Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની જન્મજયંતી પર શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે અન્યોની સેવા કરવા અને સર્વસમાવેશક અને ન્યાયી સમાજનું સંવર્ધન કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી. તેમણે દલિત લોકોને પણ સશક્ત બનાવવા માટે અસંખ્ય પ્રયાસો હાથ ધર્યા. તેમના વિચારો પેઢીઓથી લોકોને પ્રેરણા આપતા રહે છે.”

YP/GP/JD