પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચિના તટથી દૂર સમુદ્રમાં આઇએનએસ વિક્રમાદિત્ય પર કમાંડરોના સંયુક્ત સંમેલનની અધ્યક્ષતા કરી.
પહેલી વખત કોઇ વિમાન વાહક જહાજ પર કમાંડરોનું સંયુક્ત સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ આઇએનએસ વિક્રમાદિત્ય પર આગમન પહેલા આજે સવારે કોચ્ચિમાં આઇએનએસ ગરુડ પર ત્રણેય સેનાઓના ગાર્ડ ઓફ ઓનરની સલામીનું નિરીક્ષણ કર્યું, જ્યાં ત્રણેય સેનાઓના પ્રમુખોએ તેમની આગેવાની કરી હતી.
સંમેલન બાદ પ્રધાનમત્રીએ ભારતીય નેવીના પરિચાલન પ્રદર્શન તથા સમુદ્રી હવાઇ ક્ષમતાઓનું નિરીક્ષણે કર્યું હતું. પરિચાલન પ્રદર્શનમાં આઇએનએસ વિક્રમાદિત્યથી નેવીના લડાયક વિમાનના ઉડવા તથા ઊતરવાનું પ્રદર્શન, યુદ્ધતોપથી મિસાઇલ ફાયરિંગ કરવા, હેલીકોપ્ટર તથા લડાયક વિમાનનું ઉડાણ, સમુદ્રના કમાંડોના પરિચાલન, આઇએનએસ વિરાટ સહિત યુદ્ધતોપોની સ્ટીમ પોસ્ટ વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ આઇએનએસ વિક્રમાદિત્યના બોર્ડ પર સૈનિકો, નાવિકો તથા વાયુ સૈનિકો સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીના ભાષણના મુખ્ય અંશ આ પ્રકારે છે :
રક્ષા મંત્રી, શ્રી મનોહર પારિકર જી.
વાયુ સેના, થલ સેના તથા નેવીના પ્રમુખો,
આપણા કમાંડરો,
આપણા સૈન્ય અધિકારીઓ સાથે ફરીથી એક વખત મળવાથી મને આનંદ તથા ગર્વ થઇ રહ્યો છે. મને એ વાતનો આનંદ છે કે આપણે દિલ્હીથી બહાર એક સૈન્ય બેઝ પર મુલાકાત કરી રહ્યા છીએ.
કોચ્ચિ હિન્દ મહાસાગરના ટોચ પર અને આપણા સમુદ્રી ઇતિહાસની મધ્યમાં સ્થિત છે.
ભારતનો ઇતિહાસ સમુદ્રોથી પ્રભાવિત રહ્યો છે અને આપણા ભવિષ્યની સમૃદ્ધિ તથા સુરક્ષાનો રસ્તો પણ આ જ મહાસાગરોથી થઇને પસાર થાય છે.
વિશ્વના સૌભાગ્યની કુંજી પણ એમાં જ છુપાયેલી છે.
આ વિમાન વાહક જહાજ આપણી સમુદ્રી શક્તિનું સાધન તથા આપણી સમુદ્રી જવાબદારીનું પ્રતિક છે.
ભારતીય સશસ્ત્ર સેનાઓ હંમેશાથી ફક્ત પોતાની શક્તિ માટે જ જાણીતી નથી પરંતુ તે પોતાની પરિપક્વતા તથા જવાદબારી માટે ઓળખાય છે, જેનું તે નિર્વહન કરે છે.
તે આપણા સમુદ્રો તથા સીમાઓની રક્ષા કરે છે તથા આપણા રાષ્ટ્ર તથા આપણા નાગરિકોને સુરક્ષિત રાખે છે.
આપદા તથા સંઘર્ષની સ્થિતિમાં તે આપણા લોકો માટે રાહત તથા આશાનો સંચાર કર્યા ઉપરાંત પણ ખૂબ જ કાર્ય કરે છે. તે રાષ્ટ્રની ભાવનાને ઊંચી કરે છે તથા વિશ્વનો વિશ્વાસ પણ જીતે છે.
