Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી મદનલાલ ખુરાનાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી મદનલાલ ખુરાનાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું શ્રી મદનલાલ ખુરાનાનાં નિધનથી દુઃખી છું. તેમણે દિલ્હીની પ્રગતિ માટે, ખાસ કરીને માળખાગત સુવિધાને સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ કામ કર્યું. તેમણે પોતાને દિલ્હી અને કેન્દ્ર સરકાર એમ બંને જગ્યાએ મહેનતુ અને લોકોને અનુકૂળ કામ કરનાર વહીવટકર્તા તરીકે સ્થાપિત કર્યા હતાં.

શ્રી મદનલાલ ખુરાનાજીને આપણે હંમેશા દિલ્હીમાં ભાજપને મજબૂત કરવા માટે યાદ કરીશું. તેમણે વિભાજન પછી દિલ્હીમાં શરણાર્થીઓની સેવા માટે અવિશ્વસનિય કાર્ય કર્યું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના છે.”

***

RP