પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ આ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ભારત તકેદારી અને વિશ્વાસ સાથે મહામારીની વધુ એક લહેરનો સામનો કરી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રમાં ઘણા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે એક મજબૂત લોકશાહી તરીકે સમગ્ર માનવજાતને આશાનો પૂંજ આપ્યો છે જેમાં ભારતીયોની લોકશાહીમાં રહેલી અતૂટ શ્રદ્ધા, 21મી સદીને સશક્ત બનાવતી ટેકનોલોજી અને ભારતીયોના કૌશલ્ય તેમજ સ્વભાવનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન ભારતે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની દૂરંદેશીને અનુસરીને આવશ્યક દવાઓ તેમજ રસીની નિકાસ કરીને સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દેશ છે અને તેને ‘ફાર્મસી ઓફ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારત સંખ્યાબંધ સોફ્ટવેર એન્જિનિયરો પૂરા પાડી રહ્યું છે. ભારતમાં 50 લાખ કરતાં વધારે સોફ્ટવેર ડેવલપરો કામ કરી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, આજે ભારત યુનિકોર્નની સૌથી વધુ સંખ્યામાં ત્રીજા ક્રમે આવે છે. 10 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપની નોંધણી છેલ્લા છ મહિના દરમિયાન કરવામાં આવી છે. તેમણે ભારતના વિશાળ, સલામત અને સફળ ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ વિશે પણ વાત કરી હતી અને માહિતી આપી હતી કે, છેલ્લા મહિનામાં જ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા 4.4 બિલિયન કરતાં વધારે વ્યવહારો થયા છે. પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે તેમજ સરકારનો હસ્તક્ષેપ ઓછો કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કોર્પોરેટ કરવેરાના દરોનું સરળીકરણ કરવામાં આવ્યું છે અને તેમને દુનિયામાં સૌથી વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યા છે. ભારતે ડ્રોન, અવકાશ, જીઓ–સ્પેટિયલ મેપિંગ જેવા ક્ષેત્રોને નિયંત્રણ મુક્ત કર્યાં છે અને આઈટી તેમજ બીપીઓ ક્ષેત્રો સાથે સંબંધિત જૂના ટેલિકોમ નિયમનમાં સુધારા કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે ગયા વર્ષમાં 25 હજાર કરતાં વધારે અનુપાલનની આવશ્યકતા દૂર કરી છે.”
ભાગીદાર તરીકે ભારત પ્રત્યે વધી રહેલા આકર્ષણનો સંકેત આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે કટિબદ્ધ છે અને સંખ્યાબંધ દેશો સાથે મુક્ત વેપારના કરારો કરવા માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. ભારતની આવિષ્કારની ક્ષમતાઓ, ટેકનોલોજી સાથે અનુકૂલન અને ઉદ્યમશીલતાની ભાવના ભારતને એક આદર્શ વૈશ્વિક ભાગીદાર બનાવે છે. તેમણે કહ્યું હતું કે, “આ પ્રકારે અત્યારે ભારતમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતના યુવાનો ઉદ્યમશીલતાની નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 2014માં ભારતમાં માત્ર 100 સ્ટાર્ટ–અપ્સ હતા તેની સરખામણીએ આજે 60 હજાર કરતાં વધારે સ્ટાર્ટ–અપ્સ છે. આમાંથી 80 યુનિકોર્ન છે અને 40 કરતાં વધારે યુનિકોર્ન તો 2021માં જ ઉદયમાન થયા છે.
ભારતના આત્મવિશ્વાસ સાથેના અભિગમને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, જ્યારે આખી દુનિયા કોરોનાના સમયગાળા દરમિયાન જથ્થાત્મક સરળતા જેવા હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી ત્યારે ભારત સુધારાઓના મજબૂતીકરણ પર ધ્યાન આપી રહ્યું હતું. તેમણે 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબર દ્વારા કનેક્ટિવિટી જેવા ભૌતિક અને ડિજિટલ માળખાકીય સુવિધા, કનેક્ટિવિટી સંબંધિત માળકાકીય સુવિધામાં 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ, અસ્કયામતોના મુદ્રીકરણ દ્વારા 80 બિલિયન ડૉલર ઉભા કરવાનું લક્ષ્ય અને માલસામન, લોકો તેમજ સેવાઓની સળંગ કનેક્ટિવિટીમાં નવી ગતિશીલતા લાવવા માટે તમામ હિતધારકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટેના ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વગેરે ગણાવ્યા હતા. શ્રી મોદીએ ફોરમને જણાવ્યું હતું કે, ભારત માત્ર આત્મનિર્ભરતા માટે પ્રક્રિયાઓના સરળીકરણ પર ધ્યાન નથી આપી રહ્યું પરંતુ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, 14 ક્ષેત્રોમાં 26 અબજ ડૉલરના મૂલ્યની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ તેની સૌથી સ્પષ્ટ અભિવ્યક્તિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આગામી 25 વર્ષનાં લક્ષ્યોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં, દેશે કલ્યાણ અને સુખાકારીના ઉચ્ચ વિકાસ અને સંતૃપ્તિના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. વિકાસનો આ સમયગાળો હરિયાળો, સ્વચ્છ, ટકાઉ તેમજ ભરોસાપાત્ર હશે.
પ્રધાનમંત્રીએ પર્યાવરણના ભોગે આજની જીવનશૈલી અને નીતિઓ પર ધ્યાન આપ્યું હતું. તેમણે આપણી જીવનશૈલીના કારણે આબોહવા સામે ઊભા થઇ રહેલા પડકારો તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. ‘ફેંકી દો’ની સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદે આબોહવા પરિવર્તનના સંકટને વધુ ઘેરું બનાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના સમયના ટેક–મેક–યુઝ–ડિસ્પોઝ (લેવું–બનાવવું–વાપરવું–ફેંકી દેવું) અર્થતંત્રમાંથી ચક્રિય અર્થતંત્ર પર ઝડપથી સ્થાનંતર કરવું હિતાવહ છે. પ્રધાનમંત્રીએ CoP26 પરિષદ ખાતે તેમણે આપેલા મિશન LIFEનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે, L.I.F.E.ને વિરાટ જન આંદોલનમાં રૂપાંતરિત કરવાથી P-3 એટલે કે ‘પ્રો પ્લેનેટ પીપલ’નો મજબૂત પાયો બની શકે છે. LIFE એટલે કે ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ એવી લવચિક અને ટકાઉક્ષમ જીવનશૈલીની દૂરંદેશી છે જે આબોહવાની કટોકટીનો સામનો કરવા માટે અને ભવિષ્યમાં આવનારા અન્ય અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે હાથવગો ઉપાય હશે. શ્રી મોદીએ નિર્ધારિત સમય પહેલાં જ આબોહવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ભારતના પ્રભાવશાળી રેકોર્ડ વિશે પણ ફોરમને જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક વ્યવસ્થામાં બદલાતી વાસ્તવિકતાઓ અનુસાર અનુકૂલન સાધવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પરિવાર બદલાતા વૈશ્વિક વ્યવસ્થામાં નવા પડકારોનો સામનો કરી રહ્યો છે અને તેમણે દરેક દેશ પાસેથી અને વૈશ્વિક એજન્સીઓ પાસેથી સહિયારા અને તાલમેલપૂર્ણ પગલાં લેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે પુરવઠા વિક્ષેપ, ફુગાવો, આબોહવા પરિવર્તન જેવા મુખ્ય ઉદાહરણો પણ ટાંક્યા હતા. તેમણે ક્રિપ્ટોકરન્સીના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં એવી ટેકનોલોજીઓ અને પડકારો સંકળાયેલા છે કે, કોઇપણ એક દેશ દ્વારા લેવામાં આવતા નિર્ણયો તેનો સામનો કરવા માટે અપૂરતા છે. તેમણે આના માટે સૌને એકજૂથ થવા માટે કહ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે, બદલાતી પરિસ્થિતીમાં શું બહુપક્ષીય સંગઠનો દુનિયાની વ્યવસ્થામાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં છે કે નહીં, કારણ કે આ સંગઠનો જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં દુનિયામાં પરિવર્તન આવી રહ્યા છે. તેમણે પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, “આથી જ, દરેક લોકશાહી રાષ્ટ્રએ બહુપક્ષીય સંસ્થાઓના સુધારાને વેગ આપવો આવશ્યક છે જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે કામ કરી શકે.”
Watch LIVE https://t.co/8kmsLgo7Pa
— PMO India (@PMOIndia) January 17, 2022
भारत जैसी मजबूत डेमोक्रेसी ने पूरे विश्व को एक खूबसूरत उपहार दिया है, एक bouquet of hope दिया है।
इस bouquet में है, हम भारतीयों का डेमोक्रेसी पर अटूट Trust: PM @narendramodi

