પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમને એક સાચા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી હતી. તેઓ તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને પોતાના અપ્રતિમ તાલથી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતના માધ્યમથી તેમણે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓનું વૈશ્વિક સંગીતની સાથે સહજતાથી મિશ્રણ કર્યું, આમ તેઓ સાંસ્કૃતિક એકતાના પ્રતિક બની ગયા હતા.
તેમની શાનદાર પ્રસ્તુતીઓ અને ભાવપૂર્ણ રચનાઓ સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પેઢીઓને પ્રેરિત કરવામાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Deeply saddened by the passing of the legendary tabla maestro, Ustad Zakir Hussain Ji. He will be remembered as a true genius who revolutionized the world of Indian classical music. He also brought the tabla to the global stage, captivating millions with his unparalleled rhythm.…
— Narendra Modi (@narendramodi) December 16, 2024