Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાણસીમાં તુલસી માનસ મંદિર, દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી; રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વારાણસીમાં ઐતિહાસિક તુલસી માનસ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે“રામાયણ” પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી.

તુલસી માનસ મંદિરના સંકુલમાં “રામાયણ”ની થીમ પર સ્ટેમ્પ પ્રકાશિત કરવાના પ્રસંગના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્ટેમ્પ્સ સમાજમાં અતિ વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટેમ્પ્સ આપણા ઇતિહાસનું સંરક્ષણ કરવાનો અદ્બભૂત માર્ગ છે. દરેકના જીવનને ભગવાન રામનું જીવન અને આદર્શો કેવી રીતે પ્રેરિત કરે છે એના પર પ્રધાનમંત્રીએ વિગતવાર વાત કરી હતી.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ દુર્ગા માતા મંદિર અને દુર્ગા કુંડની મુલાકાત લીધી હતી.

TR