પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત‘ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધતાં ખુશી વ્યક્ત કરી હતી કે, ગુજરાતનાં દરેક ભાગનાં લોકો ગુજરાતની વિકાસયાત્રા સાથે જોડાયેલાં છે. તેમણે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમની ભાગીદારીને યાદ કરી હતી, જેને 20 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે એક ભવ્ય રોકાણ કાર્યક્રમ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને પરિવારોનો વિકાસ થવા લાગ્યો, તેમ તેમ પ્રધાનમંત્રીએ દરેક ગરીબ માટે નવા મકાનોનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો અને લગભગ 1.25 લાખ લોકોનો ઉલ્લેખ કર્યો, જેમનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેમણે આજે પોતાનું નવું ઘર પ્રાપ્ત કરનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે આ પ્રકારનાં માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને ‘મોદી કી ગેરંટી‘ કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી.”
પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી હતી, જેમાં રાજ્યમાં 180થી વધારે સ્થળોએ આટલા બધા લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં તમારા આશીર્વાદ આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આ વિસ્તારની પાણીની તંગીને યાદ કરીને પ્રધાનમંત્રીએ પર ડ્રોપ મોર ક્રોપ અને ટપક સિંચાઈ જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો, જેણે બનાસકાંઠા, મહેસાણા, અંબાજી અને પાટણમાં કૃષિમાં મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં વિકાસનાં પ્રયાસોથી યાત્રાળુઓની સંખ્યામાં મોટું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદથી આબુ રોડ સુધીની બ્રોડગેજ લાઈન જે બ્રિટિશ કાળથી જ પેન્ડીંગ હતી તેનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે.
પોતાના ગામ વડનગર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ તાજેતરમાં મળી આવેલી 3,000 વર્ષ જૂની પ્રાચીન કલાકૃતિઓનો ઉલ્લેખ કર્યો હતો, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તેમણે હાટકેશ્વર, અંબાજી, પાટણ અને તારંગાજી જેવા સ્થળોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત ધીમે ધીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે.
નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળ આયોજનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યાં મોદીનું ગેરેન્ટીની ગાડી દેશના લાખો ગામડાઓમાં પહોંચી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતના કરોડો લોકો આ યાત્રા સાથે જોડાયા છે. તેમણે દેશમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને યોજનાઓનો લાભ લેવા, ભંડોળનું કુશળતાપૂર્વક સંચાલન કરવા અને ગરીબીને દૂર કરવા માટેની યોજનાઓ અનુસાર તેમના જીવનને ઘડવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લાભાર્થીઓને આ પહેલને ટેકો આપવા અને ગરીબી નાબૂદ કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી. આજે સવારે લાભાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તેમના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી, જેને તેમના નવા ઘરો સાથે પ્રોત્સાહન મળ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજનો સમય ઇતિહાસ રચવાનો છે.” તેમણે આ સમયગાળાને સ્વદેશી ચળવળ, ભારત છોડો આંદોલન અને દાંડી કૂચના સમયગાળા સાથે સરખાવ્યો હતો, જ્યારે સ્વતંત્રતા દરેક નાગરિકનું લક્ષ્ય બની હતી. તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ એ રાષ્ટ્ર માટે સમાન ઠરાવ બની ગયો છે. તેમણે ગુજરાતની ‘રાજ્યની પ્રગતિ દ્વારા રાષ્ટ્રીય વિકાસ‘ની વિચારસરણી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ભાગ છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતે ભરેલી હરણફાળની નોંધ લીધી હતી અને માહિતી આપી હતી કે, રાજ્યનાં શહેરી વિસ્તારોમાં 9 લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. પીએમ આવાસ – ગ્રામીણ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા અને ઝડપી નિર્માણ સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલા 1100 મકાનોનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, વર્ષ 2014 અગાઉનાં સમયગાળાની સરખામણીમાં ગરીબો માટે ઘરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. અગાઉનાં સમયમાં ગરીબોનાં મકાનોનાં નિર્માણ માટે નજીવા ભંડોળ અને કમિશન વગેરે સ્વરૂપે થતી ગેરરીતિઓ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોનાં ઘરો માટે હસ્તાંતરિત થતાં નાણાં હવે 2.25 લાખથી વધારે થઈ ગયાં છે અને વચેટિયાઓને દૂર કરીને તેમનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવે છે. તેમણે શૌચાલયોનું નિર્માણ, નળનાં પાણીનાં જોડાણો, વીજળી અને ગેસનાં જોડાણો પૂરાં પાડવાની સાથે–સાથે કુટુંબોની જરૂરિયાતો અનુસાર ઘરો બાંધવાની સ્વતંત્રતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ સુવિધાઓએ ગરીબોને નાણાં બચાવવામાં મદદ કરી છે.” પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે હવે આ ઘરો મહિલાઓના નામે રજિસ્ટર થઈ ગયા છે, જેનાથી તેમને ઘરમાલિક બનાવવામાં આવે છે.
