દેશમાં ક્લિનિકલ રિસર્ચને મોટું પ્રોત્સાહિત પુરું પાડશે અને નવીન ઉકેલો શોધવા તરફ કામ કરશે જે દેશમાં આરોગ્યસંભાળ સેવાઓના સુધારમાં મદદ કરશે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com