Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વડોદરામાં વિકાસલક્ષી પહેલોની શરૂઆત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ખાતે જાહેરસભામાં વડોદરા સિટી કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર, વાઘોડિયા રિજનલ વોટર સપ્લાય સ્કીમ અને બેંક ઓફ બરોડાની નવી હેડ ઓફિસનું બિલ્ડિંગ દેશને અર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી તેમજ ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓને મકાનોની ચાવી અર્પણ કરી હતી. એમણે કેટલીક માળખાગત અને વિકાસલક્ષી યોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું, જેમાં સંપૂર્ણ પરિવહન કેન્દ્ર, પ્રાદેશિક જળ પુરવઠા યોજના, હાઉસિંગ પ્રોજેક્ટ અને ફ્લાયઓવર સામેલ છે. એમણે મુન્દ્રા-દિલ્હી પેટ્રોલીયમ પ્રોડક્ટ પાઇપલાઇનની ક્ષમતા વધારવા માટે તેમજ વડોદરામાં એચપીસીએલનાં ગ્રીનફિલ્ડ માર્કેટિંગ ટર્મિનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે વડોદરામાં શરૂ થયેલા વિકાસલક્ષી કાર્યો અભૂતપૂર્વ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર વિકાસની પ્રાથમિકતા વિશે અને સ્ત્રોતોનો ઉપયોગ નાગરિકોની સુખાકારી માટે કરવા સ્પષ્ટ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારથી તેઓ બાળક હતાં, ત્યારથી તેઓ ઘોઘાથી દહેજ સુધીની ફેરી સર્વિસ વિશે સાંભળતાં હતાં. તેમણે કહ્યું હતું કે, સરકારે હવે સંપૂર્ણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ફેરી સર્વિસ આજથી શરૂ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે “રન ફોર યુનિટી” 31 ઓક્ટોબરનાં રોજ સરદાર પટેલની જયંતિ પર યોજવામાં આવશે. એમણે લોકોને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી.

RP