Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરની ભવ્યતામાં નવા હીરાનો ઉમેરો થયો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ સાધારણ હીરા નથી, પણ વિશ્વનો શ્રેષ્ઠ છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સનું તેજ દુનિયામાં સૌથી મોટી ઇમારતોને ઢાંકી દે છે. તેમણે આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા શ્રી વલ્લભભાઈ લાખાણી અને શ્રી લાલજીભાઈ પટેલની નમ્રતા અને આટલા મોટા મિશનની સફળતા પાછળ સૌને સાથે લઈને ચાલવાની ભાવનાને શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વિશ્વમાં ડાયમંડ બુર્સ વિશેની ચર્ચા દરમિયાન ભારતના ગૌરવની સાથે સુરત ડાયમંડ બુર્સ હવે સામે આવશે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ડિઝાઇનર્સ, મટિરિયલ્સ અને કન્સેપ્ટની ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ બિલ્ડિંગ નવા ભારતની ક્ષમતાઓ અને સંકલ્પોનું પ્રતીક છે.” શ્રી મોદીએ સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે સમગ્ર ડાયમંડ ઉદ્યોગ, સુરત, ગુજરાત અને ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સુરત ડાયમંડ બુર્સના વોકથ્રુને આજે વહેલી સવારે યાદ કરીને પ્રધાનમંત્રીએ સ્થાપત્ય કળા પર પ્રકાશ પાડ્યો હતો અને ગ્રીન બિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો હતો, જે સમગ્ર વિશ્વમાં પર્યાવરણના હિમાયતીઓ માટે ઉદાહરણરૂપ બની શકે છે, બિલ્ડિંગનું સંપૂર્ણ આર્કિટેક્ચર કે જેનો ઉપયોગ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા શીખવા માટેના સાધન તરીકે થઈ શકે છે અને પંચતત્વ ગાર્ડનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો લેન્ડસ્કેપિંગના પાઠ માટે ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકાય છે.

સુરત માટે અન્ય બે ભેટસોગાદો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલના ઉદઘાટનનો અને સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાનો ઉલ્લેખ કર્યો હતો. લાંબા સમયથી પડતર રહેલી આ માગણીની પૂર્તિ માટે ઉપસ્થિત જનમેદનીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. તેમણે સુરત દુબઈની ફ્લાઈટ શરૂ થવાની અને ટૂંક સમયમાં જ શરૂ થનારી હોંગકોંગની ફ્લાઈટ અંગે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “સુરત સાથે ગુજરાત અત્યારે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે.”

સુરત શહેર સાથે તેમનાં વ્યક્તિગત જોડાણ અને શીખવાનાં અનુભવો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ સબકા સાથ સબકા પ્રયાસોનાં જુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સુરતની માટી તેને અન્ય દેશોથી અલગ પાડે છે.” શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ વિસ્તારમાં ઉત્પાદિત કપાસનો મેળ ખાતો નથી. સુરતની ઊંચીનીચી સપાટીની સફર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ભારત આવ્યાં હતાં, ત્યારે સુરતની ભવ્યતાએ અંગ્રેજોને આકર્ષ્યા હતા. તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે સુરત વિશ્વના સૌથી મોટા જહાજોનું ઉત્પાદન કેન્દ્ર હતું અને સુરતનું બંદર 84 દેશોના જહાજોના ધ્વજ ફરકાવશે. તેમણે ઉમેર્યું હતું કે, “હવે આ સંખ્યા વધીને 125 થઈ જશે.” શહેરને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્યને લગતી ગંભીર બિમારીઓ અને પૂરનો ઉલ્લેખ કર્યો હતો તથા શહેરની ભાવના પર કેવી રીતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તેની યાદ અપાવી હતી. પ્રધાનમંત્રીએ આજના પ્રસંગની નોંધ લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, સુરત દુનિયામાં ટોચનાં 10 વિકસતાં શહેરોમાંનું એક બની ગયું છે. તેમણે સુરતના ઉત્તમ સ્ટ્રીટ ફૂડ, સ્વચ્છતા અને કૌશલ્ય વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરત અગાઉ સન સિટી તરીકે જાણીતું હતું, જેનાં લોકોનાં સખત પરિશ્રમ અને સમર્પણનાં માધ્યમથી પોતાને ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને બ્રીજ સિટીમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આજે સુરત લાખો યુવાનો માટે ડ્રીમ સિટી છે.” તેમણે સુરતની આઇટી ક્ષેત્રે હરણફાળની પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, સુરત જેવા આધુનિક શહેરને ડાયમંડ બુર્સના રૂપમાં આવી ભવ્ય ઇમારત મળવી એ પોતે જ ઐતિહાસિક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુરતનાં લોકો લાંબા સમયથી મોદીની ગેરંટી જાણે છે.” તેમણે કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ સુરતની જનતા માટે મોદીની ગેરંટીનું ઉદાહરણ છે. દિલ્હીમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકો સાથેની તેમની વાતચીત અને 2014માં દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમન્ડ કોન્ફરન્સ કે જેમાં હીરા ઉદ્યોગ માટે વિશેષ સૂચિત ઝોનની જાહેરાત કરવામાં આવી હતી, તે યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસને પગલે સુરત ડાયમંડ બુર્સ સ્વરૂપે મોટું ડાયમંડ સેન્ટર બન્યું છે, જેનાથી એક જ છત હેઠળ હીરાના વેપારનાં ઘણાં પાસાંઓ શક્ય બન્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “કશબી, કારીગર અને બિઝનેસમેન માટે તમામ માટે સુરત ડાયમંડ બુર્સ વનસ્ટોપ શોપ બની ગયું છે.” તેમણે માહિતી આપી હતી કે, બુર્સમાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ, સલામત વોલ્ટ અને જ્વેલરી મોલ જેવી સુવિધાઓ હશે, જે 1.5 લાખ નવી નોકરીઓ તરફ દોરી જશે.

