Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી જૈન આચાર્ય દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કર્યું,

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી જૈન આચાર્ય દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કર્યું,


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (10-1-2016) વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી જૈન આચાર્ય રત્નસુંદરસુરીસ્વરજી મહારાજ દ્વારા લિખિત ‘મારું ભારત, સારું ભારત (મેરા ભારત શ્રેષ્ઠ ભારત)’ શીર્ષકના પુસ્તકનું વિમોચન કર્યું.

રત્નાત્રેય ટ્રસ્ટના સાહિત્ય સત્કાર સમિતિ દ્વારા મુંબઈમાં આયોજિત પુસ્તક વિમોચન સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ આચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજની સરાહના કરતા કહ્યું કે 300 પુસ્તકો કોઈ નાનું કાર્ય નથી. જીવનના કેટલાક પાસાઓમાં મહારાજના કાર્યોનો પડછાયો જોઈ શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પુસ્તકોમાં તેમની ‘દિવ્યવાણી’ ગૂંજે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર ધર્મ, દરેક ધર્મથી મોટો હોય છે. પ્રધાનમંત્રીએ સંતોની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે આ અમારી વિરાસત છે કે ભારતમાં કેટલાય સંતો અને મુનિઓ રહે છે, જેમણે રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે લોકોને ગરીબી નાબૂદીના પ્રયાસો, સ્વચ્છ ભારત અને લાખો યુવાનોની ઉર્જાના માધ્યમ સાથે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે ક્યારેય સાંપ્રદાયિકતાની બાબતમાં વાત નથી કરી, પરંતુ હંમેશા માનવજાતિના લાભ માટે આધ્યાત્મનો પ્રચાર કર્યો. તેમણે કહ્યું ‘અમે આ વાત પર વિશ્વાસ કરીએ છીએ કે દરેક સમસ્યાનું સમાધાન આધ્યાત્મિકતાના માધ્યમથી થઈ શકે છે.’

આચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી પુસ્તકનું વિમોચન કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો અને કહ્યું ‘પરિવારની પાસે મૂલ્યો હોય છે અને દેશોની પાસે સંસ્કૃતિ.

UM/AP/J.KHUNT/GP