Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાસણીની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીનો પ્રવાસ કર્યો હતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

PM India

 

પ્રધાનમંત્રીએ વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પછી તેમણે વારાણસીમાં આનંદ કાનન વાટિકામાં વૃક્ષારોપાણ અભિયાન શરૂ કર્યું હતું.

PM India

ત્યારબાદ પ્રધાનમંત્રીએ માન મહેલમાં વર્ચ્યુઅલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. વારાસણીમાં દશાશ્વમેઘ ઘાટ નજીક સ્થિત આ સંગ્રહાલય એક વિશિષ્ટ સાંસ્કૃતિક સ્થળ છે, જે આપણાં સાંસ્કૃતિક વારસાનાં વિવિધ પાસાંઓ પ્રદર્શિત કરે છે.

 

RP