Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે પરમપૂજ્ય શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

પરમપૂજ્ય શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે અન્યોના ભલા માટે અથાક કામ કર્યું અને તેમના વિદ્વતાપૂર્ણ ઉત્સાહ માટે પણ તેઓ આદર પામ્યા. આ દુઃખની ઘડીમાં, મારા વિચારો તેમના અસંખ્ય ભક્તો સાથે છે. ઓમ શાંતિ. “

 

YP/GP/NP