Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટિવલ 2016નું ઉદ્ઘાટન કર્યું ; સાતત્યપૂર્ણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગેની રાષ્ટ્રીય પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટિવલ 2016નું ઉદ્ઘાટન કર્યું ; સાતત્યપૂર્ણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગેની રાષ્ટ્રીય પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટિવલ 2016નું ઉદ્ઘાટન કર્યું ; સાતત્યપૂર્ણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગેની રાષ્ટ્રીય પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટિવલ 2016નું ઉદ્ઘાટન કર્યું ; સાતત્યપૂર્ણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગેની રાષ્ટ્રીય પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમમાં ગેંગટોક ખાતે સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટવિલ 2016નું ઉદ્ઘાટન કર્યું હતું અને સાતત્યપૂર્ણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગેની રાષ્ટ્રીય પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી સમક્ષ રાજ્યના કૃષિ મંત્રીઓ, કૃષિ ઉત્પાદન કમિશનરો અને કૃષિ સચિવોના જુદા જુદા જૂથોએ તૈયાર કરેલા અહેવાલો અંગે પાંચ પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રીએ “સિક્કિમ ઓર્ગેનિક”ના લોગોનું ડિજિટલ લૉન્ચ કર્યું હતું. તેમણે સિક્કિમમાં વિકસાવાયેલી ઓર્કિડની ત્રણ નવી જાતિઓ પણ લૉન્ચ કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ બે જિલ્લાઓને સંપૂર્ણ જૈવિક ખેતી અપનાવવા બદલ પ્રશસ્તિચિહ્નો એનાયત કર્યાં હતાં. તેમણે માટીની ચકાસણીને લગતાં પત્રક (સોઈલ હેલ્થ કાર્ડ) માટે 100 ટકા વ્યાપ હાંસલ કરવા બદલ પણ સિક્કિમના બે જિલ્લાઓને પ્રશસ્તિચિહ્નો એનાયત કર્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રીએ તેમના સંબોધનમાં સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી રામા રાવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પવન ચામલિંગને ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટેના તેમના વિઝન માટે બિરદાવ્યા હતા. રાજ્યમાં હાલમાં જે વિકાસ જોવા મળી રહ્યો છે, તે માટે તેમણે આ વિઝનને શ્રેય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કલ્યાણ અને વિકાસ અંગે મુખ્યમંત્રીએ ઉઠાવેલા મુદ્દાઓ બાબતે કેન્દ્ર સરકાર તપાસ કરશે.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે તેઓ સિક્કિમમાં રાજ્યના ખેડૂતોના મહેમાન બનીને આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અધિવેશનમાં કરાયેલા ચર્ચા વિમર્શમાં જે સૂર ઉઠ્યો છે, તેનાથી દેશની કૃષિજગતનું નવું સાકલ્યવાદી વિઝન નક્કી થયું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રેઝન્ટેશન્સમાંથી તમામ રાજ્યો સંબંધિત ભાગ અપનાવી શકે છે અને તેને “સિક્કિમ ડેક્લેરેશન” તરીકે યાદ રાખવું જોઈએ.

પ્રધાનમંત્રી શ્રીએ મુશ્કેલીઓ અને સંઘર્ષ છતાં જૈવિક ખેતી પ્રત્યે દૃઢ નિશ્ચયનું અનુકરણીય ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વએ સિક્કિમના ખેડૂતોના પ્રયત્નોની નોંધ લીધી છે. જૈવિક ખેતીના આ પ્રયત્નનો પવન હવે દેશભરમાં ફૂંકાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ થોડા સમય અગાઉ પેરિસમાં યોજાયેલી CoP-21ની બેઠકને યાદ કરતાં કહ્યું હતું કે એ બેઠકમાં ફરી પાછા મૂળ ભણી (બેક ટુ બેઝિક્સ)નો વિચાર પ્રબળ રીતે ઉઠ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સિક્કિમે પ્રકૃતિ સાથે સંવાદિતા સાધીને રહેવાનું એ લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે અને એટલા માટે તે વિકાસનું મોડેલ છે, જે પ્રકૃતિને પણ રક્ષણ આપે છે.

ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં 10મા સૌથી સ્વચ્છ શહેર તરીકે ગેંગટોક સ્થાન પામ્યું એ બદલ પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ રાજ્યોને કોઈ જિલ્લો કે બ્લૉક 100 ટકા જૈવિક વિસ્તારમાં રૂપાંતરિત કરવા જણાવ્યું હતું. આમ કરવાથી રાજ્યના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાનો આરંભ કરવાની પ્રેરણા મળશે એમ તેમણે જણાવ્યું હતું.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલી પાક વીમા યોજના – પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું હતું કે આ યોજનાને કારણે ખેડૂતોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે અને વીમાનો વ્યાપ વધે એ માટે પ્રયત્નો કરવા જોઈએ.

પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું હતું કે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. દેશભરમાં માટીની ગુણવત્તા ચકાસતી લેબોરેટરીઝનું નેટવર્ક સ્થપાવું જોઈએ અને આ માટે ઉનાળુ રજાઓમાં શાળાઓની પ્રયોગશાળાઓનો ઉપયોગ કરી શકાય એમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે કિસાન મોબાઈલ ફોન જેવી વિશિષ્ટ પ્રોડક્ટસની જરૂર છે, જે ખેડૂતોની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે આ દિશામાં સ્ટાર્ટ-અપ્સ આગેવાની લઈ શકે.

તેમણે એરેટેડ ડ્રિન્ક્સ (વાયુમિશ્રિત પીણાં)માં થોડો ફળોનો રસ ઉમેરવાનું સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સિક્કિમમાં એરપોર્ટ બનવાની સાથે જ જૈવિક ઉત્પાદનોની નિકાસોને ભારે પ્રોત્સાહન મળશે. તેમણે ગ્રામ્ય રસ્તાઓ બનાવવા પાછળ પણ કૃષિ પેદાશોને બજાર સાથે જોડવાનું વિઝન હોવાનું જણાવ્યું હતું. વૃક્ષારોપણ અને પશુપાલન કૃષિ પ્રવૃત્તિઓનાં અભિન્ન અંગ બનવાં જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ દરેક રાજ્યમાં પ્રગતિશીલ ખેડૂતોનું ડિજિટલ ઓનલાઈન પ્લેટફોર્મ સ્થાપવાનું સૂચન પણ કર્યું હતું.

AP/J.Khunt