Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રામનાથ કોવિંદજીને ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામનાથ કોવિંદજીને ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ શ્રી રામનાથ કોવિંદજીને અભિનંદન. ફળદાયી અને પ્રેરણાદાયી કાર્યકાળ માટે શુભકામના.

શ્રી રામનાથ કોવિંદજીને સાંસદો અને જુદા જુદા રાજ્યોના મળેલા શાનદાર સમર્થનથી ખુશી છે. હું મતદાતા સાથી સભ્યોનો આભાર માનું છું.

હું મીરાં કુમારજીને પણ તેમની ઝૂંબેશ માટે અભિનંદન આપું છું, જે લાકશાહીની વૃત્તિ અને મુલ્યો સાથે સુસંગત હતી અને તે બદલ આપણને સૌને ગર્વ છે.”

J.Khunt/TR