कोरोना के इस समय में हमने देखा है कि कैसे भारत ‘One Earth, One Health’ के विजन पर चलते हुए, अनेकों देशों को जरूरी दवाइयां देकर, वैक्सीन देकर, करोड़ों जीवन बचा रहा है।
आज भारत दुनिया का तीसरा सबसे बड़ा pharma producer है, pharmacy to the world है: PM @narendramodi

आज भारत, दुनिया में रिकॉर्ड software engineers भेज रहा है। 50 लाख से ज्यादा software developers भारत में काम कर रहे हैं।
आज भारत में दुनिया में तीसरे नंबर के सबसे ज्यादा Unicorns हैं। 10 हजार से ज्यादा स्टार्ट-अप्स पिछले 6 महीने में रजिस्टर हुए हैं: PM @narendramodi

आज भारत Ease of Doing Business को बढ़ावा दे रहा है, सरकार के दखल को कम से कम कर रहा है।
भारत ने अपने corporate tax rates को simplify करके, कम करके, उसे दुनिया में most competitive बनाया है।
बीते साल ही हमने 25 हज़ार से ज्यादा compliances कम किए हैं: PM @narendramodi

भारतीयों में Innovation की, नई Technology को Adopt करने की जो क्षमता है, entrepreneurship की जो स्पिरिट है, वो हमारे हर ग्लोबल पार्टनर को नई ऊर्जा दे सकती है।
इसलिए भारत में इन्वेस्टमेंट का ये सबसे best time है: PM @narendramodi

भारतीय युवाओं में आज entrepreneurship, एक नई ऊंचाई पर है।
2014 में जहां भारत में कुछ सौ रजिस्टर्ड स्टार्ट अप थे। वहीं आज इनकी संख्या 60 हजार के पार हो चुकी है।
इसमें भी 80 से ज्यादा यूनिकॉर्न्स हैं, जिसमें से 40 से ज्यादा तो 2021 में ही बने हैं: PM @narendramodi

आत्मनिर्भरता के रास्ते पर चलते हुए भारत का फोकस सिर्फ Processes को आसान करने पर ही नहीं है, बल्कि Investment और Production को इन्सेन्टीवाइज करने पर भी है।
इसी अप्रोच के साथ आज 14 सेक्टर्स में 26 बिलियन डॉलर की Production Linked Incentive schemes लागू की गई हैं: PM @narendramodi

आज भारत वर्तमान के साथ ही अगले 25 वर्षों के लक्ष्य को लेकर नीतियां बना रहा है, निर्णय ले रहा है।
इस कालखंड में भारत ने high growth के, welfare और wellness की saturation के लक्ष्य रखे हैं।
ग्रोथ का ये कालखंड green भी होगा, clean भी होगा, sustainable भी होगा, reliable भी होगा: PM

हमें ये मानना होगा कि हमारी Lifestyle भी Climate के लिए बड़ी चुनौती है।
‘Throw away’ Culture और Consumerism ने Climate Challenge को और गंभीर बना दिया है।
आज की जो ‘take-make-use-dispose’ economy है, उसको तेज़ी से circular economy की तरफ बढ़ाना बहुत ज़रूरी है: PM @narendramodi

