Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર તમામ શિક્ષકોની પ્રતિબદ્ધતાને બિરદાવી; ડો. એસ રાધાક્રિષ્નનને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર દેશના તમામ શિક્ષકોની પ્રતિબદ્ધતા અને સમર્પણની ભાવનાને બિરદાવી હતી. તેમણે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષાવિદ્ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, જેમના જન્મદિવસની યાદગીરી સ્વરૂપે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “હેપ્પી ટીચર્સ ડે! ભારત તમામ શિક્ષકોના સમર્પણ અને પ્રતિબદ્ધતાને બિરદાવે છે, સલામ કરે છે, જેઓ રાષ્ટ્રનિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. હું ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નને શત શત વંદન કરું છું, જેઓ શિક્ષાવિદ, રાજનીતિજ્ઞ અને વિદ્વાન હતા. તેઓ સન્માનીય શિક્ષક હતા, જેમણે ભારતના નિર્માણ માટે સેવા કરી હતી અને ઘણાં લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તમારા પર તમારા શિક્ષકનો પ્રભાવ શું છે? તમારો અનુભવ જણાવો અને અન્ય ઘણાં લોકોએ પોતાના ગુરુજનો વિશે લખેલા અનુભવોનો અભ્યાસ કરો, તેમાંથી પ્રેરણા મેળવો.”

AP/TR/GP