યુવા, કિસાન, મહિલા અને ગરીબ એ વિકસિત ભારતનાં ચાર આધારસ્તંભ છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનું સશક્તીકરણ સરકારની ટોચની કટિબદ્ધતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ગરીબ‘માં દરેક સમુદાયનો સમાવેશ થાય છે. યોજનાઓનો લાભ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક સુધી પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “જેમની પાસે કોઈ ગેરંટી નથી, તેમના માટે મોદી ગેરંટી ધરાવે છે.” તેમણે મુદ્રા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જ્યાં દરેક સમુદાયનાં ઉદ્યોગસાહસિકોને કોલેટરલ–ફ્રી લોન મળી શકે છે. એ જ રીતે વિશ્વકર્મા અને શેરી વિક્રેતાઓને નાણાકીય સાધનો અને કૌશલ્યો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. “દરેક ગરીબ કલ્યાણ યોજનાનો સૌથી મોટો લાભ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારોને થાય છે. મોદીની ગેરંટીથી જો કોઈને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે આ પરિવારો છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોદીએ લખપતિ દીદીઓ બનાવવાની ગેરંટી આપી છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ 1 કરોડ લખપતિ દીદીઓ વસે છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાઓ સામેલ છે. તેમણે આગામી થોડાં વર્ષોમાં 3 કરોડ લખપતિ દીદીઓનું સર્જન કરવાનાં સરકારનાં પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી ગરીબ પરિવારોને મોટું સશક્તીકરણ મળશે. તેમણે આશા અને આંગણવાડીનાં કાર્યકર્તાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમને આ વર્ષનાં બજેટમાં આયુષ્માન યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રીએ ગરીબો અને મધ્યમ વર્ગનાં ખર્ચમાં ઘટાડો કરવા માટે સરકારનાં ભાર પરત્વે ધ્યાન દોર્યુ હતું. તેમણે નિઃશુલ્ક રાશન, હોસ્પિટલોમાં સસ્તી સારવાર સુવિધાઓ, ઓછી કિંમતની દવાઓ, સસ્તા મોબાઈલ ફોન બિલ, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને વીજળીના બિલમાં ઘટાડો કરતા એલઈડી બલ્બનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ વીજળીના બીલ ઘટાડવા અને પેદા થતી વધારાની વીજળીમાંથી કમાણી ઉભી કરવા માટે 1 કરોડ ઘરો માટેની રૂફટોપ સોલર યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ લગભગ 300 યુનિટ વીજળી મફત થશે અને સરકાર દર વર્ષે હજારો રૂપિયાની વીજળી ખરીદશે. મોઢેરામાં બનેલા સોલાર વિલેજ વિશે બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આવી ક્રાંતિ હવે આખા દેશમાં જોવા મળશે. તેમણે ઉજ્જડ જમીનો પર સોલર પમ્પ અને નાના સોલર પ્લાન્ટ સ્થાપવામાં સરકાર ખેડૂતોને મદદ કરતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને દિવસે પણ સિંચાઈ માટે વીજળી મળી રહે તે માટે સૌર ઊર્જા દ્વારા ખેડૂતોને અલગથી ફીડર આપવાની કામગીરી પણ ચાલી રહી છે.
ગુજરાતને વેપારી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેની વિકાસ યાત્રાને ઔદ્યોગિક વિકાસ માટે નવું બળ મળે છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં યુવાનોને ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે અભૂતપૂર્વ તકો મળી છે. પ્રધાનમંત્રીએ સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં યુવાનો આજે દરેક ક્ષેત્રમાં રાજ્યને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યાં છે અને દરેકને દરેક પગલે ડબલ એન્જિન ધરાવતી સરકારનાં સાથસહકારની ખાતરી આપી હતી.
પાર્શ્વ ભાગ
આ કાર્યક્રમનું આયોજન ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180થી વધુ સ્થળોએ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા બનાસકાંઠા ખાતે યોજાયો છે. રાજ્યવ્યાપી આ કાર્યક્રમમાં આવાસ યોજનાઓ સહિતની વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગુજરાત, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.