मिशन LIFE का global mass movement बनना ज़रूरी है।
LIFE जैसे जनभागीदारी के अभियान को हम P-3, ‘Pro Planet People’ का एक बड़ा आधार भी बना सकते हैं: PM @narendramodi

आज global order में बदलाव के साथ ही एक वैश्विक परिवार के तौर पर हम जिन चुनौतियों का सामना करते रहे हैं, वो भी बढ़ रही हैं।
इनसे मुकाबला करने के लिए हर देश, हर वैश्विक एजेंसी द्वारा collective और synchronized action की जरूरत है: PM @narendramodi

आज वैश्विक परिदृष्य को देखते हुए, सवाल ये भी है कि multilateral organizations, नए वर्ल्ड ऑर्डर और नई चुनौतियों से निपटने के लिए तैयार हैं?
जब ये संस्थाएं बनी थीं, तो स्थितियां कुछ और थीं। आज परिस्थितियां कुछ और हैं: PM @narendramodi

SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Addressing the World Economic Forum's #DavosAgenda. @wef https://t.co/SIjcQ741NB
— Narendra Modi (@narendramodi) January 17, 2022
भारत जैसी मजबूत डेमोक्रेसी ने पूरे विश्व को एक खूबसूरत उपहार दिया है, एक bouquet of hope दिया है।
— PMO India (@PMOIndia) January 17, 2022
इस bouquet में है, हम भारतीयों का डेमोक्रेसी पर अटूट Trust: PM @narendramodi
इस bouquet में है, 21वीं सदी को Empower करने वाली Technology,
— PMO India (@PMOIndia) January 17, 2022
इस bouquet में है, हम भारतीयों का Temperament, हम भारतीयों का Talent: PM @narendramodi
कोरोना के इस समय में हमने देखा है कि कैसे भारत ‘One Earth, One Health’ के विजन पर चलते हुए, अनेकों देशों को जरूरी दवाइयां देकर, वैक्सीन देकर, करोड़ों जीवन बचा रहा है।
— PMO India (@PMOIndia) January 17, 2022
आज भारत दुनिया का तीसरा सबसे बड़ा pharma producer है, pharmacy to the world है: PM @narendramodi
आज भारत, दुनिया में रिकॉर्ड software engineers भेज रहा है। 50 लाख से ज्यादा software developers भारत में काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) January 17, 2022
आज भारत में दुनिया में तीसरे नंबर के सबसे ज्यादा Unicorns हैं। 10 हजार से ज्यादा स्टार्ट-अप्स पिछले 6 महीने में रजिस्टर हुए हैं: PM @narendramodi
आज भारत के पास विश्व का बड़ा, सुरक्षित और सफल digital payments platform है।
— PMO India (@PMOIndia) January 17, 2022
सिर्फ पिछले महीने की ही बात करूं तो भारत में Unified Payments Interface के माध्यम से 4.4 बिलियन transaction हुए हैं: PM @narendramodi
आज भारत Ease of Doing Business को बढ़ावा दे रहा है, सरकार के दखल को कम से कम कर रहा है।
— PMO India (@PMOIndia) January 17, 2022
भारत ने अपने corporate tax rates को simplify करके, कम करके, उसे दुनिया में most competitive बनाया है।
बीते साल ही हमने 25 हज़ार से ज्यादा compliances कम किए हैं: PM @narendramodi
आज भारत Ease of Doing Business को बढ़ावा दे रहा है, सरकार के दखल को कम से कम कर रहा है।
— PMO India (@PMOIndia) January 17, 2022
भारत ने अपने corporate tax rates को simplify करके, कम करके, उसे दुनिया में most competitive बनाया है।
बीते साल ही हमने 25 हज़ार से ज्यादा compliances कम किए हैं: PM @narendramodi
