Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષક દિન પર શિક્ષકોને વંદન કર્યા; ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન પર શિક્ષકોને વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શિક્ષક દિન પર હું શિક્ષકોને વંદન કરું છું, જેઓ સમાજમાં દેશના ભવિષ્યનો આધાર સમાન બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે, તેમના મનને પ્રદીપ્ત કરે છે અને જ્ઞાનનો દીપ પ્રકટાવે છે.

હું ઉત્કૃષ્ટ શિક્ષક અને રાજનીતિજ્ઞ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જન્મજયંતી પર શત શત વંદન કરું છું.

શિક્ષકો હંમેશા આપણા ‘ન્યૂ ઇન્ડિયા’ (નવા ભારત)ના નિર્માણ કરવાના સ્વપ્નને સાકાર કરવામાં કેન્દ્રીય ભૂમિકામાં છે. 21મી સદીનું ભારત અત્યાધુનિક સંશોધન અને નવીનતાથી પ્રેરિત છે.

ચાલો આપણે આગામી પાંચ વર્ષ “પરિવર્તનનો પવન ફૂંકવા, સમાજને જાગૃત કરવા અને નેતૃત્વ લેવા પ્રેરિત કરવા શિક્ષણને” માધ્યમ બનાવીએ.

TR