Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સ્કુલના બાળકો સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 સપ્ટેમ્બર, 2015ના રોજ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરના શાળાના બાળકો સાથે વાતચીત કરી. શાળાના બાળકો દ્વારા પૂર્ણરૂપથી કરાયેલા આ બેજોડ આયોજનમાં પ્રધાનમંત્રીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસના પ્રસંગે 125 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યના સ્મારક સિક્કા જારી કર્યા. પ્રધાનમંત્રીએ કલાઉત્સવ નામની એક વેબસાઈટનો પણ શુભારંભ કર્યો. જે દેશના માધ્યમિક સ્તર પર શાળાના વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને પોષણ અને પ્રદર્શન દ્વારા શિક્ષણમાં કલાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી એક પહેલ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાની ટિપ્પણીઓમાં કહ્યું કે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સ્કુલના બાળકો સાથે વાતચીત કરવાનું ખાસ મહત્વ છે. તેમણે કહ્યું કે એક શિક્ષકને તેમના છાત્રોની સિદ્ધિઓ દ્વારા ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે મા તો જન્મ આપે છે, પરંતુ શિક્ષક જ વાસ્તવિક જીવન પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું એકબીજા માટે અદ્વિતીય મહત્વ છે, તેમણે કહ્યું કે, શિક્ષકોએ પણ અનેક બાળકો સાથે પોતાના અનુભવો વિશે લખવું જોઈએ. તેમણે કહ્યું કે, શિક્ષક બધા છાત્રોને મહત્વપૂર્ણ સમજે અને એ બધાને યાદ રાખે – ન કે માત્ર શૈક્ષણિક દ્રષ્ટિએ વિશિષ્ટતા દર્શાવનારા બાળકોને જ.

પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને યાદ કરતાં કહ્યું કે, ડૉ. કલામને એક શિક્ષકના રૂપમાં યાદ કરવા જોઈએ. તેમણે કહ્યું કે ડૉ. કલામને અધ્યાપનનો શોખ હતો અને પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી પણ તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાં આજના સમયમાં પણ મહાન શિક્ષક છે, જે એન્જીનિયર, ડૉક્ટર અને વૈજ્ઞાનિકોને તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે, જે વિશ્વભરમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે શિક્ષકનું લક્ષ્ય રૉબોટ બનાવવાને બદલે એક પૂરી પેઢીનું પોષણ કરવાનું હોવું જોઈએ.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ જુબીન ઇરાની અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર કુશવાહા, શ્રી રામશંકર કઠેરિયા અને શ્રી જયંત સિંહા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

UM/J.Khunt/GP