भारतीयों में Innovation की, नई Technology को Adopt करने की जो क्षमता है, entrepreneurship की जो स्पिरिट है, वो हमारे हर ग्लोबल पार्टनर को नई ऊर्जा दे सकती है।
— PMO India (@PMOIndia) January 17, 2022
इसलिए भारत में इन्वेस्टमेंट का ये सबसे best time है: PM @narendramodi
भारतीय युवाओं में आज entrepreneurship, एक नई ऊंचाई पर है।
— PMO India (@PMOIndia) January 17, 2022
2014 में जहां भारत में कुछ सौ रजिस्टर्ड स्टार्ट अप थे। वहीं आज इनकी संख्या 60 हजार के पार हो चुकी है।
इसमें भी 80 से ज्यादा यूनिकॉर्न्स हैं, जिसमें से 40 से ज्यादा तो 2021 में ही बने हैं: PM @narendramodi
आत्मनिर्भरता के रास्ते पर चलते हुए भारत का फोकस सिर्फ Processes को आसान करने पर ही नहीं है, बल्कि Investment और Production को इन्सेन्टीवाइज करने पर भी है।
— PMO India (@PMOIndia) January 17, 2022
इसी अप्रोच के साथ आज 14 सेक्टर्स में 26 बिलियन डॉलर की Production Linked Incentive schemes लागू की गई हैं: PM @narendramodi
आज भारत वर्तमान के साथ ही अगले 25 वर्षों के लक्ष्य को लेकर नीतियां बना रहा है, निर्णय ले रहा है।
— PMO India (@PMOIndia) January 17, 2022
इस कालखंड में भारत ने high growth के, welfare और wellness की saturation के लक्ष्य रखे हैं।
ग्रोथ का ये कालखंड green भी होगा, clean भी होगा, sustainable भी होगा, reliable भी होगा: PM
हमें ये मानना होगा कि हमारी Lifestyle भी Climate के लिए बड़ी चुनौती है।
— PMO India (@PMOIndia) January 17, 2022
‘Throw away’ Culture और Consumerism ने Climate Challenge को और गंभीर बना दिया है।
आज की जो ‘take-make-use-dispose’ economy है, उसको तेज़ी से circular economy की तरफ बढ़ाना बहुत ज़रूरी है: PM @narendramodi
मिशन LIFE का global mass movement बनना ज़रूरी है।
— PMO India (@PMOIndia) January 17, 2022
LIFE जैसे जनभागीदारी के अभियान को हम P-3, ‘Pro Planet People’ का एक बड़ा आधार भी बना सकते हैं: PM @narendramodi
आज global order में बदलाव के साथ ही एक वैश्विक परिवार के तौर पर हम जिन चुनौतियों का सामना करते रहे हैं, वो भी बढ़ रही हैं।
— PMO India (@PMOIndia) January 17, 2022
इनसे मुकाबला करने के लिए हर देश, हर वैश्विक एजेंसी द्वारा collective और synchronized action की जरूरत है: PM @narendramodi
ये supply chain के disruptions, inflation और Climate Change इन्हीं के उदाहरण हैं।
— PMO India (@PMOIndia) January 17, 2022
एक और उदाहरण है- cryptocurrency का।
जिस तरह की टेक्नोलॉजी इससे जुड़ी है, उसमें किसी एक देश द्वारा लिए गए फैसले, इसकी चुनौतियों से निपटने में अपर्याप्त होंगे। हमें एक समान सोच रखनी होगी: PM
आज वैश्विक परिदृष्य को देखते हुए, सवाल ये भी है कि multilateral organizations, नए वर्ल्ड ऑर्डर और नई चुनौतियों से निपटने के लिए तैयार हैं?
— PMO India (@PMOIndia) January 17, 2022
जब ये संस्थाएं बनी थीं, तो स्थितियां कुछ और थीं। आज परिस्थितियां कुछ और हैं: PM @narendramodi
इसलिए हर लोकतांत्रित देश का ये दायित्व है कि इन संस्थाओं में Reforms पर बल दे ताकि इन्हें वर्तमान और भविष्य की चुनौतियों से निपटने में सक्षम बनाया जा सके: PM @narendramodi