ચેન્નાઇમાં તમે વરસાદ તથા નદીના પ્રકોપથી લોકોનું જીવન બચાવવા માટે એક યુદ્ધ લડ્યું છે. નેપાળમાં, તમે સાહસ, વિનમ્રતા તથા કરુણાની સાથે સેવા કરી તથા નેપાળ અને યમનમાં તમે ફક્ત નાગરિકોને જ નહીં પરંતુ સંકટગ્રસ્ત દરેક વ્યક્તિનો હાથ પકડ્યો હતો.
આપણી સેનાઓ આપણા દેશની વિવિધતા તથા એકતાને દર્શાવે છે તથા તેમની સફળતા તેમને પ્રાપ્ત નેતૃત્વથી મળે છે.
હું તમારી સેનાઓ માટે દેશનો આભાર વ્યક્ત કરું છું.
જે સૈનિકોએ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું તથા જે વિશ્વની દુર્ગમ સીમાઓની દેખરેખ કરે છે. તે સૈનિકો સાથે અમારી સહાનૂભૂતિ છે. જ્યારે તે ઘર છોડે છે, તો તે પોતાના પરિવારથી અનિશ્ચિત વિદાય લે છે. તેમના પરિવારજનોને ક્યારેક – ક્યારેક તેમનું શબ પણ સ્વીકારવું પડે છે.
અમે તમારી સેવાનું સન્માન કરવા માટે ‘વન રેન્ક વન પેંશન’ના વચનને ઝડપથી લાગૂ કર્યું છે, જે દશકોથી પૂરું થઇ શક્યું નહોતું. અમે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તથા સંગ્રહાલય બનાવીશું, કારણ કે તમે રાજધાનીમાં લોકોના દિલોમાં રહેવાના હકદાર છો.
અમે પૂર્વ સૈનિકો માટે કૌશલ તથા અવસરોમાં સુધારો લાવીશું જેથી જ્યારે તે સેવાથી બહાર આવે, તો સ્વાભિમાન તથા ગૌરવથી એક વખત ફરી દેશની સેવા કરી શકે.
હું તમારા આંતરિક સુરક્ષા બળોની પણ સરાહના કરું છું, તેમની વીરતા તથા બલિદાનોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પરાસ્ત કર્યો છે તથા ડાબેરી ઉગ્રવાદી હિંસાને ઓછી કરી છે તથા પૂર્વોત્તરને વધારે શાંતિપૂર્ણ બનાવ્યું છે.
હું લાંબા સમયથી ચાલી આવતી નાગા સમસ્યાઓમાં નવી આશા લાવવા માટે આપણા વાર્તાકારોને ધન્યવાદ આપું છું.
ભારત પરિવર્તનના એક રોમાંચક ક્ષણમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં આશા તથા આશાવાદનો ઊંચો સમય ચાલી રહ્યો છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય આત્મવિશ્વાસ તથા દિલચસ્પીનો એક નવો સમય આવ્યો છે. આજે આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આપણી અર્થવ્યવસ્થા માટે એક અધિક ટકાઉ પથ પર છીએ.
આપણા કારખાના ફરીથી ગતિવિધિઓ સાથે ગણગણી રહ્યા છીએ. આપણે ભવિષ્ય પર એક નજર રાખતા ઉચ્ચ ગતિથી આગામી પેઢી માટે માળખાગત સુવિધાનું નિર્માણ કરી રહ્યા છીએ.
દરેક નાગરિક અવસરોથી ભરેલું ભવિષ્ય જોઇ શકે છે તથા વિશ્વાસની સાથે માળખાગત જરૂરિયાતોને પૂરી કરી શકે છે. ભારતની સમૃદ્ધી તથા આપણી સુરક્ષા માટે આ સ્થિતિ મહત્વપૂર્ણ છે.
