Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભાગ લીધો


21મી આસિયાનઇન્ડિયા સમિટ 10 ઓક્ટોબર, 2024નાં રોજ વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં યોજાઈ હતી. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાનઇન્ડિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવા અને સહકારની ભવિષ્યની દિશા નક્કી કરવા આસિયાનનાં નેતાઓ સાથે જોડાણ કર્યું હતું. આ સમિટમાં પ્રધાનમંત્રીની આ 11મી ભાગીદારી હતી.

પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ આસિયાન એકતા, આસિયાનની મધ્યસ્થતા અને ઇન્ડોપેસિફિક પર આસિયાન આઉટલૂક માટે ભારતનાં સાથસહકારની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે 21મી સદીને એશિયાની સદી ગણાવી હતી અને નોંધ્યું હતું કે, ભારત અને આસિયાન દેશો વચ્ચેનાં સંબંધો એશિયાનાં ભવિષ્યને માર્ગદર્શન આપવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીની જીવંતતા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતઆસિયાન વચ્ચેનો વેપાર બમણો થઈને 130 અબજ ડોલરથી વધારે થઈ ગયો છે. અત્યારે આસિયાન ભારતનાં સૌથી મોટાં વેપારી અને રોકાણનાં ભાગીદારોમાંનું એક છે. આસિયાનનાં સાત દેશો સાથે સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે; આ પ્રદેશ સાથે ફિનટેક સહયોગથી આશાસ્પદ શરૂઆત થઈ છે. અને આસિયાનનાં પાંચ દેશોમાં સહિયારા સાંસ્કૃતિક વારસાની પુનઃસ્થાપનામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રીએ આસિયાનઇન્ડિયા એફટીએ (એઆઇટીIGA)ની સમીક્ષા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી આસિયાનઇન્ડિયા સમુદાયનાં લાભ માટે વધારે આર્થિક સંભવિતતાનો ઉપયોગ કરી શકાય. પ્રધાનમંત્રીએ નાલંદા વિશ્વવિદ્યાલયમાં આસિયાનનાં યુવાનોને પ્રદાન કરવામાં આવતી શિષ્યાવૃત્તિઓ મારફતે ભારતઆસિયાન જ્ઞાન ભાગીદારીમાં થયેલી પ્રગતિ વિશે પણ વાત કરી હતી.

3. અધ્યક્ષની થીમ કનેક્ટિવિટી અને રેઝિલિયન્સ વધારવાની થીમને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ 10-સૂત્રીય યોજનાની જાહેરાત કરી હતી, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

 1) વર્ષ 2025ને આસિયાનઇન્ડિયા યર ઑફ ટૂરિઝમ તરીકે ઉજવવા, જેના માટે ભારત સંયુક્ત પ્રવૃત્તિઓ માટે 5 મિલિયન ડોલર ઉપલબ્ધ કરાવશે;

ii) યુથ સમિટ, સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ, હેકાથોન, મ્યુઝિક ફેસ્ટિવલ, આસિયાનઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સ અને દિલ્હી ડાયલોગ સહિત વિવિધ લોકો કેન્દ્રિત પ્રવૃત્તિઓના માધ્યમથી એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાની ઉજવણી કરવી.

iii) આસિયાનઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ હેઠળ આસિયાનઇન્ડિયા વિમેન્સ સાયન્ટિસ્ટ્સ કોન્ક્લેવનું આયોજન કરવું.

iv) નાલંદા વિશ્વવિદ્યાલયમાં શિષ્યાવૃત્તિઓની સંખ્યાને બમણી કરવી અને ભારતમાં કૃષિ વિશ્વવિદ્યાલયોમાં આસિયાનના વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યાવૃત્તિની જોગવાઈ.

v. 2025 સુધી ચીજવસ્તુઓમાં આસિયાનભારત વેપારની સમીક્ષા;

vi) આપત્તિની સ્થિતિસ્થાપકતા વધારવી, જેના માટે ભારત 5 મિલિયન ડોલર ઉપલબ્ધ કરાવશે;

vii) સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે નવા સ્વાસ્થ્ય મંત્રીઓનાં માર્ગની શરૂઆત કરવી;

viii) ડિજિટલ અને સાયબર સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાની દિશામાં આસિયાનઇન્ડિયા સાયબર પોલિસી સંવાદની નિયમિત વ્યવસ્થા શરૂ કરવી.

ix) ગ્રીન હાઇડ્રોજન પર વર્કશોપ; અને

x) આસિયાનનાં નેતાઓને આબોહવામાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માતા માટે વૃક્ષ વાવોઅભિયાનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

બેઠકમાં નેતાઓ નવી આસિયાનઇન્ડિયા પ્લાન ઑફ એક્શન (2026-2030)ની રચના કરવા સંમત થયા હતા, જે આસિયાનઇન્ડિયા ભાગીદારીની સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવામાં બંને પક્ષોને માર્ગદર્શન આપશે અને બે સંયુક્ત નિવેદનો સ્વીકાર્યા હતાં.

 1) ઇન્ડોપેસિફિક પર આસિયાન આઉટલુક (એઓઆઇપી)નાં સંદર્ભમાં પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આસિયાનઇન્ડિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર સંયુક્ત નિવેદન , ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી (એઇપી)નાં સમર્થન સાથે નેતાઓએ માન્યતા આપી હતી. આસિયાન અને ભારત વચ્ચેની ભાગીદારીને આગળ વધારવામાં ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનું પ્રદાન. સંયુક્ત નિવેદનનું સંપૂર્ણ લખાણ અહીં જોઈ શકાશે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા પર આસિયાનઇન્ડિયા સંયુક્ત નિવેદન નેતાઓએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનાં ક્ષેત્રમાં ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ડિજિટલ સરકારી માળખાગત સુવિધામાં ભારત સાથેની ભાગીદારીને આવકારી હતી. સંયુક્ત નિવેદનનું સંપૂર્ણ લખાણ અહીં એક્સેસ કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ લાઓસનાં પ્રધાનમંત્રીનો 21માં આસિયાનઇન્ડિયા શિખર સંમેલનની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ તથા તેમની ઉષ્મા અને આતિથ્યસત્કાર બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં ત્રણ વર્ષમાં કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકે સિંગાપોરની રચનાત્મક ભૂમિકા બદલ આભાર પણ માન્યો હતો અને ફિલિપાઇન્સ સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરી હતી, જે ભારત માટે નવા કન્ટ્રી કોઓર્ડિનેટર છે.

AP/GP/JD