Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેમ્પલમુસિસના સર શિવસાગર રામગુલામ બોટેનિક ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના કાયમી વારસાને યાદ કર્યો.

પુષ્પાંજલિ અર્પણ સમારોહ પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે ઐતિહાસિક બગીચામાં “એક પેડ મા કે નામ” પહેલ હેઠળ એક વૃક્ષ વાવ્યું.

AP/IJ/GP/JD