પરસ્પર નિર્ભર દુનિયામાં ભારતનું પરિવર્તન આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી સાથે ઊંડાણથી જોડાયેલું છે તથા આ પ્રકારે આપણી સુરક્ષા પણ જોડાયેલી છે.
એટલા માટે આપણી વિદેશ નીતિમાં નવી તીવ્રતા તથા ઉદ્દેશ્યનો સમાવેશ થયો છે. પૂર્વમાં આપણે પરંપરાગત ભાગીદારીને જાપાન, કોરિયા તથા આસિયાનની સાથે મજબૂત બનાવ્યા છે. આપણે ઓસ્ટ્રેલિયા, મંગોલિયા તથા પ્રશાંત દ્વીપ સમૂહની સાથે પણ નવી શરૂઆત કરી છે.
આપણે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની પહોંચને વધારી છે, તથા પહેલી વખત આપણે સમુદ્રી ક્ષેત્ર માટે એક સ્પષ્ટ રણનીતિ વ્યક્ત કરી છે. આપણે આફ્રિકાની સાથે પોતાના સંબંધોને એક નવા સ્તર પર આગળ વધાર્યું છે.
આપણે મધ્ય એશિયા માટે પોતાના પ્રાચીન સંબંધોનો તાગ મેળવ્યો છે. આપણે પશ્ચિમ એશિયા તથા ખાડીમાં ઘનિષ્ઠ સંબંધો તથા સુરક્ષા સહયોગની સ્થાપના કરી છે.
રશિયા હંમેશાંથી આપણા માટે શક્તિનો સ્ત્રોત રહ્યો છે. આ આપણા ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.
આપણે અમેરિકા સાથે રક્ષા સહિત એક વ્યાપક તરીકે પોતાની ભાગીદારીને આગળ વધારી છે. યૂરોપમાં પણ આપણી રાજકિય ભાગીદારી મજબૂત થઇ છે.
દુનિયા ભારતને એક ફક્ત વૈશ્વિક અર્થવ્યવસ્થાના એક નવા ઉજ્જવળ સ્થાનના રૂપમાં જ નથી જોઈ રહી પરંતુ તેને ક્ષેત્ર તથા વૈશ્વિક શાંતિ, સુરક્ષા તથા સ્થિરતા માટે એક પ્રમુખ કેન્દ્રના રૂપમાં પણ જોવામાં આવે છે.
દુનિયા આતંકવાદ તથા કટ્ટરપંથના વધતા ખતરાથી મુકાબલો કરવા માગે છે અને ઇસ્લામી દુનિયા સહિત તમામ ક્ષેત્રોના દેશ ભારતનો સહયોગ કરવા માટે ઇચ્છુક છે.
આપણે આંતકવાદ તથા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, બેદરકારી પરમાણુ નિર્માણ તથા ખતરા સીમા અપરાધો તથા સૈન્ય આધુનીકિકરણનો વિસ્તાર થતા જોઇ રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં અસ્થિરતાની છાયા લાંબી થઇ રહી હતી.
આ ઉપરાંત, આપણા ક્ષેત્ર અનિશ્ચિત રાજકિય સંક્રમણ, કમજોર સંસ્થાઓ તથા આંતરિક સંઘર્ષોથી ગ્રસ્ત છીએ તથા પ્રમુખ શક્તિઓએ આપણી ભૂમિ તથા સમુદ્રી પડોસમાં પોતાની ગતિવિધિઓ વધારી છે.
સમુદ્રોમાં માલદીવ તથા શ્રીલંકાથી લઇને પહાડોમાં નેપાળ અને ભૂટાન સુધી આપણે આપણા હિતો તથા સંબંધોની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છીએ.
આપણા માર્ગમાં અનેક પડકારો તથા બાધાઓ છે. પરંતુ આપણે તેના માટે કાર્ય કરી રહ્યા છીએ કારણ કે શાંતિના લાભ ખૂબ જ મોટા છે અને આપણા માટે બાળકોનું ભવિષ્ય પણ દાવ પર છે.
