પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે રવિદાસ જયંતિ ઉજવણીઓનાં પ્રતીક સ્વરૂપે ગુરુ રવિદાસ જન્મ સ્થળ વિકાસ પરિયોજનાનું ભૂમિપૂજન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વારાણસીમાં ડિઝલ લોકોમોટિવ વર્કશોપમાં ડિઝલમાંથી વિદ્યુતિકૃત કરેલા સૌપ્રથમ લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપી હતી.
પ્રધાનમંત્રી વારાણસીનાં ડીઝલ લોકમોટિવ વર્કશોપમાં ડિઝલમાંથી વિદ્યુતિકૃત કરેલા સૌપ્રથમ લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપી રહ્યાં છે.
ભારતીય રેલવેનાં 100 ટકા વીજળીકરણનાં લક્ષ્યાંકને અનુરૂપ વારાણસીમાં સ્થિત ડિઝલ લોકોમોટિવ વર્ક્સે ડિઝલ લોકોમોટિવમાંથી વિદ્યુતિકૃત લોકોમોટીવમાં રૂપાંતર કરતું નવું પ્રોટોટાઇપ વિક્સાવ્યું છે. તેનાં જરૂરી પરિક્ષણો પછી પ્રધાનમંત્રીએ તેની સમીક્ષા કરી અને લોકોમોટિવને લીલી ઝંડી આપી હતી. ભારતીય રેલવેએ તમામ ડિઝલ લોકોમોટિવને તેના મધ્યાંતર દરમિયાન ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં પરિવર્તિત કરવાનો અને અંત સુધી તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના ઘર્ષણ ઊર્જામાં બચત કરવાની દિશામાં એક પગલું છે અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઘટાડો પણ કરે છે. ડિઝલ લોકોમોટિવ વર્ક્સે બે WDG3A ડિઝલ લોકોમોટિવને 10,000 હોર્સપાવરની ક્ષમતા ધરાવતાં ટ્વીન ઇલેક્ટ્રિક WAGC3 લોકોમોટિવમાં ફક્ત 69 દિવસમાં પરિવર્તિત કર્યા હતા. સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ એવું આ રુપાંતરણ સમગ્ર દુનિયામાં ભારતીય સંશોધન અને વિકાસની (આરએન્ડડી) નવીનતા છે.
પ્રધાનમંત્રી શ્રી ગુરુ રવિદાસની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ રવિદાસ જયંતિ નિમિત્તે શ્રી ગુરુ રવિદાસની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પછી તેમણે સીર ગોવર્ધનપુરમાં શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં ગુરુ રવિદાસ જન્મસ્થળ વિકાસ પરિયોજનાનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
સમાજનાં વંચિત સમુદાયોને મદદરૂપ થવા પોતાની સરકારની યોજનાઓ વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે ગરીબો માટે અનામત લઈ આવ્યા છીએ એટલે વંચિત સમુદાયને સન્માનયુક્ત જીવન જીવવાનો માર્ગ મળી શકે. સરકાર ભ્રષ્ટ લોકોને દંડ કરી રહી છે અને પ્રામાણિક લોકોને પુરસ્કૃત કરે છે.”
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રહસ્યવાદનાં આ કવિનાં ઉપદેશો આપણને હંમેશા પ્રેરિત કરે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, જો જ્ઞાતિ આધારિત ભેદભાવ જળવાઈ રહેશે, તો સમાજમાં કોઈ પણ પ્રકારની સમાનતા સ્થાપિત નહીં થાય અને લોકો એકબીજા સાથે જોડાઈ શકતાં નથી. તેમણે લોકોને શ્રી રવિદાસે કંડારેલા માર્ગ પર ચાલવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, જો તમે રવિદાસે કંડારેલા માર્ગ પર ચાલશો, તો આપણે ભ્રષ્ટાચારને દૂર કરી શકીશું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટનાં ભાગરૂપે સંતની પ્રતિમા સાથે ભવ્ય પાર્કનું નિર્માણ થશે અને યાત્રાળુઓ માટે તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
NP/J.Khunt/GP/RP
In Varanasi, flagged off the first ever Diesel to Electric Converted Locomotive.
— Narendra Modi (@narendramodi) February 19, 2019
I congratulate the entire team that has worked on this historic accomplishment, which will enhance the efforts of the Railways towards electrification. pic.twitter.com/0VmNI6BReF