Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ પ્રવાસન દિવસ પર અતુલ્ય ભારતની સુંદરતાને જોવા-માણવા લોકોને આમંત્રણ આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સુંદરતાને જોવા અને માણવા સમગ્ર દુનિયાનાં લોકોને આમંત્રણ આપ્યું છે. તેમણે દેશની યુવા પેઢીને સમગ્ર દેશમાં પ્રવાસ કરવા અને તેની વિવિધતાને માણવા પણ અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ પ્રવાસન દિવસ પર હું સમગ્ર દુનિયાનાં લોકોને અતુલ્ય ભારતની સુંદરતા જોવા અને આપણાં લોકોનાં આતિથ્ય સત્કારને માણવા આમંત્રણ આપું છું. હું ખાસ કરીને યુવા મિત્રોને સમગ્ર ભારતનો પ્રવાસ કરવા અપીલ કરું છું અને આપણાં વાઇબ્રન્ટ દેશની વિવિધતાનો અનુભવ લેવા જણાવું છું.”

 

પ્રધાનમંત્રીએ ગયા રવિવારે મન કી બાતનાં 36માં હપ્તામાં પ્રવાસન અને તેનાં લાભો વિશે તેમણે જે કહ્યું હતું એનાં ક્લિપ પણ વહેંચ્યાં હતાઃ https://soundcloud.com/narendramodi/unity-in-diversity-is-indias-speciality

 

NP/J.Khunt