સુરતની ક્ષમતાઓ પર વધુ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે વિશ્વની અર્થવ્યવસ્થામાં 10મા સ્થાનથી લઈને પાંચમા સ્થાન સુધીની હરણફાળ ભરી છે. તેમણે કહ્યું કે, “હવે મોદીએ એ વાતની ગેરંટી આપી દીધી છે કે, ત્રીજી ઈનિંગમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે.” તેમણે ઉમેર્યું હતું કે, સરકાર પાસે આગામી 25 વર્ષ માટેનો રોડમેપ છે અને તે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનાં લક્ષ્યાંકો પર કામ કરી રહી છે.

નિકાસ વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના હીરા ઉદ્યોગની મોટી ભૂમિકા રહેશે. તેમણે ઉદ્યોગના ટાઇટન્સને દેશની નિકાસ વધારવામાં સુરતની ભૂમિકા વધારવાની રીતો શોધવા જણાવ્યું હતું. ડાયમંડ જ્વેલરીની નિકાસ, સિલ્વર કટ ડાયમંડ અને લેબમાં ઉગાડવામાં આવતા હીરામાં ભારતનું મોખરાનું સ્થાન જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, એકંદરે વૈશ્વિક જેમ્સજ્વેલરીની નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 3.5 ટકા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો સુરત નિર્ણય લે, તો જેમ્સજ્વેલરીની નિકાસમાં આપણો હિસ્સો બે આંકડાને આંબી શકે છે.” તેમણે આ ક્ષેત્રને નિકાસને પ્રોત્સાહન આપવા, પેટન્ટ ડિઝાઇનને પ્રોત્સાહન આપવા, નિકાસ ઉત્પાદનોના વૈવિધ્યકરણ, વધુ સારી ટેકનોલોજી માટે જોડાણ, લેબગ્રોઇંગ અથવા ગ્રીન ડાયમંડને પ્રોત્સાહન આપવા અને બજેટમાં ગ્રીન ડાયમંડ માટે વિશેષ જોગવાઈઓ જેવા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત તરફ સકારાત્મક વૈશ્વિક દ્રષ્ટિકોણ અને મેક ઇન ઇન્ડિયાબ્રાન્ડનાં વધતાં કદનો લાભ આ ક્ષેત્રને મળવાનો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર શહેરમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર વિશેષ ભાર મૂકીને લોકોની ક્ષમતાને આગળ વધારવા સુરતની ક્ષમતામાં વધારો કરી રહી છે. સુરતનાં જોડાણની વાત કરતાં શ્રી મોદીએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મેટ્રો રેલ સેવા અને હજીરા પોર્ટ, ડીપ વોટર એલએનજી ટર્મિનલ અને મલ્ટિકાર્ગો પોર્ટ સહિત સુરતનાં બંદરોનો ઉલ્લેખ કર્યો હતો. “સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં બહુ ઓછાં શહેરોમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે.” તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતની કનેક્ટિવિટી અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે સુરતની ઉત્તર અને પૂર્વ ભારતની રેલવે કનેક્ટિવિટીને મજબૂત કરશે. દિલ્હીમુંબઈ એક્સપ્રેસ વે પણ સુરતના બિઝનેસને નવી તકો પૂરી પાડવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ દરેકને શહેરની આધુનિક કનેક્ટિવિટીનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, “જો સુરત આગળ વધશે, તો ગુજરાત આગળ વધશે. જો ગુજરાત આગળ વધશે તો દેશ આગળ વધશે.” આ સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ આગામી મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા, સાંસદ શ્રીમતી દર્શના જરદોશ, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી સી આર પાટીલ, ધર્મનંદન ડાયમંડ લિ.ના શ્રી લાલજીભાઇ લાખાણી અને ધર્મનંદન ડાયમંડ લિમિટેડના શ્રી લાલજીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વ ભાગ

સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. તે રફ અને પોલિશ્ડ બંને હીરા તેમજ ઝવેરાતના વેપાર માટેનું વૈશ્વિક કેન્દ્ર બનશે. બુર્સ આયાત નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ‘; રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વોલ્ટ્સ માટેની સુવિધાનો સમાવેશ કરશે.

YP/GP/JD