Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાણસી ખાતે બનારસ હિંદુ યુનિવર્સિટીના શતાબ્દિ વર્ષના દીક્ષાન્ત સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન આપ્યું

પ્રધાનમંત્રીએ વારાણસી ખાતે બનારસ હિંદુ યુનિવર્સિટીના શતાબ્દિ વર્ષના દીક્ષાન્ત સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના શતાબ્દિ વર્ષના દીક્ષાન્ત સમારંભને દીક્ષાન્ત પ્રવચન આપ્યું હતું.

યુનિવર્સિટીના સ્થાપક મહામાના મદન મોહન માલવિયને અંજલિ આપતા શ્રી નરેન્દ્ર મોદીએ તેમને રાષ્ટ્ર નિર્માણ માટેનું જ્ઞાન કે મૂલ્યો ધરાવતા સક્ષમ સુયોજિત લોકો તૈયાર કરનારા સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દીક્ષાન્તને શિક્ષણની પૂર્ણાહુતિ તરીકે ન ગણવું જોઈએ. તેમણે ઉમેર્યું કે વ્યક્તિની અંદરના વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખવો જોઈએ.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ સ્વભાવની સૌમ્યતા સાથે ઝીલવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ હંમેશા દેશ અને વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તેના ઉકેલ માટે નવીનતા અપનાવવી જોઈએ.

પ્રધાનમંત્રીએ સમારંભમાં તેમના ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આસપાસમાં સરકાર દ્વારા ચાલી રહેલી શાળાઓના વિદ્યાર્થીઓનો સંદર્ભ આપ્યો હતો. પદક વિજેતાઓને તેમણે આ બાળકો સાથે વાતચીત કરવા અનુરોધ કર્યો હતો, જેથી તેઓ પણ આવાં પદકો હાંસલ કરવા પ્રોત્સાહિત થાય.

UM/J.Khunt