પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને વારાણસીના નગરસેવકો (કોર્પોરેટર્સ)ને આવકાર્યા હતા.
પ્રધાનમંત્રીએ કોર્પોરેટર્સને શહેરને પ્રવાસીઓ માટે વધારે આકર્ષક બનાવવા ખભેખભો મિલાવીને કામ કરવા જણાવ્યું હતું. તેમણે કોર્પોરેટર્સને તેમના સંબંધિત વોર્ડમાં સ્વચ્છતા જાળવવા પ્રેરિત પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ વારાણસી સંસદીય વિસ્તારમાંથી સરપંચો અને કોર્પોરેટર્સ સાથે પાંચ દિવસીય આદાનપ્રદાન બેઠકોનું આયોજન કર્યું હતું, જેમાં આ બેઠક અંતિમ હતી.
TR