Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુઝલોન એનર્જીના સ્થાપક શ્રી તુલસી તંતીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ઉદ્યોગપતિ અને સુઝલોન એનર્જીના સ્થાપક શ્રી તુલસી તંતીનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી તુલસી તંતી એક અગ્રણી બિઝનેસ લીડર હતા જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્યું હતું અને વધુ ટકાઉ વિકાસ માટે આપણા રાષ્ટ્રના પ્રયાસોને મજબૂત કર્યા હતા. તેમના અકાળ અવસાનથી વ્યથિત થયો છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

YP/GP/NP