Addressing the #ViksitBharatViksitGujarat programme. Elated to inaugurate and perform Bhoomi Poojan of houses built under PM Awas Yojana. https://t.co/zxxpNP9YDf
— Narendra Modi (@narendramodi) February 10, 2024
हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो: PM #ViksitBharatViksitGujarat pic.twitter.com/cTuRn0TXRA
— PMO India (@PMOIndia) February 10, 2024
देश का बच्चा-बच्चा चाहता है कि आने वाले 25 साल में भारत विकसित राष्ट्र बने।
इसके लिए हर कोई अपना हर संभव योगदान दे रहा है: PM #ViksitBharatViksitGujarat pic.twitter.com/Yh40lAednc
— PMO India (@PMOIndia) February 10, 2024
नई तकनीक और तेज गति से घर बनाने के लिए हम अपनी आवास योजनाओं में आधुनिक टेक्नॉलॉजी का इस्तेमाल कर रहे हैं।#ViksitBharatViksitGujarat pic.twitter.com/eDdN6v4Wy1
— PMO India (@PMOIndia) February 10, 2024
गरीब, युवा, अन्नदाता और नारी, ये विकसित भारत के आधार स्तंभ हैं: PM#ViksitBharatViksitGujarat pic.twitter.com/S9TmZPoO6l
— PMO India (@PMOIndia) February 10, 2024
गरीब कल्याण की हर योजना के सबसे बड़े लाभार्थी दलित, ओबीसी, आदिवासी परिवार ही हैं।#ViksitBharatViksitGujarat pic.twitter.com/7dx36DE1XA
— PMO India (@PMOIndia) February 10, 2024
AP/GP/JD
Addressing the #ViksitBharatViksitGujarat programme. Elated to inaugurate and perform Bhoomi Poojan of houses built under PM Awas Yojana. https://t.co/zxxpNP9YDf
— Narendra Modi (@narendramodi) February 10, 2024
हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो: PM #ViksitBharatViksitGujarat pic.twitter.com/cTuRn0TXRA
— PMO India (@PMOIndia) February 10, 2024
देश का बच्चा-बच्चा चाहता है कि आने वाले 25 साल में भारत विकसित राष्ट्र बने।
— PMO India (@PMOIndia) February 10, 2024
इसके लिए हर कोई अपना हर संभव योगदान दे रहा है: PM #ViksitBharatViksitGujarat pic.twitter.com/Yh40lAednc
नई तकनीक और तेज गति से घर बनाने के लिए हम अपनी आवास योजनाओं में आधुनिक टेक्नॉलॉजी का इस्तेमाल कर रहे हैं।#ViksitBharatViksitGujarat pic.twitter.com/eDdN6v4Wy1
— PMO India (@PMOIndia) February 10, 2024
गरीब, युवा, अन्नदाता और नारी, ये विकसित भारत के आधार स्तंभ हैं: PM#ViksitBharatViksitGujarat pic.twitter.com/S9TmZPoO6l
— PMO India (@PMOIndia) February 10, 2024
गरीब कल्याण की हर योजना के सबसे बड़े लाभार्थी दलित, ओबीसी, आदिवासी परिवार ही हैं।#ViksitBharatViksitGujarat pic.twitter.com/7dx36DE1XA
— PMO India (@PMOIndia) February 10, 2024
‘વિકસિત ભારત’ આજે ગુજરાત સહિત દેશના દરેક બાળકનો સંકલ્પ બની ગયો છે. pic.twitter.com/ejV1ErKzTw
— Narendra Modi (@narendramodi) February 10, 2024
અમારી સરકારે, ગરીબોના પાક્કા મકાનો બનાવવા માટે સરકારી તિજોરી ખુલ્લી મૂકી છે. pic.twitter.com/906I2vx014
— Narendra Modi (@narendramodi) February 10, 2024
…અને એટલે જ કહીએ છીએ કે અમારી સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે…. pic.twitter.com/GbtvmFywgN
— Narendra Modi (@narendramodi) February 10, 2024
हमने तीन करोड़ नई लखपति दीदी बनाने का लक्ष्य रखा है, जिसका बहुत बड़ा लाभ गुजरात की भी हमारी बहनों को होने वाला है। pic.twitter.com/L6H1vfzEXe
— Narendra Modi (@narendramodi) February 10, 2024
हमारा निरंतर प्रयास रहा है कि गरीब और मध्यम वर्ग का खर्च कैसे कम हो। pic.twitter.com/rpdKcuJmJq
— Narendra Modi (@narendramodi) February 10, 2024