પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. નવી દિલ્હીના રાજપથ ખાતે એકત્રિત ઉત્સાહી યુવાઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દેશની એકતા સરદાર પટેલ દ્વારા એક સૂત્રમાં સાંકળવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સરદાર પટેલની નિર્ણય લેવાની દૃઢતા અને બુદ્ધિમત્તા હતી, જેનાથી દરેક પ્રકારની ખરાબીઓ નિષ્ફળ થઇ અને આધુનિક, સ્વતંત્ર ભારતનો ઉદય થયો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર પટેલે આપણને ‘અખંડ ભારત’ આપ્યું હતું અને હવે એ આપણી જવાબદારી છે આપણે તેને ‘શ્રેષ્ઠ ભારત’ બનાવીએ. તેમણે કહ્યું કે એકતા, શાંતિ અને સૌહાર્દ એ સિદ્ધાંત છે કે જેના પર ચાલીને 125 કરોડ ભારતીય આગળ વધી શકે તેમ છે.
પ્રધાનમંત્રીએ 1920ના દશકમાં અમદાવાદના મેયરના રૂપમાં સાફ-સફાઈ અભિયાન અને મહિલાઓ માટે 50 ટકા અનામતના પ્રસ્તાવ સહિત સરદાર પટેલ દ્વારા લેવામાં આવેલા પગલાંઓનું સ્મરણ કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ નવી યોજના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રૂપરેખા રજૂ કરી હતી, જેના અંગે રાજ્યો સાથે વિચાર-વિમર્શ કરીને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ બે રાજ્ય એક વર્ષ માટે અનોખી ભાગીદારી સંભાળશે. આ સમય અવધિ દરમિયાન બન્ને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક અને વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન કરવામાં આવશે, જેનાથી આ રાજ્યોના લોકોને એકબીજાને સમજવા અને નજીક આવવાનો અવસર મળી શકશે. તેમણે કહ્યું કે દરેક વર્ષે જુદા જુદા રાજ્યો એક બીજા સાથે આ પ્રકારની સહિયારી પ્રવૃત્તિ કરી શકશે.
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતિ ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી દ્વારા આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉફસ્થિત રહેનારા નાગરિકોને શપથ લેવડાવ્યા હતા અને એકતા દોડને ઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દિલ્હીના ઉપ રાજ્યપાલ શ્રી નઝીબ જંગ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહ અને શહેરી વિકાસ મંત્રી શ્રી વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
AP/J.Khunt
I bow to Sardar Patel. May his blessings always be with the nation & inspire us to scale newer heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2015
Paying homage to Sardar Patel. pic.twitter.com/lRlswkIcuB
— Narendra Modi (@narendramodi) October 31, 2015