Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લેવા વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov વેબસાઇટ પર ઉપલબ્ધ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લેવા લોકોને વિનંતી કરી છે.

નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિશે માહિતી આપતા MyGovIndiaની X પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

આપણા સર્જક સમુદાય માટે એક મહાન તક, સમગ્ર ભારતમાં અસાધારણ પ્રતિભા તરફ ધ્યાન દોરે છે. ભલે તેઓ નવીનતા લાવનાર, પ્રેરણા આપનાર અથવા પરિવર્તનને પ્રજ્વલિત કરતા હોય, અમે આપણી યુવા શક્તિની ઉજવણી કરવા માંગીએ છીએ.

આગળ વધો, ભાગ લો અને રાષ્ટ્રને પ્રતિભાશાળી સર્જકો માટે ઉત્સાહિત થવા દો!”

AP/GP/JD