આપણે સુરક્ષા વિશેષજ્ઞોને એક બીજાની આમને – સામને લાવવા માટે એનએસએ સ્તરની વાર્તા શરૂ કરી છે. પરંતુ આપણે દેશની સુરક્ષામાં કોઇ ઢીલાશ કરીશું નહીં અને આતંકવાદ પર તેમની પ્રતિબદ્ધતાની પ્રગતિ પર નજર રાખીશું.
આપણે એક સંયુક્ત, શાંતિપૂર્ણ, સમૃદ્ધ તથા લોકતાંત્રિક રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરવા માટે અફઘાનિસ્તાનના લોકોની મદદ માટે કટિબદ્ધ રહ્યા છીએ.
આપણે આપણી આર્થિક ભાગીદારીની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ચીનની સાથે નજીકના સંબંધોને આગળ વધારી રહ્યા છીએ.
મને વિશ્વાસ છે કે ભારત તથા ચીન પોતાના હિતો તથા જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેતા બે વિશ્વસ્ત રાષ્ટ્રોના રૂપમાં પોતાના પરસ્પરના સંબંધોને પણ જટિલતાથી અલગ રચનાત્મક રૂપથી કાર્ય કરી શકીએ છીએ.
તેજીથી પરિવર્તન થઇ રહેલા વિશ્વમાં ભારતની સામે ઘણા પરિચિત તથા નવા નવા પડાકારો છે. આ પડકારો ભૂમિ, સમુદ્ર તથા હવા ત્રણેય સ્થાનો પર છે, એમાં આતંકવાદથી લઇને પરમાણુ પર્યાવરણના પારંપરિક ખતરા સામેલ છે.
આપણી જવાબદારીઓ આપણી સીમાઓ તથા તટો સુધી જ સીમિત નથી. તે આપણા હિતો તથા નાગરિકો સુધી વ્યાપ્ત છે.
કારણ કે આપણી દુનિયામાં ફેરફાર આવતા રહે છે, અર્થવ્યવસ્થાનું સ્વરૂપ પણ બદલાઇ જાય છે તથા ઔદ્યોગિક નવા સ્વરૂપ સ્વીકારે છે. એટલે ટકરાવનું સ્વરૂપ તથા યુદ્ધના ઉદ્દેશ્ય પણ બદલી જશે.
આપણે જાણીએ છીએ કે જૂની પ્રતિદ્વદ્ધંતા નવા ક્ષેત્રો જેવા કે અંતરિક્ષ તથા સાઇબર ક્ષેત્રોમાં પણ ઉભરીને સામે આવી શકે છે. જોકે, તેની સાથે જ નવા ઔદ્યોગિક પરંપરાગત તથા નવીન પડકારો બંનેથી કારગર રીતે નીપટવા માટે નવી રીત સુલભ કરાવે છે.
એટલા માટે, ભારતમાં આપણે વર્તમાન હાલત માટે અવશ્ય તૈયાર રહેવું જોઇએ અને ભવિષ્ય માટે તૈયારી કરી લેવી જોઇએ.
ભારતને આ વાતનો પૂરો ભરોસો છે કે આપણા રક્ષા બળ કોઇ પણ દુસાહસને જડબા તોડ જવાબ આપવા તથા તેને નિષ્ફળ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે.
આપણા પરમાણુ સિદ્ધાંતના અનુરૂપ આપણા સામરિક શક્તિ સંતુલન મજબૂત તથા વિશ્વસનીય છે તથા આપણી રાજકિય ઇચ્છાશક્તિ સ્પષ્ટ છે.
આપણે રક્ષા ખરીદની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આપણે અનેક અટવાયેલા અધિગ્રહણોને મંજૂરી આપી દીધી છે.
આપણે કોઇ પણ કિલ્લતને પૂરી કરવા તથા પ્રતિસ્થાપન માટે ચોક્કસ પગલા ભરી રહ્યા છીએ.
