Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી જગદીશ ઠક્કરના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનાં જનસંપર્ક અધિકારી શ્રી જગદીશ ઠક્કરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રધાનમંત્રી કાર્યાલયનાં જનસંપર્ક અધિકારી શ્રી જગદીશ ઠક્કરના નિધનથી ખૂબ દુઃખ થયું. જગદીશભાઈ એક વરિષ્ઠ પત્રકાર હતા, મને દિલ્હી તથા ગુજરાતમાં વર્ષોથી એમની સાથે કામ કરવાનો આનંદ મળ્યો હતો. તેઓ તેમની સાદગી અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા.

વર્ષોથી ઘણાં પત્રકારો નિયમિતપણે જગદીશભાઈનાં સંપર્કમાં રહેતા. અગાઉ તેમણે ગુજરાતનાં ઘણા મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું હતું. આપણે એક અદભુત વ્યક્તિ ગુમાવ્યા છે, જેમણે પોતાના કાર્યને પ્રેમ કર્યો અને અત્યંત મહેનતથી પોતાનું કામ કર્યું હતું. મારી સંવેદના એમના પરિવાર અને શુભેચ્છકો સાથે છું.”

J.Khunt/RP