પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કવરેજ સુધારવા માટે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરી હતી.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કે અનુકૂળ અને સસ્તું ઇંધણ પ્રદાન કરવા માટે મોટા પગલા લીધા છે. 2014માં માત્ર 66 જિલ્લાઓમાંથી, CGD નેટવર્ક 2023માં 630 જિલ્લાઓને આવરી લે છે; સ્થાનિક PNG કનેક્શનની સંખ્યા 2014માં માત્ર 25.40 લાખ હતી તે હવે વધીને 103.93 લાખ થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આ સારા આંકડા છે. આ કવરેજને સાકાર કરવા માટે વર્ષોથી સખત મહેનત કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું.”
These are good numbers. I appreciate all those who worked hard over the years to make this coverage happen. https://t.co/N95OClJtKY
— Narendra Modi (@narendramodi) April 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
These are good numbers. I appreciate all those who worked hard over the years to make this coverage happen. https://t.co/N95OClJtKY
— Narendra Modi (@narendramodi) April 5, 2023