દરેક સીમા પર માળખાગત સુવિધાઓના વિસ્તારીકરણની ગતિને ઝડપી કરી રહ્યા છીએ તથા પોતાના રક્ષા બળો તથા ઉપકરણોની ગતિશીલતાને વધારે સારી કરી રહ્યા છીએ. એમાં સીમાના ક્ષેત્રો માટે વ્યૂહાત્મક રેલવે પણ સામેલ છે.
આપણે મૌલિક નવી નીતિઓ તથા પહેલો દ્વારા ભારતમાં રક્ષા વિનિર્માણમાં ફેરફાર લાવી રહ્યા છીએ.
આપણા સાર્વજનિક ક્ષેત્ર આ પડકારોથી નિપટવા માટે કમર કરી રહ્યા છે. ખાનગી ક્ષેત્રોએ ખૂબ જ ઉત્સાહની સાથે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અને, વિદેશી રક્ષા કંપનીઓ ‘મેક ઇન ઇન્ડિયા’ માટે મહત્વાકાંક્ષી નવા પ્રસ્તાવોની સાથે અહીં આવી રહી છે. આ પ્રસ્તાવ લડાયક જેટ વિમાનો તથા હેલિકોપ્ટરોથી લઇને પરિવહન વિમાનો તથા યુએવી સુધી તથા વિમાનથી લઇને ઉન્નત સામગ્રી સુધીના છે.
આપણે પોતાને ત્યાં સુધી એક સુરક્ષિત રાષ્ટ્ર તથા સુદ્દઢ સૈન્ય શક્તિ નહીં કહી શકતા જ્યાં સુધી આપણે સ્થાનિક ક્ષમતાઓ વિકસીત ન કરી લઇએ. એનાથી પૂંજીગત ખર્ચો તથા તૈયાર સ્ટોક (ઇન્વેન્ટરી) પણ ઓછો થઇ જશે. આ ઉપરાંત, આ ભારતમાં ઉદ્યોગ, રોજગાર તથા આર્થિક વિકાસ માટે મોટો ઉત્પ્રેરક સાબિત થશે.
આપણે જલદીથી પોતાની ખરીદ નીતિઓ તથા પ્રક્રિયામાં સુધારો કરીશું તથા આપણી ઓફસેટ નીતિ રક્ષા ટેક્નોલોજીમાં આપણી ક્ષમતાઓને સારી કરવા માટે એક સામરિક ઉપકરણ બની જશે. રક્ષા ટેક્નોલોજી હવે એવો એક રાષ્ટ્રીય પ્રયત્ન સાબિત થશે જે આપણા દેશના તમામ સંસ્થાઓની સંભાવનાઓનો ઉપયોગ કરશે.
સશસ્ત્ર બળ ‘મેક ઇન ઇન્ડિયા’ મિશનની સફળતામાં ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. હું વિશેષ કરીને મોટી પૂંજીવાળી નેવી તથા વાયુસેનામાં તમારી સ્થાનીયકરણ યોજનાઓથી ઘણો ઉત્સાહિત છું.
અમે ઇચ્છીએ છીએ કે સ્થાનિક અધિગ્રહણ માટે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવામાં આવે, વિશિષ્ટતાઓ વિશે હું અધિક સ્પષ્ટતા થાય તથા નવાચાર, ડિઝાઇન તથા વિકાસના કાર્યોમાં આપણે રક્ષા બળો, વિશેષ કરીને યુદ્ધ દરમિયાન હથિયારોનો ઉપયોગ કરનારા લોકોની વધારે ભાગીદારી થાય.
સૌથી મહત્વની વાત એ છે કે અમે ઇચ્છીએ છીએ કે આપણા સશસ્ત્ર બળ ભવિષ્ય માટે પોતાને સમગ્ર રીતે તૈયાર રાખે તથા એક જ પ્રકારના પગલા અથવા જૂના સિદ્ધાંતો પર આધારિત તથા નાણાકિય વાસ્તવિકતાઓથી દૂર પરિપ્રેક્ષ્ય યોજનાઓ તૈયાર કરીને તેને ક્યારેય હાંસલ કરી શકાતી નથી. વિગત વર્ષ દરમિયાન અમે આ દિશામાં પ્રગતિ જોઇ છે, પરંતુ એના સાથે જ મારું એ માનવું છે કે પોતાની માન્યતાઓ, સિદ્ધાંતો, ઉદ્દેશ્યો તથા રણનીતિઓમાં સુધાર કરવા માટે આપણે રક્ષા બળો તથા આપણી સરકારને હજી વધારે કંઇક કરવાની જરૂર છે. આપણે બદલાતી દુનિયાને ધ્યાનમાં રાખતા પોતાના લક્ષ્યાંકો તથા પોતાના ઉપકરણોને નિશ્ચિત રૂપથી પરિભાષિત કરવી પડશે.
એવા સમયમાં જ્યારે પ્રમુખ શક્તિઓ પોતાના સશસ્ત્ર બળોને ઓછા કરી રહી છે તથા ટેક્નોલોજી પર થોડો વધારે ભરોસો કરી રહી છે, આપણે હજી પણ પોતાના રક્ષા બળોનો આકાર વધારવા પર જ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.
સશસ્ત્ર બળોના આધુનિકીકરણની સાથે – સાથે વિસ્તારીકરણ પણ એક મુશ્કેલ તથા અનાવશ્યક લક્ષ્ય છે.
આપણે એવા રક્ષા બળોની જરૂર છે જે ફક્ત વીર જ ન હોય પરંતુ ચુસ્ત, મોબાઇલ તથા ટેક્નોલોજી દ્વારા પણ સંચાલિત હોય.
આપણે અકસ્માત શરૂ થનારા યુદ્ધોને જીતવાની ક્ષમતાઓ હાંસલ કરવાની જરૂર છે, જેમાં લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધોની પરંપરાગત તૈયારી કામ નહીં આવે. આપણે આપણા પૂર્વાનુમાનોને નવી રીતે જોવાની જરૂર છે જેના લીધે ઇન્વેન્ટરીમાં મોટાભાગની રકમ ફસાઇ જાય છે.
કારણ કે આપણી સુરક્ષા ક્ષિતીજ તથા જવાબદારીઓ આપણા તટો તથા સીમાઓથી અલગ થઇ જાય છે એટલા માટે આપણે રેન્જ તથા ગતિશીલતાને ધ્યાનમાં રાખતા પોતાના સશસ્ત્ર બળોને તૈયાર કરવા પડશે.
આપણે આપણી ક્ષમતાઓમાં ડિઝિટલ નેટવર્કો તથા અંતરિક્ષ પરિસંપતિઓની તાકાતને પણ સમગ્ર રીતે સામેલ કરવી જોઇએ. એની સાથે જ આપણે તેનો બચાવ કરવા માટે પણ પૂરી રીતે તૈયાર રહેવું જોઇએ, કારણ કે આપણા દુશ્મનોના નિશાના પર સૌથી પહેલા તે જ રહેશે.
આ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે નેટવર્ક અખંડ હોય અને સમસ્ત એજન્સીઓ તથા સશસ્ત્ર બળો માટે એકીકૃત હોય. એની સાથે જ નેટવર્કોનો ચોક્કસ, સ્પષ્ટ તથા તુરંત કાર્યવાહી કરવામાં સમર્થ હોવું પણ આવશ્યક છે.
આપણે ધીમી ગતિથી પોતાના સશસ્ત્ર બળોના માળખામાં સુધારો લાવી રહ્યા છીએ. આપણે આખી પ્રક્રિયાને અવશ્ય જ નાની કરી દેવી જોઇએ.
આપણે સશસ્ત્ર બળોને દરેક સ્તર પર એકજૂટતાને પ્રોત્સાહન આપવું જોઇએ. સમાન ઉદ્દેશ્ય તથા સમાન ધ્વજ રહેવા છતા આપણે અલગ અલગ રંગોનો ગણવેશ પહેરીએ છીએ. ટોચના સ્તર પર એકજૂટતા અત્યંત આવશ્યક છે, જેની જરૂર લાંબા સમયથી અનુભવાઇ રહી છે.
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને નિશ્ચિત રીતથી ત્રણેય સેવાઓની કમાનનો અનુભવ હોવો જોઇએ, ટેક્નોલોજી આધારિત માહોલનો અનુભવ હોવો જોઇએ તથા આતંકવાદથી લઇને વ્યૂહાત્મક પડકારોનો સામનો કરવા માટેનો અનુભવ હોવો જોઇએ.
આપણે એવા સૈન્ય કમાંડરોની આવશ્યક્તા છે જે ફક્ત યુદ્ધ ભૂમિમાં શાનદાર રીતે નેતૃત્વ જ ન કરે પરંતુ ભવિષ્યની જરૂરોને ધ્યાનમાં રાખીને આપણા સશસ્ત્ર બળો તથા સુરક્ષા પ્રણાલિઓનું માર્ગદર્શન કરનારા ઉત્કૃષ્ટ વિચારક પણ હોય.
આપણા સૈન્ય અધિકારીગણ,
આ બે વિશ્વ યુદ્ધો તથા આપણા 1965ના યુદ્ધના સમાપનનો સ્મરણોત્સવ છે.
આ ગરીબી તથા જળવાયુ પરિવર્તનથી લડવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સમસ્ત માનવતાના એકજૂટ થવાનું પણ વર્ષ છે.
ભૂતકાળની મહાન ત્રાસદીઓની યાદો તથા વધુ સારા વિશ્વ માટે આપણા સંયુક્ત પ્રયાસમાં આપણે પ્રગતિ તથા જોખમની ચિરસ્થાયી માનવ કહાનીની યાદ અપાવી રહ્યા છીએ.
વર્દીધારક પુરુષો તથા મહિલાઓની પાસે અનેક જવાબદારીઓ હોય છે. શાંતિના ઉદ્દેશ્ય માટે કાર્ય કરવું. પ્રગતિ પ્રહરી બનવું.
હું જાણું છું કે આપણા સશસ્ત્ર બળ આ સિદ્ધાંતથી પ્રેરિત રહે છે. આપણા રાષ્ટ્ર, આપણા મિત્રો તથા આપણી દુનિયા માટે.
અને, તમે ભારતના વાયદાને પૂરો કરવા તથા દુનિયામાં તેનું સમૂચિત સ્થાન અપાવવામાં મદદ કરશો.
ધન્યવાદ.
J.Khunt/GP
With defence personnel at INS Vikramaditya. PM @narendramodi is in Kerala for a 2-day visit. pic.twitter.com/CUQzEGa8ex
— PMO India (@PMOIndia) December 15, 2015
Chaired Combined Commanders Conference on board INS Vikramaditya. Last year we had mooted the idea of holding the conference outside Delhi.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Elaborated on the changes in India. Our factories are humming with activity, next-gen infrastructure is being built & investment is rising.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Spoke about the changes in the defence sector. Impetus is being given to manufacturing, process of procurements is being quickened.
— Narendra Modi (@narendramodi) December 15, 2015
To transform India, every institution must reform itself. Together we will work towards India's overall progress. https://t.co/perYxUmYeA
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Some pictures from earlier today. pic.twitter.com/AUlK3uUA8n
— Narendra Modi (@narendramodi) December 15, 2015
Our Armed Forces defend our seas, protect our borders & keep India safe. We are extremely proud of them. pic.twitter.com/g0qfkBIQca
— NarendraModi(@narendramodi) December 15, 2015
Our Armed Forces defend our seas, protect our borders & keep India safe. We are extremely proud of them. pic.twitter.com/g0qfkBIQca
— Narendra Modi (@narendramodi) December 15, 2015